સીતા માંના શ્રાપને આજે પણ ભોગવી રહ્યા છે આ 4 જીવ, જાણો આ સત્ય કથા

ભારતમાં હિંદુ ધર્મમાં માનવા વાળા લોકોની સંખ્યા ઘણી વધારે છે. અને હિંદુ ધર્મમાં દરેક મહિનાને ખાસ માનવામાં આવે છે, પણ શ્રાદ્ધનો મહિનો એક માત્ર એવો મહિનો છે જેનું વિશેષ મહત્વ છે. અને આ મહિનામાં સદીઓથી લોકો ઘણા બધા નિયમોનું પાલન કરતા આવ્યા છે. શ્રાદ્ધનો મહિના એવો છે જેને ફક્ત આપણા વર્તમાન જ નહીં પણ આપણા પૂર્વજો સાથે પણ જોડી શકાય છે.

ઈતિહાસમાં શ્રાદ્ધને લઈને ઘણા પ્રકારની પરંપરાઓ અને જૂની માન્યતાઓ તથા વાર્તાઓ રહેલી છે, જેનો ઉલ્લેખ રામાયણમાં પણ છે. આજના આ લેખમાં અમે તમને શ્રાદ્ધ સાથે જોડાયેલા એવા જ એક પ્રસંગ વિષે જણાવવાના છીએ. જે વાંચ્યા પછી તમારા પગ નીચેથી જમીન સરકી જશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ પ્રસંગ સાચો છે અને તેને ભગવાન શ્રીરામ સાથે જોડવામાં આવે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ, કે પિતાના આદેશનું પાલન કરવા માટે ભગવાન રામ, એમના ભાઈ લક્ષ્મણ અને રામની પત્ની સીતા 14 વર્ષના વનવાસ માટે રાજ્યની બહાર ગયા હતા. એ દરમ્યાન એમને સમાચાર મળ્યા કે એમના પિતા એટલે કે રાજા દશરથનું મૃત્યુ થઈ ગયું છે. આ સમાચાર સાંભળી ત્રણેય જણા ઘણા દુઃખી થઈ ગયા હતા, પણ રાજા દશરથના સંતાન હોવાનું કર્તવ્ય બજાવવું પણ એમના માટે જરૂરી હતું. તો એના માટે સીતા માતાએ લક્ષ્મણને રાજા દશરથનું પિંડદાન કરવા માટે સામાનની વ્યવસ્થા કરવા માટે કહ્યું.

સીતા માતાનો આદેશ મળતા જ લક્ષ્મણ પિંડદાન માટે સામાન શોધવા અને બધી વ્યવસ્થા કરવા માટે નીકળી ગયા. લક્ષ્મણના ગયાને ઘણો સમય પસાર થઈ જવા છતાં તેઓ પાછા આવ્યા નહીં, માટે સીતા માતાને ચિંતા થવા લાગી. પણ સમયસર પિંડદાન કરવું પણ જરૂરી હતું. આ પરિસ્થિતિ માંથી બહાર નીકળવા માટે સીતા માતાએ પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કર્યો અને જાતે જ પિંડદાનની વ્યવસ્થા કરી લીધી.

એવું કહેવામાં આવે છે કે એ સમયે પિંડદાનમાં સીતા માતાએ પંડિત, ગાય, ફલ્ગુ નદી અને કાગડાને સાક્ષી માન્યા હતા. જયારે ભગવાન શ્રીરામ સીતા માતા પાસે આવ્યા ત્યારે તેમણે શ્રીરામને જણાવ્યું કે મેં બધી ધાર્મિક વિધિઓ સાથે પિંડદાન કરી દીધું છે, અને તમે એની ખાતરી માટે આ ચારેયને એના વિષે પૂછી શકો છો.

સીતા માતાને એવો વિશ્વાસ હતો કે આ ચારેય જણા ભગવાન શ્રીરામની સામે પિંડદાનની વિધિ સંપન્ન થઈ ગઈ એના વિષે સત્ય કહેશે. પણ એ ચારેય જણાએ પિંડદાનની વાત ખોટી એવું જણાવ્યું. આથી ભગવાન શ્રીરામ માતા સીતા પર ઘણા ગુસ્સે થઈ ગયા. ભગવાન શ્રીરામના ગુસ્સાથી બચવા માટે સીતા માતાએ રાજા દશરથની આત્માને ત્યાં પ્રગટ થવા વિનંતી કરવાનું શરુ કર્યુ.

એમની વિનંતી સાંભળી થોડા સમય બાદ રાજા દશરથની આત્મા ત્યાં પ્રગટ થઈ. અને તેમણે કહ્યું કે પિંડદાનની વિધિ સીતા દ્વારા સંપન્ન થઈ ગઈ છે, અને આ ચારેય જણા જૂઠું બોલી રહ્યા છે. સીતાજીને આ ચારેય જણાના જૂઠું બોલવા પર ઘણો ગુસ્સો આવ્યો અને તેમણે એ ચારેયને શ્રાપ આપ્યો. અને એ શ્રાપ તેઓ આજે પણ ભોગવી રહ્યા છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે એ સમયે સીતા માતાએ પંડિતને શ્રાપ આપતા કહ્યું હતું કે “તમને ભલે કેટલુય ખાવા માટે કેમ ન મળે, કોઈ રાજા મહારાજા પણ તમને પોતાની બઘી સંપત્તિ આપી દે તો પણ તમે ગરીબ જ બની રહેશો.’ ત્યારબાદ ફલ્ગુ નદીને પાણી આપવા છતાં પણ હંમેશા સૂકી રહેવાનો શ્રાપ આપ્યો હતો.

ઉપરાંત ગાયની પૂજા થતી હોવા છતાં પણ એને આમ-તેમ ભટકી એઠું ખાવાનો શ્રાપ આપ્યો. એટલું જ નહીં કાગડાને ભુખા રહેવા અને લડી-ઝગડીને ખાવાનો શ્રાપ આપ્યો. તે સમયથી લઈને આજ સુધી એ બધા આ શ્રાપને ભોગવતા આવ્યા છે. આ પ્રસંગ રામાયણની વાસ્તવિકતા પણ જણાવે છે.