શરદી, જુકામ, છીંક, ખાંસી, તાવ અને અસ્થમા બધા માટે આ ચૂર્ણ ઘરમાં જરૂર હોવું જોઈએ

સિતોપલાદી ચૂરણ !

સિતોપલાદી ચુરણ આયુર્વેદ ની ખુબ જ જાણીતી ઔષધી છે. જયારે શરદી, ખાંસી, તાવ એક સાથે બધું થઇ જાય, તો તેના માટે સિતોપલાદી ચુરણનો ઉપયોગ કરો. એક એવો અનુભવ જેમણે ઘણા ડોક્ટરોની ઊંઘ હરામ કરી નાખી છે. જરૂર જાણો.

ઔષધી

સિતોપલાદી ચુરણ 1 ચપટી (1/4 ચમચી)મધમાં ભેળવીને સવારે અને સાંજે ખાલી પેટે ચટાડો. તેનાથી નાના બાળકોને શરદી, જુકામ, છીંક, ખાંસી, તાવ અને અસ્થમાં જેવા હઠીલા રોગો ઠીક થાય છે. મોટી ઉંમરના લોકો માટે

1/2 ચમચી ચુરણનો ઉપયોગ કરવો.

અહિયાં એક લેખકનો અનુભવ રજુ કરવા માંગું છું, જેમણે અમને પોતાનો અનુભવ રજુ કર્યો, તે મુજબ નાના બાળકોને જેમને ડોક્ટર અસ્થમા મા પંપ આપવાની સલાહ આપે છે, પણ તેમણે આ પંપ ની આડ અસર જોતા કોઈની સલાહ લીધી અને તેમણે સિતોપલાદી ચુરણ વિષે જણાવ્યું અને તેમણે શિયાળામાં સતત ત્રણ ટાઇમ એક ચપટી સિતોપલાદી ચુરણ મધ સાથે આપ્યું અને તે બાળકને શ્વાસની તકલીફ તો દુર થઇ ગઈ પણ શરદી તાવ ખાંસી પણ મટી ગઈ.

સિતોપલાદી ચુરણ બનાવવાની રીત

નીચે જણાવેલ વસ્તુ કોઈપણ કરીયાણા કે ગાંધીની દુકાનમાં સરળતાથી મળી જાય છે.

(1) સાકર 16 ભાગ 160 ગ્રામ

(2) વંશલોચન 8 ભાગ 80 ગ્રામ

(૩) પિપ્પલી 4 ભાગ 40 ગ્રામ

(4) ઈલાયચી 2 ભાગ ૨૦ ગ્રામ

(5) તજ 1 ભાગ 10 ગ્રામ

આ બધાને ઝીણું વાટી લો.

અને તૈયાર થઇ ગયું આ સિતોપલાદી ચુરણ તે મધ કે ઘી સાથે લેવામાં આવે છે. 2 થી ૩ ગ્રામના પ્રમાણમાં લો.
આમ તો આ કોઈપણ મેડીકલ સ્ટોરમાં પણ સીતોપલાદી ચૂર્ણ મળી રહે છે. તે ઝંડુ, વેદનાથ, ડાબર કે પતંજલિ કે બીજી આયુર્વેદિક પ્રોડક્ટ વાળી કંપની ઓ ની દુકાને મળી જશે.

જાણો શરદી ઝુકામ થાય ત્યારે કેવીરીતે જીરાનો ઉપયોગ કરવો :

શરદી થાય ત્યારે તમે એક ચમચી જીરું કાચું જ ધીમે ધીમે ચાવી ચાવીને ખાઓ. તમને તરત જ આરામ મળી જશે. ઝુકામ થાય ત્યારે દિવસમાં ૩-૪ વખત ખાઈ શકો છો. તેની સાથે તમે જીરાની ચા પણ પી શકો છો.

જીરાની ચા :

બે કપ પાણીમાં એક ચમચી જીરું નાખીને ઉકાળો – જયારે પાણી ઉકળી જાય તો તેમાં વાટેલુ આદુ અડધી પોણી ચમચી અને તુલસીના ૮-૧૦ પાંદડા નાખીને ફરીથી ઉકાળો. આ પાણીને ગાળી ને પછી આને ધીમે-ધીમે પીઓ.

જીરું નાખીને પાણીની ગરમ સ્ટીમ પણ લઇ શકાય છે.

જીરા સ્ટીમ (વરાળ):

પાણીમાં જીરું ઉકાળીને સ્ટીમ પણ લઇ શકાય છે – આમાં થોડા લવિંગ પણ ભેળવી લો ! આનાથી તમારું બંધ નાક ખુલી જશે અને ઝુકામથી રાહત મળશે.

ધ્યાન રાખો કે સ્ટીમ લીધા બાદ થોડી વાર તમારું માથું અને છાતી ચાદરથી ઢાંકી લો. જો સ્ટીમ લીધા બાદ બહાર ગયા અને ઠંડી લાગી ગઈ તો ચેસ્ટ ક્ન્જેકસનના ચાન્સીસ રહે છે. જો તમને ઝુકામ ની સાથે ઠંડી પણ લાગી રહી હોય તો રાત્રે ગરમ દુધમાં થોડું હળદર નાખીને પીઓ. આનાથી તમને ઝુકામની સાથે-સાથે ખાંસીમાં પણ રાહત મળશે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવેલ માહિતી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)