કામ કરતી વખતે આવે છે ઊંઘ તો આ 10 ટીપ્સ કરશે તમારી મદદ, જાણો કઈ રીતે પોતાને રીફ્રેશ કરવા.

અભ્યાસ કરતી વખતે કે કોઈ કામ કરતી વખતે દિવસે ઊંઘ આવે છે, તો આ ટીપ્સ તમારા માટે કામની સાબિત થઇ શકે છે.

ઘણા લોકો વધુ ઊંઘ લેવાનો પ્રયત્ન કરે છે, પણ એક સર્વે જણાવે છે કે કોઈને કોઈ રીતે 60 % જનસંખ્યા પુરતી ઊંઘ નથી લઇ શકતી. દિવસ હોય કે રાત હોય, સારી રીતે ઊંઘ લેવી ઘણું જરૂરી છે કેમ કે પુરતી ઊંઘ ન મળવાથી આપણા શરીરની ઘણી સીસ્ટમ તેનું કામ સારી રીતે નથી કરતી. રાત્રે પુરતી ઊંઘ ન લેવામાં આવે તો દિવસ આખો ઊંઘ આવે છે અને તે વખતે તમારું કામ પણ સારી રીતે નથી થઇ શકતું.

આપણા માંથી ઘણા લોકો ઘણી ઓછી ઊંઘ લઇ રહ્યા છે જેના પરિણામ સ્વરૂપ આપણા કામના સમયે આખો દિવસ ઊંઘ આવે છે. ભણતી વખતે, ઓફીસમાં કામ કરતી વખતે, કસરત કરતી વખતે તમને ઊંઘ આવતી રહે છે. તેથી જો તમને દિવસ દરમિયાન સુસ્તી આવી રહી છે, તો કેટલીક વિશેષ ટીપ્સ તમારી મદદ કરી શકે છે.

(1) ઉઠો અને ચાલો : California State University ના પ્રોફેસર રોબર્ટ થાયરનો એક અભ્યાસ એ ફેક્ટને જણાવે છે કે, 10 મિનીટની વોક તમારી એનર્જીને બે કલાક સુધી વધારી શકે છે. એવું એટલા માટે કેમ કે ઓક્સીજન નસો દ્વારા મગજ અને મસલ્સ સુધી પહોંચે છે. એટલા માટે વધુ ઊંઘ આવતા પહેલા કોફીની ચૂસકી લેતા પહેલા ચાલવાનું ટ્રાઈ કરો.

(2) આંખોને આરામ આપો : ઊંઘ આવવાને કારણે આંખોની સમસ્યા પણ થાય છે. અને આંખો ઉપર પડતું વધુ પડતું દબાણ સમસ્યાને ઘણી વધારી શકે છે. એટલા માટે જયારે પણ વધુ ઊંઘ આવે તો સ્ક્રીનથી દુર થઇ જાવ અને થોડી વાર તેને આરામ આપવાનો પ્રયત્ન કરો. જો ડોક્ટરે તમારી આંખો માટે કોઈ આઈ ડ્રોપ સજેસ્ટ કર્યા છે તો તે પણ નાખો.

(3) હેલ્દી સ્નેક આપશે એનર્જી ફ્લો : એક સ્ટડી મુજબ કામ કરતી વખતે ઊંઘ આવવાનું કારણે લો શુગર પણ હોઇ શકે છે. જો તમને ઊંઘ આવવા સાથે સાથે થાક પણ લાગી રહ્યો છે તો એનર્જી માટે કોઈ હાઈ પ્રોટીન સ્નેક ખાવ. તે તમારી ઊંઘની સમસ્યામાં ઘણી મદદ કરશે. એવા સમયે પીનટ બટર અને બ્રેડ, દહીં, નટસ, ગાજર વગેરે વસ્તુ ખાવી સારી રહેશે.

(4) ધ્યાન દુર કરવા માટે કોઈ વાત કરો : જો તમને ઘણી વધુ ઊંઘ આવી રહી છે અને કાંઈ બીજું સુજી નથી રહ્યું તો ધ્યાન દુર કરવા માટે વાતો કરવી સૌથી સારું સાબિત થઇ શકે છે. તે Maimonides Sleep Arts and Sciences ની સ્ટડીમાં આપવામાં આવેલું ફેક્ટ છે. તમે તમારા ઈંટ્રસ્ટની કોઈ પણ વાત કરો. તમારું મગજ એક્ટીવ થઇ જશે અને ઊંઘ પણ નહિ આવે.

(5) પ્રકાશ વધારો : જો તમે કોઈ એવા વાતાવરણમાં બેઠા છો જ્યાં લાઈટ ઘણી ઓછી છે તો તમને ઊંઘ આવશે. સ્ટડીસ એ જણાવે છે કે, ડિમ લાઈટ ઊંઘ લાવવામાં મદદ કરે છે. તેથી કામ કરતી વખતે તમારા લાઈટ સોર્સને વધારવાનો પ્રયત્ન કરો.

(6) ઊંડા શ્વાસ લો : એક સ્ટડી મુજબ ઊંડા શ્વાસ લેવા શરીરમાં ઓક્સીજન લેવલને વધારી દે છે. તેનાથી હાર્ટ રેટ ઓછા થાય છે અને બીપી પણ કંટ્રોલમાં આવે છે. જે રીતે બ્લડ સરક્યુલેશન સારું હોય છે તે રીતે જ પરફોર્મેંસ અને એનર્જી પણ વધે છે. તે થોડી થોડી એવી જ અસર દેખાડે છે જેમ કે ઊંઘ આવવા ઉપર વોક કરવું.

(7) કોફી છે ફાયદાકારક : કોફી પીવાથી ઊંઘ ભાગી જાય છે, તે કોઈ નવું ફેક્ટ નથી પણ જુની જ વાત છે. આપણે વધુ કૈફીન ડોઝથી દુર રહેવું જોઈએ કેમ કે તે પેલ્પીટેશન ઉભું કરે છે, તેમ છતાં પણ જો તમને વધુ ઊંઘ આવી રહી છે અને કામ જરૂરી છે તો કોફી પીવો.

(8) એક ઝોકું લઇ લો : ઘણી વધુ ઊંઘ આવી રહી છે અને તમે કોઈ પણ રીતે એનર્જી નથી મેળવી નથી રહ્યા તો ઊંઘ લેવી જરૂરી છે. તે એનર્જી બુસ્ટ કરવાની એક સારી રીત છે. એક સ્ટડી મુજબ 15-20 મિનીટની રેસ્ટ હંમેશા એનર્જી બુસ્ટ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જો તમે ઊંઘ લઇ શકો છો તો થોડી સમય માટે ઝોકું જરૂર લઇ લો.

(9) જે કામ કરી રહ્યા છો તેને બદલો : આ રીત પણ તમારા માટે મદદરૂપ સાબિત થઇ શકે છે. જેમ કે તમારું ધ્યાન ભટકાવવા માટે કેટલીક બાબતો મદદ કરી શકે છે. તમારુ ધ્યાન ભટકાવવા માટે તમારા કામને બદલવું જરૂરી છે. સતત ઓફીસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી સ્થિતિ બોરિંગ બની જાય છે અને તે વખતે થોડી એવી નવી એક્ટીવીટી કરો.

(10) કસરત અને સૂર્યનો તાપ : તમારી સ્લીપ સાયકલ વધુ પડતી ખરાબ બે કારણોથી થાય છે. સૂર્યનો તાપ બિલકુલ ન મળવો અને એક જ જગ્યાએ બેસી રહેવું કોઈ કસરત ન કરવી. તે વધુ ખરાબ છે અને તમારી ઊંઘની સમસ્યાને ઘણી વધારી શકે છે. તેથી રોજ થોડી કસરત અને તડકામાં બેસવાનું ચાલુ રાખો.

આ બધી ટીપ્સ તમારા માટે ઘણી લાભદાયક સાબિત થઇ શકે છે. અને જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તમારા મિત્રો, સંબંધિઓને અને ફેસબુક ઉપર જરૂર શેર કરશો જેથી તે પણ આ બાબતથી માહિતગાર થઇ શકે. અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.