ફક્ત સ્લીપર કોચ, વધારે ભાડું… લોકડાઉન પછી ટ્રેન ચલાવવાના આ છે પ્રસ્તાવ.

લોકડાઉન પૂરું થયા પછી શરૂઆતમાં અમુક સ્પેશિયલ પેસેન્જર ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ છે, જાણો વધુ વિગત

સુત્રોથી મળેલ માહિતી પ્રમાણે લોકડાઉન પુરો થયા પછી શરૂઆતમાં કેટલીક સ્પેશ્યલ ટ્રેનને ચાલવાનો પ્રસ્તાવ છે, આ ટ્રેનો ગ્રીન ઝોનમાં ચલાવી શકાય છે, અને ફક્ત ઇમર્જન્સીમાં લોકોને મુસાફરી કરવાની પરવાનગી મળશે.

મોદી સરકારે કોરોના વાયરસને રોકવા માટે લગાવેલ લોકડાઉન ફક્ત ગ્રીન ઝોનમાં જ ચલાવી શકાય એમ છે ટ્રેન, હોટસ્પોર્ટ અને કંટેનમેન્ટ ઝોનમાં રહશે મનાઈ

કોરોના ભારત સાથે આખી દુનિયામાં મોતનું તાંડવ કરી રહ્યો છે, મોદી સરકારે આ જીવલેણ વાયરસ સાથે બાથ ભીડવા માટે દેશ આખામાં લોકડાઉન કરી રાખ્યું છે, આને કારણે ટ્રેન, મેટ્રો, ફ્લાઇટ અને અને સાર્વજનિક પરિવહન પુરે પૂરું બંધ છે, આ લોકડાઉન 3 મે સુધી ચાલુ રહશે, આ બધાની વચ્ચે રેલવેએ લોકડાઉન પછી કેટલીક સ્પેશ્યલ ટ્રેન ચાલવાના ફોર્મ્યુલા ઉપર વિચાર કરી રહી છે.

સૂત્રો દ્વારા મળેલ જાણકારી પ્રમાણે લોકડાઉન પૂરો થવાની સાથે કેટલીક સ્પેશ્યલ પેસેન્જર ટ્રેનને ચાલવાનો પ્રસ્તાવ છે. આ ટ્રેનો ફક્ત ગ્રીન ઝોનમાં ચાલવામાં આવશે અને ફક્ત ઇમર્જન્સીમાં જ લોકોને મુસાફરી માટે પરવાનગી મળશે, પરંતુ કંટેનમેન્ટ ઝોન અને હોટસ્પોર્ટ વિસ્તારમાં ટ્રેન ચાલવામાં નહિ આવે.

આ સ્પેશ્યલ ટ્રેનોનું ભાડું પણ ઘણું વધારે રાખવામાં આવશે, કારણ કે લોકો ફક્ત ઇમર્જન્સીમાં જ મુસાફરી કરે, આ પહેલા રેલવે સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગો અને વિદ્યાર્થીઓ સાથે બીજા ઘણાને મળવા પાત્ર છૂટછાટ બંધ કરી દીધી છે, રેલવેનો પ્રયત્ન છે કે જ્યાં સુધી કોરોના વાયરસ પુરેપુરો ચાલ્યો ના જાય ત્યાં સુધી ઓછામાં ઓછા લોકો જ મુસાફરી કરે.

પ્રસ્તાવ પ્રમાણે શરૂઆતમાં ફક્ત સ્લીપર ટ્રેન જ ચાલવામાં આવી શકે છે, એસી કોચ અને જનરલ કોચવાળી ટ્રેન ચાલવામાં નહિ આવે. આ ટ્રેનોમાં વચ્ચેના બર્થને(પાટિયાને) પણ કાઢી નાખવામાં આવશે, જે લોકોની ટિકિટ કન્ફર્મ થશે, તે જ લોકો યાત્રા કરી શકશે, ટિકિટ કન્ફર્મ નહિ થાય તો મુસાફરીની પરવાનગી નહિ મળી શકે. આ યાત્રા દરમિયાન સોસીયલ ડિસ્ટેંસિંગનું પૂરું ધ્યાન રાખવામાં આવશે, રેલવે એ કોરોના વાયરસને પહોંચી વાળવા માટે 5000 હજાર આઇસોલેટ બેડ પણ બનાવેલા છે.

ત્યાં લોકડાઉન દરમિયાન બધી ટ્રેનોના આવાજવાનું ઠપ થઇ ગયું હોવા છતાં, રેલવે એ જરૂરી વસ્તુઓના પરિવહનમાં કરોડો રૂપિયાની કામણી કરી છે, રેલવે લોકડાઉનમાં સ્પેશ્યલ પાર્સલ ટ્રેન ચલાવી રહ્યું, કારણ કે રોજની જરૂરી વસ્તુઓને સરળતાથી પૂરું પડી શકાય, રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે સ્પેશ્યલ પાર્સલ વૈનને ઈ કોમર્સ સંસ્થાઓ અને રાજ્ય સરકાર સાથે અન્ય ગર્હોકો દ્વારા મોટા પાયા ઉપર પરિવહન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.