વારંવાર iPhone શો ઓફ કરો છો, પણ શું તમે જાણો છો તેમાં કેમેરાની બાજુમાં આ નાનકડો ડોટ કેમ હોય છે?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આઈફોનના કેમેરાની બાજુમાં રહેલું આ નાનકડુ ડોટ શા માટે રાખવામાં આવે છે?

શું તમે Iphone યુઝર છો? જો છો તો સારી વાત છે જો નથી તો તે કોઈ દુ:ખની વાત નથી. જરૂરી નથી કે દરેક વ્યક્તિ એટલા પૈસાદાર હોય કે આઈફોન લઈ શકે. જરૂરી નથી કે દરેક વ્યક્તિ પાસે આઇફોન જ હોય. ફરક તો એ વાતનો પડે છે કે, તમે કઈ વસ્તુ વિષે કેટલું જાણો છો. હવે આઇફોન પણ બીજી કંપનીના ફોન જેવો એક ફોન જ છે, જે રોજીંદા ઉપયોગમાં આવે છે. છતાં પણ લોકો તેના વિષે જાણવા માટે ઉત્સુક રહે છે.

આઇફોન કેવો હોય છે તેના બધા ફંક્શન્સ કેવી રીતે કામ કરે છે? તમારા આ ઉત્સાહને ધ્યાનમાં રાખીને અમે તમારા મનપસંદ ફોન સાથે જોડાયેલી એક જાણકારી શોધીને લાવ્યા છીએ. જો તમને પણ આઈફોન ગમે છે અને જો તમે આઈફોનને ધ્યાનથી જોયો હોય તો તમને તેના કેમેરાની બાજુમાં કે તેની આસપાસ એક નાનકડું ડોટ(કાળું) જોવા મળશે.

તમે આ નાનકડા ડોટને જોયું હશે પણ તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે તે ડોટ શું કામ હોય છે? તો તમને એક વાત જણાવી દઈએ કે, આ નાનકડો ડોટ આમ જ નથી હોતો. ફોનમાં તેનું પણ પોતાનું એક મહત્વ હોય છે, જે દરેકને ખરાબ હોતી નથી.

કેમેરાની બાજુમાં કેમ આપવામાં આવે છે આ ડોટ? આઈફોનના કેમેરાની બાજુમાં રહેલું આ નાનકડુ ડોટ કોઈ પ્રકારની ફ્લેશ નથી પણ એક માઈક્રોફોન છે. જયારે કોઈ પણ આઈફોન યુઝર બેક કેમરાનો ઉપયોગ કરે છે તો માઈક્રોફોન દ્વારા જ વિડીયો રેકોર્ડિંગની સાથે અવાજ રેકોડ થઇ શકે છે. તો બધું મળીને આ ડોટ રેકોર્ડિંગ કરવા માટે કામ લાગે છે.

ઘણા લોકોને લાગે છે કે કદાચ આ નાનકડો ડોટ ફ્લેશ હશે, પરંતુ હકીકતમાં એવું નથી. જો તમને આ જાણકારી વિષે પહેલા જ ખરાબ હતી તો તે ખુબ સારી વાત છે. પણ જો ખબર નહોતી તો આજે તેના વિષે ખબર પડી ગઈ હશે. માત્ર આઈફોન જ નહિ હવે તો લગભગ દરેક કંપનીના ફોનમાં બીજું માઈક હોય છે પણ તે કોઈ બીજી જગ્યા પર મુકવામાં આવ્યું હોય છે.

જો તમને અમારો આ આર્ટીકલ ગમ્યો હોય તો અમારા પેજનું થમ્સઅપ બટન દબાવી દેજો અને પોતાના મિત્રોને આ માહિતી ફોરવર્ટ કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.