નાના કદના કલાકારોએ સ્પર્શી નવી ઉંચાઈ, એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં બનાવી ઓળખ

લોકપ્રિયતાનું આકાર સાથે કોઈ લેવા દેવા નથી, લોકપ્રિયતાનો અર્થ તો પ્રતિભા સાથે જોડાયેલો છે. ટેલિવિઝન ઇંડસ્ટ્રીના અમુક ઠીંગણા કલાકારોએ પર્દા પર પોતાની હાજરી સાથે જોડાયેલ સામાજિક માન્યતાઓને તોડી છે. તે પોતાના ઝનૂનને લઈને ઘણા સિરિયસ છે અને એમણે સખત મહેનતથી દરેક અડચણો પાર કરી છે. આવો જાણીએ ટીવીના કયા એક્ટર્સે જોરદાર અભિનયથી લાખો કરોડો દર્શકોનું દિલ જીત્યું.

એક્ટિંગના દરેક મંચ પર બનાવી ઓળખાણ :

શ્રીધર વત્સર :

શ્રીધર વત્સરને ફેંટસી ફિક્શન શો ‘બાલવીર’ અને ‘બાલવીર રીટર્નસ’ માં પોતાના અભિનય માટે ઓળખવામાં આવે છે. શ્રીધરે પોતાની ગજબની કોમિક ટાઈમિંગથી લોકોનું મનોરંજન કર્યું છે. તેમણે ઋતિક રોશન અને ઈશાન ખટ્ટર જેવા દિગ્ગજ કલાકારો સાથે પણ કામ કર્યું છે. તેમજ બાલવીર રિટર્ન્સમાં તૌબા તૌબા અને ડુબા ડુબા જેવા પાત્રોથી તેમની દુનિયાભરમાં ઓળખાણ મળી છે. આ પહેલા તેમણે સબ ટીવીના શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માટે પણ કામ કર્યું છે.

લિલિપુટ :

લિલિપુટને કોઈ પરિચયની જરૂર નથી. એમ એમ ફારુકી એટલે કે લિલિપુટ ભારતમાં ઘર ઘરમાં ઓળખાતું એક નામ છે, જેને મનોરંજન જગતમાં પોતાના યોગદાન માટે ઓળખવામાં આવે છે. ફિલ્મી દુનિયામાં એમની યાત્રા ઘણી પ્રભાવિત કરી દેવાવાળી રહી, એમણે ટેલિવિઝન અને થિયેટરમાં પણ નામ કમાયું. સાચું મનોરંજન કરવા વાળા લિલિપુટ પોતાના અભિનય દ્વારા પોતાના શાનદાર આત્મવિશ્વાસની ઝલક પણ આપે છે. લિલિપુટ હાલમાં શો ‘વિદયા’ માં જોવા મળી રહ્યાં છે.

કેકે ગોસ્વામી :

કેકે ગોસ્વામીને ફેંટસી શો ‘શક્તિમાન’ થી 90 ના દશકના દરેક બાળક યાદ કરે છે. એમની સાથે આપણા બાળપણની બધી યાદો જોડાયેલી છે, અને એમણે લાખો દિલો જીત્યા છે. ગોસ્વામી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે, અને એમણે ‘શ્શ્શ…..કોઈ હે’, ‘વિકરાલ ઓર ગબરાલ’, ‘સીઆઈડી’, ‘ગુટર ગું’ જેવા શો માં રસપ્રદ પાત્ર ભજવ્યા છે. કેકે હાલમાં શો ‘ભાભીજી ઘર પર હૈ’ માં દેખાયા હતા.

જૂહી અસલમ :

જૂહી પોતાના પહેલા શો ‘બાબા એસો વર ઢૂંઢો’ થી જ સ્ટાર બની ગઈ હતી. જ્યાં એક તરફ તે જણાવે છે કે, એમની એંટરટેનમેંટ જગતમાં એંટ્રી બાય ચાંસ જ થઈ હતી. તેમજ આ દિલકશ અદાકારાએ ઘણા લોકોના દિલ જીત્યા છે. તે ભારતીય ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો છે. એમના ખાતામાં ઘણા શાનદાર શો અંક્તિ છે, જેમ કે ‘જોધા અકબર’, ‘ધ સિરિયલ’ અને ‘વૉરિયર હાઈ’.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.