આ છે દુનિયાની 8 સૌથી નાની હોટલ, એકમાં તો પહાડ પર લટકેલી પથારી ઉપર સુવે છે લોકો.

રોમાંચક અનુભવ કરવો છે અને એકાંતમાં સમય પસાર કરવો છે તો આ 8 નાની હોટલો છે ઉત્તમ વિકલ્પ, જાણો તેમના વિષે.

તમે એવી ઘણી લકઝરી હોટલ્સના નામ સાંભળ્યા હશે જે પોતાની વિશાળકાય બિલ્ડીંગ, મોટા પરિસર અને વધુ રૂમના કારણે ફેમસ છે. પણ શું તમે દુનિયાની સૌથી નાની હોટલ્સ વિષે જાણો છો. રીમોટ એરિયામાં બનેલી આ હોટલ્સ, લોજ અને ગેસ્ટ હાઉસ એકાંતમાં શાંતિની થોડી ક્ષણો પસાર કરવાના ઉત્તમ સ્થળ છે. અહિયાં રોકાવા વાળા માટે તમારી જરૂરિયાત મુજબ દરેક સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે.

વ્હાઈટ ડેઝર્ટ (એન્ટાર્કટીકા) – એન્ટાર્કટીકાથી વધુ એકાંત સ્થળ દુનિયામાં બીજે ક્યાં હશે? અહિયાંની વ્હાઈટ ડેઝર્ટ દુનિયાની સૌથી નાની હોટલ છે. એન્ટાર્કટીકાના સફેદ બરફમાં બનેલી આ નાની એવી લકઝરી હોટલ દક્ષીણ આફ્રિકાના પાટનગર કેપ ટાઉનથી લગભગ છ કલાક અને બે પ્રાઈવેટ ફ્લાઈટ જેટલી દૂર છે. અહિયાં તમે આઈસ હાઈકિંગ જેવી એક્ટીવીટીઝનો પણ આનંદ ઉઠાવી શકો છો.

ટીએરા પેટાગોનીયા, ચીલે – જો તમે ડિજિટલ દુનિયાથી પોતાને થોડા સમય માટે થોડા દુર રાખવા માંગો છો તો દુનિયામાં આનાથી વધુ સારું સ્થળ નહિ મળે. અહિયાં ન તો ફોનના સિગ્નલ આવે છે અને ન તો રૂમમાં વાઈ ફાઈની સુવિધા મળશે. તેથી એકલા રહીને પોતાને સમજવા કે પાર્ટનર સાથે રોમાન્ટિક ક્ષણ પસાર કરવા માટે ઉત્તમ સ્થળ છે. અહિયાંથી તમે ટોરેસ ડેલ પેનના શિખરનો અદ્દભુત નજરો પણ જોઈ શકો છો.

થ્રી કૈમલ લોજ, મંગોલિયા – દુનિયાની ભીડથી દુર શાંતિની થોડી ક્ષણો પસાર કરવા માટે મંગોલિયાનો થ્રી કૈમલ લોજ સૌથી સારો વિકલ્પ છે. ગોબી અલ્ટાઈ માઉંટેન પર આવેલી આ હોટલમાં તમે મંગોલિયનના પારંપરિક જીવનને નજીકથી જોઈ શકશો. અહિયાં પહોંચવા માટે તમારે ઘણી મુશ્કેલી વેઠવી પડે છે. આ લોજનું શાંત વાતાવરણ તમને અહિયાંથી પાછા આવવા નહિ દે.

સાઉડર્ન ઓશિયન લોજ, કાંગારું આઈલેંડ (ઓસ્ટ્રેલીયા) – સાઉદર્ન ઓશિયન લોજ ઓસ્ટ્રેલીયા અને અંટાર્કટીકાની વચ્ચે લાસ્ટ આઉટપોસ્ટ છે જે કાંગારું દ્વીપ ઉપર હૈનસન બે ની બરોબર ઉપર આવેલું છે. અહિયાં તમે જંગલના સુંદર જાનવરો વચ્ચે રહી શકશો. તમને સિ લાયંસ, સીલ, કોલાસ અને કાંગારું જેવા જાનવરો વચ્ચે સમય પસાર કરવાની તક મળશે.

સોન્ગ સા પ્રાઈવેટ આઈલેન્ડ કંબોડિયા – આ નાની એવી હોટલ કોહ રોંગ સોન્ગ સા આર્કીપીલાગોના એકાંતમાં આવેલી છે. આ નાની એવી પ્રોપર્ટી શાંત વાતાવરણ અને નેચરની સુંદરતાનું પ્રતિક છે. તમે અહિયાં સિહાનાઉકવીલેથી 30 મિનીટમાં સ્પીડબોટની મદદથી પહોંચી શકો છો. દરિયા કિનારા ઉપર વેરાયેલી રેતી, તડકાનો ચમકતો પ્રકાશ અને ફિરોજી પાણી આ સ્થળની સુંદરતાનું વર્ણન કરે છે.

સ્કાઈલોજ એડવેંચર સુટ્સ, પેરુ – જો તમને રોમાંચ પસંદ છે તો આનાથી ઉત્તમ સ્થળ મળવું મુશ્કેલ છે. તેના ટ્રાંસપેરેન્ટ પોડ્સ ઉંચા પર્વતો પર લટકેલા છે. આ સુંદર પોડ્સ પેરુની રહસ્યમયી ખીણમાં લગભગ 440 મીટર ઊંચાઈ ઉપર બનેલા છે. અને અહિયાં પહોંચવા માટે લગભગ એક કલાકનો સમય લાગે છે. આ પોડ્સમાં રોકાવાનું ઝનુન માત્ર મજબુત હૃદય વાળા માણસ જ દેખાડી શકે છે.

ડેલ્પાર ફાર્મ, આઈસલેન્ડ – આ સ્થળ ફિલજોત વૈલીમાં આવેલું છે જે આઈસલેન્ડનો સૌથી નાનો અને અલગ ભાગ છે. શાંત વાતાવરણમાં થોડી ક્ષણો પસાર કરવા વાળા માટે આ ફાર્મ ઉત્તમ સ્થળ છે. તેના રૂમની ડીઝાઈન ઘણી અલગ છે. અહીં ઘાંસથી ભરેલી છત અને જમીનથી છત સુધી મોટી બારીઓ છે. આ બારીઓ માંથી તમે બહારના આકર્ષક દ્રશ્ય જોઈ શકો છો.

બુશમાંસ ક્લુફ વાઈલ્ડરનેસ રીઝર્વ, સાઉથ આફ્રિકા – સાઉથ આફ્રિકામાં સેડેરબર્ગ માંઉંટેન પર આવેલા બુશમાંસ ક્લુફ વાઈલ્ડરનેસ રીઝર્વ 19 મી સદીનું એક ફાર્મ છે. આ પ્રોપર્ટી કેપ ટાઉનથી લગભગ 260 કી.મી. દુર 18,000 એકરમાં ફેલાયેલી છે. ખડગ વાળા વિસ્તારમાં બનેલું આ ફાર્મ એક અલગ દુનિયા લાગે છે. શાંત વાતાવરણ અને પ્રકૃતિની શોધમાં લોકો હંમેશા અહિયાં આવે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.