માણસના સ્વાસ્થ્યનો દુશ્મન નથી સ્માર્ટફોન, હેલ્થ મોનિટર કરવામાં છે મદદગાર

સ્માર્ટફોનનો વધારે પડતો ઉપયોગ માણસ માટે ખતરનાક જણાવવામાં આવે છે. પણ એક નવી શોધ અનુસાર સ્માર્ટફોન લોકોના સ્વાસ્થ્યને મોનિટર કરવા અને એને સાચા રિપોર્ટ આપવામાં મદદગાર થાય છે. કોઈ પણ પહેરી શકાય એવા ડિવાઈઝની મદદ વગર સ્માર્ટફોન માણસની હાર્ટબીટ અને સ્ટ્રેસ લેવલ વિષે સાચી જાણકારી આપી શકે છે.

ઈટલીના પ્રોફેસર એનરિકો કૈઆનીના નૈતૃત્વમાં થયેલી શોધમાં જણાવવામાં આવ્યું છે કે, સ્માર્ટફોન માણસના સ્વાસ્થ્યની દેખરેખમાં મીલનો પથ્થર સાબિત થઈ શકે છે. એની મદદથી માનસિક અને શારીરિક તણાવ સામે લડી રહેલા લોકો સરળતાથી પોતાના આરોગ્યને મોનિટર કરી શકે છે. કોઈ બીજા પર નિર્ભર રહેવાની જગ્યાએ રોગી પોતે પોતાનું ધ્યાન રાખી શકે છે.

ઈટલીના પોલીટેકનો ડી મિલાનેની આ શોધમાં પેટમાં ગડબડ વિષે જાણકારી મેળવવા માટે સ્માર્ટફોનમાં બૈલી બટન ઈન્સ્ટ્રુમેન્ટનો પ્રયોગ કરવામાં આવ્યો. પેટ (એબ્ડોમેન) માં આખી રાત થતી ક્રિયાઓને જયારે સ્ટડી કરવામાં આવી, તો એના સિગન્લથી હૃદયના ધબકારા અને સ્ટ્રેસ લેવલને પણ સમજવામાં મદદ મળી છે.

ત્યારબાદ એ સ્પષ્ટ થઈ ગયું કે, સ્માર્ટફોનમાં ઈન્સ્ટ્રુમેન્ટના ઉપયોગથી પણ માનસિક અને શારીરિક તણાવ વિષે જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. એની મદદથી તણાવ વધવા પર એની સાચી ટ્રીટમેન્ટ લેવામાં પણ સરળતા થઈ જશે.

મિત્રો, આ તો થઈ તેના ફાયદાની વાત. પણ આપણે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, હંમેશા તેનો સદુપયોગ જ કરવો જોઈએ. તેમજ આપણા બાળકોને પણ તેનો સદુપયોગ કરતા શીખવાડવું જોઈએ. અને નાના બાળકોને શક્ય હોય ત્યાં સુધી મોબાઈલથી દૂર જ રાખવા જોઈએ. એમને દિવસમાં માત્ર થોડી મિનિટો માટે જ મોબાઈલ આપવો જોઈએ. એમના શારીરિક અને માનસિક વિકાસ માટે એમને ઘરમાં કે ઘરની બહાર મોબાઈલ સિવાય બીજી વસ્તુઓથી રમવા દેવા જોઈએ. અને એમને સારા સંસ્કાર આપવા જોઈએ, અને સારી આદતો શીખવાડવી જોઈએ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.