સારી ઊંઘ સાથે ઈચ્છો છો તેજ મગજ? ગુલાબની સુગંધમાં છુપાયેલા છે કેટલાક રહસ્ય

ગુલાબની સુગંધ સારી રીતે ભણવા અને ઊંઘની ગુણવત્તામાં સુધારો લાવવામાં મદદગાર સાબિત થાય છે. અને એવું અમે નહિ કહી રહ્યા, પણ એક નવી શોધમાં આ વાત સામે આવી છે. પત્રિકા ‘સાઈંટિફિક રિપોર્ટ્સ’ માં પ્રકાશિત અધ્યયન મુજબ, અંગ્રેજી શબ્દાવલી શીખવા વાળા બે વર્ગોના વિદ્યાર્થીઓ પર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાંથી એક વિદ્યાર્થી વર્ગે ગુલાબની સુગંધ સાથે અંગેજી શીખ્યું અને એક વિદ્યાર્થી વર્ગે તેના વગર.

જર્મનીમાં આવેલી યુનિવર્સીટી ઓફ ફ્રીબર્ગમાં થયેલી આ શોધના પ્રમુખ જુર્ગમ કોર્નમીયરે કહ્યું, અમે જોયું કે સુગંધનો સહાયક પ્રભાવ રોજિંદા જીવનમાં ઘણી મજબુતીથી કામ કરે છે, અને તેને લક્ષિત (ધારેલી) રીતે ઉપયોગમાં લઈ શકાય છે. ફર્સ્ટ ઓથાર અને સ્ટુડન્ટ ટીચર ફ્રાંજિસ્કા ન્યુમૈનની શોધ માટે દક્ષિણ જર્મનીની એક સ્કૂલના છઠ્ઠા ધોરણના બે વર્ગોના 54 વિદ્યાર્થીઓ પર આને લઈને પ્રયોગ કર્યો.

પરીક્ષણ સમૂહે યુવા પ્રતિભાગીઓને અંગ્રેજી શબ્દાવલી શીખવા દરમિયાન ઘરે પોતાના ટેબલ પર ગુલાબવાળી સુગંધિત અગરબત્તી લગાવવાનું કહ્યું. સાથે જ રાત્રે પાથરીની બાજુમાં બેડસાઈડ ટેબલ પર પણ એવું જ કરવા માટે કહેવામાં આવ્યું.

એક અન્ય પ્રયોગમાં સ્કૂલમાં અંગ્રેજીની ટેસ્ટ દરમિયાન તેમના ટેબલની નજીક ધૂપ બત્તી લગાવવાનું પણ કહ્યું હતું. પરિણામોની તુલના પરીક્ષણ પરિણામો સાથે કરવામાં આવી, જેમાં એક અથવા વધારે ચરણો દરમિયાન કોઈ પણ પ્રકારની અગરબત્તીનો ઉપયોગ નહિ કરવામાં આવ્યો હતો. ન્યુમૈને કહ્યું, ‘જયારે ઊંઘતા અને ભણતા સમયે નજીકમાં અગરબત્તીનો પ્રયોગ કરવામાં આવ્યો, ત્યારે વિદ્યાર્થીઓએ 30 ટકા સાથે ભણતરમાં સફળતા દેખાડી.’

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.