સંસ્કૃતના આ રસિક તથ્ય જે મોટાભાગના ભારતીય જાણતા નથી.

સંસ્કૃત વિશ્વની એક પુરાતત્વ ભાષા છે અને આપણે બધા ભારતીયોને ગર્વ થવો જોઈએ કે સંસ્કૃત ભાષાનું ઉદગમ ભારત વર્ષમાં જ થયું છે, પરંતુ ઘણા દેશ વિરોધી તત્વોએ એવો પ્રચાર કર્યો કે સંસ્કૃત ભાષા માત્ર બ્રાહ્મણ દ્વારા જ વાંચવામાં આવે છે. આ દેશ એકતાને તોડવામાં રચવામાં આવેલું ષડ્યંત્ર જ કહેવાય.

પરંતુ ઈતિહાસ સાક્ષી છે, જેટલા મહાન ગ્રંથ ઉપેક્ષિત વર્ગના ગુરુએ લખ્યા. જેને દરેક હિંદુ પોતાના પણ ગુરુ માને છે અને એમના ગ્રંથોને ગર્વથી આપણા ઘરમાં રાખીએ છીએ. તો તે હવે પ્રશ્ન નથી રહેતો કે સંસ્કૃત માત્ર બ્રાહ્મણ દ્વારા જ વાંચવામાં આવતી હતી અને આમ પણ ભાષા કોઈ એક વર્ગની ગુલામ ક્યારેય નથી રહી, આજે અમે તમને થોડી એવી જાણકારીઓ જણાવી રહ્યા છીએ. જે જાણીને તમને ગર્વ થશે.

1. સંસ્કૃતને બધી ભાષાઓની જનની માનવામાં આવે છે.

2. સંસ્કૃત ઉત્તરાખંડની અધિકારીક ભાષા છે.

3. અરબ લોકોની દખલગીરી પહેલા સંસ્કૃત ભારતની રાષ્ટ્રભાષા હતી.

4. નાસા મુજબ સંસ્કૃત ધરતી ઉપર બોલવામાં આવતી સૌથી સ્પષ્ટ ભાષા છે.

5. સંસ્કૃતમાં દુનિયાની કોઈ પણ ભાષાથી વધુ શબ્દ છે. હાલમાં સંસ્કૃતના શબ્દકોશમાં ૧૦૨ અબજ ૭૮ કરોડ ૫૦ લાખ શબ્દ છે.

6. સંસ્કૃત કોઈ પણ વિષય માટે એક અદ્દભુત ખજાનો છે. જેમ કે હાથી માટે જ સંસ્કૃતમાં ૧૦૦ થી વધુ શબ્દ છે.

7. નાસા પાસે સંસ્કૃતમાં તાડપત્રો ઉપર લખેલી ૬૦,૦૦૦ પાંડુલીપીયો છે. જેની ઉપર નાસા રીસર્ચ કરી રહ્યું છે.

8. ફોબ્રસ મેગેઝીને જુલાઈ, ૧૯૮૭ માં સંસ્કૃતને Computer Software માટે સૌથી ઉત્તમ ભાષા માનવામાં આવી હતી.

9. કોઈ બીજી ભાષાની સરખામણીમાં સંસ્કૃતમાં સૌથી ઓછા શબ્દોમાં વાક્ય પુરા થઇ જાય છે.

10. સંસ્કૃત દુનિયાની એક એવી ભાષા છે, જે બોલવામાં જીભની તમામ માંસપેશીઓનો ઉપયોગ થાય છે. છે ને એક આશ્ચર્યની વાત.

11. અમેરિકન હિંદુ યુનીવર્સીટી મુજબ સંસ્કૃતમાં વાત કરવા વાળા માણસ બીપી, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ વગેરે રોગ માંથી મુક્ત થઇ જશે. સંસ્કૃતમાં વાત કરવાથી માણસ શરીર તંત્રિકા તંત્ર હંમેશા સક્રિય રહે છે. જેથી વ્યક્તિનું શરીર સકારાત્મક આવેશ (PositiveCharges) સાથે સક્રિય થઇ જાય છે.

12. સંસ્કૃત સ્પીચ થેરોપીમાં મદદરૂપ છે, તે એકાગ્રતાને વધારે છે.

13. કર્નાટકના મુત્તુર ગામના લોકો માત્ર સંસ્કૃતમાં જ વાત કરે છે.

14. સુધર્મા સંસ્કૃતનું પહેલું સમાચારપત્ર હતું, જે ૧૯૭૦ માં શરુ થયું હતું. આજે પણ તેનુ ઓનલાઈન સંસ્કરણ ઉપલબ્ધ છે.

15. જર્મનીમાં મોટી સંખ્યામાં સંસ્કૃત ભાષીઓની માગ છે. જર્મનીની ૧૪ યુનીવર્સીટીઝમાં સંસ્કૃત ભણાવવામાં આવે છે.

16. નાસાના વૈજ્ઞાનિકો અંગ્રેજી મુજબ જયારે તે અંતરીક્ષ ટ્રેવલર્સને મેસેજ મોકલતા હતા, તો તેમના વાક્ય ઉંધા ચિત્તા થઇ જતા હતા. તે કારણે મેસેજનો અર્થ બદલાઈ જતો હતો. તેમણે ઘણી ભાષાનો ઉપયોગ કર્યો, પરંતુ દર વખતેએ સમસ્યા આવી. છેવટે તેમણે સંસ્કૃતમાં મેસેજ મોકલ્યો કેમ કે સંસ્કૃતના વાક્ય ઉંધા ચિત્તા થઇ જવાથી પણ તેનો અર્થ નથી બદલાતો. જેમ કે जैसे अहम् विद्यालयं गच्छामि। विद्यालयं गच्छामि अहम्। गच्छामि अहम् विद्यालयं । તે ત્રણેના અર્થમાં કોઈ ફરક નથી.

17. તમને જાણીને નવાઈ થશે કે Computer દ્વારા ગણિતના પ્રશ્નોના ઉકેલ લાવનારી રીત એટલે Algorithms સંસ્કૃતમાં બન્યા છે નહિ કે અંગ્રેજીમાં.

18. નાસાના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવી રહેલા 6th જનરેશન Super Computers સંસ્કૃત ભાષા ઉપર આધારિત હશે, જે ૨૦૩૪ સુધી બનીને તૈયાર થઇ જશે.

19. સંસ્કૃત શીખવાથી મગજ તેજ થઇ જાય છે અને યાદ રાખવાની શક્તિ વધી જાય છે. એટલા માટે London અને Ireland ના ઘણા સ્કૂલોમાં સંસ્કૃતને Compulsory Subject બનાવી દીધું છે.

20. આ સમયે દુનિયાના ૧૭ થી વધુ દેશોની ઓછામાં ઓછી એક University માં ટેકનીકલી શિક્ષણના કોર્ષમાં સંસ્કૃત ભણાવવામાં આવે છે. સંસ્કૃત વિષે આ ૨૦ તથ્ય જાણીને તમને ભારતીય હોવાનો ગર્વ થશે. જય હિન્દ…

આ માહિતી ધ ઇન્ડિયન પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.