સો સો સલામ : એક કરોડની ઓફરને ઠોકર મારીને BSF જવાને પકડી પાકિસ્તાનથી આવેલી 200 કરોડની ડ્રગ્સ

દેશની સરહદ ઉપર હંમેશા નશાના સોદાગરો સક્રિય રહે છે, પછી ભલે તે પંજાબ હોય, રાજસ્થાન હોય કે પછી જમ્મુ અને કાશ્મીર. ખાસ કરીને હાલમાં જ પોલીસ અને BSF ના J&K માં એક વખત ફરી સરહદ પારથી આવી રહેલા નશાના જથ્થાને પકડ્યો છે.

સંયુક્ત કાર્યવાહીમાં ટ્રક દ્વારા મોકલવામાં આવી રહેલા ૨૦૦ કરોડ ના હેરોઈન અને બ્રાઉન શુગર જપ્ત કરવામાં આવ્યું છે. ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે. સુત્રો ના જણાવ્યા મુજબ ટ્રક ડ્રાઈવર એ BSF જવાનને એક કરોડની લાંચ આપવાની વાત કરી હતી, પરંતુ BSF જવાન એ તે લેવાની ના કહી દીધી. BSF જવાન એ પછી મીડિયાને જણાવ્યું કે તેને ૧ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ પૈસાથી મોટો દેશ છે. એક કરોડ લઇને તે કરોડો યુવાનોનું જીવન અને દેશના ભવિષ્યને જોખમમાં નથી મૂકી શકતો. પોલીસ અને સુરક્ષા ટુકડી દ્વારા સરહદ પાર થી આવતા નશીલા પદાર્થો ની હેરાફેરી અટકાવવા માટે અવાર નવાર અભિયાન ચલાવવામાં આવે છે. બારામુલા પોલીસ અને સુરક્ષા ટુકડી એ સંયુક્ત કાર્યવાહી હેઠળ ભારત આવી રહેલા એક ટ્રક માંથી ૨૫ કિલો નારકોટીક્સ ડ્રગ્સ જપ્ત કર્યું છે.

આ ડ્રગ્સ ક્રોસબોર્ડર ટ્રેડ ના ઉદેશ્ય થી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માંથી ભારત મોકલવામાં આવી રહ્યું હતું. પોલીસ એ આરોપી ટ્રક ના ડ્રાઈવર ની ધરપકડ કરી લીધી છે. પોલીસ તેની પુછપરછ કરી રહી છે. થોડા દિવસો પહેલા પણ પંજાબ માં પાકિસ્તાન થી આવેલી હેરોઈન ની હેરાફેરી સામે આવી હતી. પોલીસ એ બે વ્યક્તિ ની ધરપકડ કરી તેની પાસે થી એક કિલો હેરોઈન જપ્ત કરી હતી. જપ્ત કરવામાં આવેલી હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ પાંચ સો કરોડ રૂપિયા ગણવામાં આવી રહી હતી.

સરહદ પાર થી નશા ના સોદાગર નશાની હેરાફેરી માટે નવી નવી રીતો શોધતા રહે છે. હાલ માં જ સમાચાર સામે આવ્યા હતા કે પાકિસ્તાની હેરાફેરી કરવા વાળા નશા નો જથ્થો ભારત પહોચાડવા માટે સિંચાઈ ના સાધનો નો ઉપયોગ કરી રહ્યા છે. સાથે જ તે ડ્રગ્સ ના મોટા પેકેટ ને બદલે નાના પેકેટ ભારત માં મોકલી રહ્યા છે, જેને પકડવા થોડા મુશ્કેલ હોય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.