પિતાએ દીકરીના લગ્નના કાર્ડ પર કંઈક એવું લખાવી દીધું કે જેને વાંચીને દંગ રહી જશો

સામાન્ય રીતે લગ્નનની કંકોત્રી ઘણી અંગત હોય છે. અને એમાં લોકો વર-વધુના પરિચય સાથે વ્યક્તિગત જાણકારીઓ પણ જાહેર કરે છે. પણ હાલમાં જ યુપીમાં લગ્નની એક એવી કંકોત્રી છપાઈ છે, જેમાં એવું લખ્યું છે જે આજકાલ ચર્ચાનો વિષય બની ગયું છે. હકીકતમાં આ કંકોત્રી પર લગ્ન સંબંધિત જાણકારીઓની સાથે સાથે સામાજિક સંદેશ પણ લખવામાં આવ્યો છે. એવામાં હવે આ કંકોત્રી ચર્ચાઓમાં છવાઈ ગઈ છે. ચાલો જણાવીએ કે આ કંકોત્રીમાં શું લખ્યું છે.

આમ પણ આજકાલ લગ્નમાં કંઈક અલગ અને બીજા બધાથી ભિન્ન કરવાનું ચલણ ચાલે છે. લોકો ડેસ્ટિનેશન વેડિંગથી લઈને લગ્નના ડ્રેસ અને રીતને લઈને ઘણા નવા પ્રયોગ કરી રહ્યા છે. પણ યુપીમાં લગ્નની કંકોત્રીને લઈને કંઈક એવું કરવામાં આવ્યું છે જે સમાજ માટે એક ઉદાહરણ બની ગયું છે.

હકીકતમાં યુપીના કનૌજ જિલ્લામાં એક પિતાએ દીકરીના લગ્નની કંકોત્રી પર લગ્નની જરૂરી જાણકારી છપાવવાની સાથે સાથે એક સામાજિક સંદેશો પણ લખ્યો છે. કનૌજના તાલગ્રામના એક ખેડૂત પિતાએ દીકરીના લગ્નની કંકોત્રી પર સામાજિક સંદેશો પણ લખ્યો છે, અને એ છે ‘દારૂ પીવાની સખત મનાઈ છે.’ એવામાં એમના આ પગલાંથી ચારેય તરફ એમની પ્રશંસા થઇ રહી છે. એક પિતાની ફરજની સાથે સાથે એ ખેડૂતે જે સામાજિક દાયિત્વ ભજવવાનો પ્રયત્ન કર્યો છે, એનાથી બધા લોકો એમની પ્રશંસા કરી રહ્યા છે. આ રીતે તે આખાક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની ગયા છે.

કનૌજના તાલગ્રામના અવધેશ ચંદ્રનું કહેવું છે કે એમણે પોતાની દીકરીના લગ્નની કંકોત્રી પર આવું એટલા માટે લખાવ્યું છે, કારણ કે હંમેશા નશામાં લોકો કાર્યક્રમમાં પોતાની મર્યાદા ભૂલી હંગામો કરવા લાગે છે. એવામાં લગ્નના કાર્યક્રમમાં રંગમાં ભંગ થઈ જાય છે. એવામાં અવધેશ ચંદ્રએ દીકરીના લગ્નમાં આમંત્રણ પત્રની સાથે દારૂ ન પીવાની સૂચના પણ આપી દીધી છે.

એવામાં બધા લોકો અવદેશ ચંદ્રએ ભરેલા આ પગલાંની પ્રશંસા કરી રહ્યા છે. અને માનવામાં આવી રહ્યું છે કે જો એવું જ બીજા લોકો પણ કરે છે તો નશા પર અંકુશ લાગી શકે છે. જો કે લોકો જાતે જ દારૂ અને બીજા નશીલા પદાર્થોની વ્યવસ્થા કરે છે. મોટાભાગના લગ્નમાં કોકટેલ પાર્ટી અને અલગથી નશીલા પદાર્થોની વ્યવસ્થા કરવામાં આવે છે. એવામાં એનાથી દારૂના સેવનને પ્રોત્સાહન મળે છે. ત્યાં અવધેશ ચંદ્રએ લગ્નની કંકોત્રી પર એના માટે ચેતવણી લખીને અલગ દૃષ્ટાંત આપવાનો પ્રયત્ન કર્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.