મહિલાઓ શા માટે કરે છે 16 શણગાર? જાણો તેનું ધાર્મિક મહત્વ અને વૈજ્ઞાનિક તથ્ય

જાણો કયા છે તે 16 શણગાર જે મહિલાઓ ને છે ખૂબ પસંદ, સુંદરતાની સાથે શરીર માટે પણ છે ફાયદાકારક.

લગ્ન પછી પતિ માટે સજવું તમામ સ્ત્રીઓને ગમે છે. હિંદુ લગ્ન પછી તો સોળ શણગારની વસ્તુ જ નિર્ધારિત કરી દેવામાં આવી છે જે પહેરવી શુભ માનવામાં આવે છે. ઋગ્વેદમાં પણ સૌભાગ્ય માટે કરવામાં આવી રહેલા સોળ શણગારો વિષે જણાવવામાં આવ્યું છે. પરંતુ શું તમે ક્યારેય આ 16 શણગારના મહત્વ ઉપર ધ્યાન આપ્યું છે? આજે અમે તમને આ તમામ 16 શણગારના નામ, તેનું ધાર્મિક મહત્વ અને તેની પાછળના વૈજ્ઞાનિક તથ્ય જણાવવા જઈ રહ્યા છીએ.

પહેલો શણગાર : બિંદી

બંને ભ્રમર વચ્ચે કપાળમાં લગાડવામાં આવતું કુમકુમનું ચક્ર બિંદી હોય છે. આમ તો હવે મહિલાઓ બજારમાં રહેલા સ્ટીકરનો ઉપયોગ કરે છે. જ્યાં બિંદી લગાવે છે ત્યાં નર્વ પોઈન્ટ હોય છે. માનવામાં આવે છે કે તેનાથી મહિલાઓને એકાગ્ર રહેવામાં મદદ મળે છે.

બીજો શણગાર : સિંદુર

લગ્ન વખતે પહેલી વખત પતિ તેની પત્નીની સેથામાં સિંદુર ભરે છે. ત્યાર પછી મહિલા હંમેશા તેની માંગમાં શણગારી રાખે છે. માનવામાં આવે છે કે મહિલા તેના પતિની લાંબી ઉંમર માટે સેથામાં સિંદુર ભરે છે. કહેવામાં આવે છે કે તેમાં રહેલો રેડ લેડ ઓક્સાઈડથી મગજની નસો નિયંત્રિત રહે છે. સિંદુર મહિલાના શારીરિક તાપમાનને નિયંત્રિત કરી તેને ઠંડક આપે છે અને શાંત રાખે છે.

ત્રીજો શણગાર : કાજળ

કાજળ મહિલાઓની આંખોને સુદંર બનાવે છે જેનાથી તેનું રૂપ નીખરી આવે છે. કાજળ લગાવવાથી સ્ત્રી ઉપર કોઈની ખરાબ નજર નથી લાગતી. માનવામાં આવે છે કે કાજળ આંખોને ઠંડક આપે છે. તેની સાથે નકારાત્મકતા પણ ઓછી થાય છે.

ચોથો શણગાર : મહેંદી

લગ્ન કે કોઈ વ્રત-તહેવારમાં મહિલાઓ તેના પગ અને હાથોમાં મહેંદી લગાવે છે. કહેવામાં આવે છે કે દુલ્હનના હાથોમાં મહેંદી જેટલી ઘાટી આવે છે, તેના પતિ તેને એટલો જ વધુ પ્રેમ કરે છે. સોળ શણગારમાં મહેંદી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મહેંદી દુલ્હનને તનાવથી દુર રહેવામાં મદદ કરે છે. મહેંદીની ઠંડક અને સુગંધ મહિલાઓને ખુશ અને ઉર્જાવાન બનાવી રાખે છે.

પાંચમો શણગાર : લગ્નનો પહેરવેશ

દુલ્હન માટે લગ્નનો પહેરવેશ સૌથી મોટો સૌથી જરૂરી શણગારમાંથી એક છે. તેમાં લાલ, પીળો, ગુલાબી વગેરે રંગને પસંદ કરવામાં આવે છે. લાલ રંગ શુભ, મંગળ અને સૌભાગ્યનું પ્રતિક છે. એટલા માટે શુભ કાર્યમાં લાલ રંગનું સિંદુર, કુમકુમ, લગ્નના પહેરવેશનો ઉપયોગ કરવામાં આવે છે. લાલ રંગ તમારી ભાવનાઓને નિયંત્રિત કરી તમને સ્થિરતા આપે છે.

છઠ્ઠો શણગાર : ગજરો

ગજરો ફૂલો માંથી તૈયાર કરેલો એક પ્રાકૃતિક શણગાર છે. તે મહિલાના વાળ સજાવે છે. ગજરો દુલ્હનને ધીરજ અને તાજગી આપે છે. કહેવામાં આવે છે કે ચમેલીના ફૂલોની સુગંધ દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. ચમેલીની સુંગધ તનાવને દુર કરવામાં મદદરૂપ હોય છે. ફૂલો નો શણગાર દક્ષીણ ની મહિલાઓ મા આજેપણ ફેશન મા વણાઈ ગયો છે.

સાતમો શણગાર : સેંથા ટીકા

આ સોના, ચાંદી, હીરા, મોતી વગેરે માંથી બનેલા ઘરેણા છે જે મહિલાના સેંથામાં પહેરે છે. એવી માન્યતા છે કે નવવધુના સેંથા ટીકાની બરોબર વચ્ચે એટલા માટે પહેરવામાં આવે છે કે તે લગ્ન પછી હંમેશા તેના જીવનમાં યોગ્ય અને સીધા રસ્તા ઉપર ચાલે અને તે કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર યોગ્ય નિર્ણય લઇ શકે. વૈજ્ઞાનિક માન્યતાઓ મુજબ સેંથા ટીકા મહિલાઓના શારીરિક તાપમાનને નિયંત્રિત કરે છે, જેનાથી તેની સુજબુજ અને નિર્ણય લેવાની ક્ષમતા વધે છે.

આઠમો શણગાર : નથ

લગ્ન વખતે નવવધુને નથ પહેરાવવામાં આવે છે. એવી માન્યતા છે કે સૌભાગ્યવતી સ્ત્રીના નથ પહેરવાથી પતિના આરોગ્ય અને ધન-ધાન્યમાં વૃદ્ધી થાય છે. કહે છે નથ પહેરવાનો સીધો સંબંધ મહિલાઓના ગર્ભાશયને થાય છે. નાકની કેટલીક નસ ગર્ભ સાથે જોડાયેલી હોય છે જેના કારણે ડીલીવરી વખતે ઓછું દર્દ સહન કરવું પડે છે.

નવમું શણગાર : કર્ણફૂલ (ઈયરીંગ)

કાનમાં પહેરવામાં આવતું આ ઘરેણું ઘણા પ્રકારની સુદંર ડીઝાઇનમાં હોય છે. એવી માન્યતા છે કે લગ્ન પછી વહુ બીજાની, ખાસ કરીને પતિ અને સાસરીયા વાળાની બુરાઈ કરવા અને સાંભળવાથી દુર રહેવું જોઈએ. માનવામાં આવે છે કે કાનની બહારના ભાગમાં ઘણા એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે. ઘરેણાથી પડતા દબાણથી કીડની અને બ્લેન્ડર સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.

દશમું શણગાર : મંગળસૂત્ર

મંગળસૂત્ર લગ્ન વખતે વરરાજા દ્વારા દુલ્હનના ગળામાં પહેરાવવામાં આવે છે અને ત્યાર પછી જ્યાં સુધી મહિલા સૌભાગ્યવતી રહે છે, ત્યાં સુધી તે સતત મંગળસૂત્ર પહેરે છે. મંગળસૂત્ર પતિ પત્નીને જીવનભર એકસૂત્રથી બાંધી રાખે છે. એવી માન્યતા છે કે મંગળસૂત્ર સકારાત્મક ઉર્જાથી નિર્મિત હોય છે અને સોનું શરીરમાં બળ અને ઓજ વધારવા વાળી ધાતુ છે.

અગ્યારમુ શણગાર : બાજુબંધ

તે હાથના ઉપરના ભાગમાં પહેરવામાં આવતું ઘરેણું છે. બાજુબંધ સોના, ચાંદી, કુંદન કે બીજી કિંમતી ધાતુ કે પત્થર માંથી બનેલા હોય છે. પહેલા પરણિત સ્ત્રીઓને હંમેશા બાજુબંધ પહેરવું ફરજીયાત માનવામાં આવતું હતું અને તે સાંપની આકૃતિમાં હોય છે. એવી માન્યતા છે કે સ્ત્રીઓના બાજુબંધ પહેરવાથી કુટુંબના ધનનું રક્ષણ થતું. બાજુબંધ બાજુ ઉપર યોગ્ય પ્રમાણમાં દબાણ આપીને રક્તસંચાર વધારવામાં મદદ કરે છે.

બારમો શણગાર : બંગડી અને ચૂડીઓ

બંગડી દરેક પરણિત સ્ત્રી નો સૌથી મહત્વનો શણગાર છે. મહિલાઓ માટે કાંચ, લાખ, સોના, ચાંદીની બંગડીઓ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બંગડીઓ પતિ-પત્નીનું ભાગ્ય અને પૂર્ણતાનું પ્રતિક છે. ચૂડીઓનો સંબંધ ચંદ્રમાં સાથે પણ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે મહિલાઓના બ્લડ પ્રેશરને સારું રાખવામાં પણ બંગડીઓ મદદરૂપ બને છે.

તેરમુ શણગાર : વીંટી

લગ્નના થોડા દિવસો પહેલા સગાઈની એક વિધિ કરવામાં આવે છે. જેમાં વર-વધુ એક બીજાને વીંટી પહેરાવે છે. વીંટી પહેરાવવાનો ઉલ્લેખ પ્રાચીન ધર્મ ગ્રંથ રામાયણમાં પણ છે. વીંટીને સદીઓથી પતિ-પત્નીના આંતરિક પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે. વીંટી પતિ-પત્નીના પ્રેમનું પ્રતિક હોય છે, તે પહેરવાથી પતિ-પત્નીના હ્રદયમાં એક બીજા માટે હંમેશા પ્રેમ જળવાઈ રહે છે. અનામિકા આંગળીની નસ સીધી હ્રદય અને મગજ સાથે જોડાયેલી હોય છે, તેની ઉપર પ્રેશર પડવાથી હ્રદય અને મગજ સ્વસ્થ રહે છે.

ચૌદમુ શણગાર : કમરબંધ

કમરબંધ ધાતુ અને અલગ અલગ પ્રકારના મુલ્યવાન પત્થરો માંથી મળીને બનેલું હોય છે. કમરબંધ નાભીના ઉપરના ભાગમાં બાંધવામાં આવે છે. તેનાથી તેની કાયા વધુ આકર્ષક દેખાય છે. કમરબંધ એ વાતનું પ્રતિક છે કે પરણિત હવે તેના ઘરની સ્વામીની છે. માનવામાં આવે છે કે ચાંદીના કમરબંધ પહેરવાથી મહિલાઓની માહમારી અને ગર્ભવસ્થામાં થતા તમામ પ્રકારની પીડા માંથી રાહત મળે છે.

પંદરમુ શણગાર : બિછુઆ/વીંછીયા

પરણિત મહિલાઓ પગની આંગળીઓમાં વિછીયા પહેરે છે. એવી માન્યતા છે કે વિછીયા પહેરવાથી મહિલાઓનું આરોગ્ય સારું રહે છે અને ઘરમાં પૂર્ણતા જળવાઈ રહે છે. વિછીયા પહેરવાથી મહિલાઓનું બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે.

સોળમું શણગાર : પાયલ ઝાંઝર

લગ્નમાં પહેરવામાં આવતા ઘરેણાના મધુર અવાજથી ઘરના દરેક સભ્યને નવવધુના આવવાના સંકેત મળે છે. જુના જમાનામાં પાયલના ઝણકારથી ઘરના વૃદ્ધ પુરુષ સભ્યોને જાણ થતી હતી કે વહુ આવી રહી છે અને તે તેના રસ્તા માંથી દુર થઇ જતા હતા. માનવામાં આવે છે કે પાયલ સાઈટીકામાં રાહત આપે છે. તેનાથી સોજાયેલી એડીઓમાં રાહત મળે છે.

આ માહિતી નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.