સોડા પીવા વાળી વ્યક્તિ મુર્ખ થી પણ વધુ મહામુર્ખ છે. ક્યારેય નાં પીશો સોડા જાણો કેમ

દોસ્તો આજે આપણે વાત કરીશું સોડાની. એ જ સોડા જેને ઘણાં લોકો દારુ વગેરે માં મેળવીને પીવે છે તો ઘણા લોકો ડાયરેક્ટ પણ પીવે છે. તો ઘણા લોકો ભોજન બાદ ખાવાનું પચાવવા માટે પણ પીએ છે.

મહારાષ્ટ્રમાં એક જગ્યાએ રાજીવભાઇ વ્યાખ્યાન આપી રહ્યા હતા ત્યારે એક ભાઇએ સવાલ કર્યો કે સોડા પી શકાય કે કેમ ? તો જાણો રાજીવભાઇએ શું જવાબ આપ્યો.

રાજીવભાઇ નો જવાબ – ભાઈ સોડા તો આપણે ક્યારેય પણ ન પીવી જોઈએ. સોડા પીવું તો ખૂબ જ ખરાબ છે. સોડાનો મતલબ એ છે કે કાર્બન ડાયોક્સાઇડ મેળવેલું પાણી. તમને તો ખબર જ છે કે આપણું શરીર ઓક્સીજન અંદર ખેંચે છે અને કાર્બનડાયોક્સાઇડ બહાર નીકાળે છે. આ પ્રોસેસ ૨૪ કલાક ચાલે છે. કાર્બન ડાયોક્સાઇડ એટલે ઝેર. જેને શરીરની બહાર કાઢવાની ક્રિયા આપણું શરીર હંમેશા કરે છે. જો તમે કાર્બનડાયોક્સાઇડ મેળવેલું પાણી પીશો તો તમે મૂર્ખ થી પણ વધારે મહામૂર્ખ છો.

ઘણા લોકો એવું કહે છે કે ગેસની તકલીફના લીધે તેઓ સોડા પીવે છે. તમે ગેસની તકલીફ દૂર કરો. નાકે ગેસની તકલીફ સારી કરવા માટે ગેસ જ પીઓ. તમે એક સરળ ભાષામાં સમજો કે જો આગ લાગી હોય તો તમે આગ લગાવશો કે એ આગને શાંત કરશો ? માટે તમને જો ગેસની તકલીફ છે તો તમે ગેસને દૂર કરો ન કે ગેસ પીઓ.

સોડા પીવું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે આપણે સૌ આના વિશે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ. પરંતુ કયા કારણોસર એ આપણા માટે હાનિકારક છે આ વાત તમારે જરૂર જાણવી જોઈએ. તો આ છે સોડા ન પીવાના ૧૫ કારણો

૧. એ માત્ર દાંતમાં સડો પેદા નથી કરતું પરંતુ તેમાં અત્યાધિક માત્રામાં રહેલ ખાંડ કેલરીની માત્રા વધારીને મોટાપાનું કારણ બને છે તેમ જ શરીરનું વજન વધારવાનું કામ કરે છે.

૨. માત્ર સોડા જ નહીં પરંતુ ડ્રિન્કિંગ સોડા જે બોટલ અથવા કેનમાં બજારમાં મળે છે તે પણ હાનિકારક છે. તેમાં ટોક્સિક કેમિકલ બીસ્ફેનોલ હોય છે જે માત્ર એક નહીં પરંતુ ઘણા બધા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો પેદા કરે છે.

૩. તેમાં ખુબ જ અધિક માત્રમાં ખાંડ હોય છે. સોડામાં મળેલા ૨૦ અંશની માત્રા લગભગ ૨૦ મોટી ચમચી ખાંડની બરાબર હોય છે.

૪. જો તમે કેલેરી ઓછી કરવાની લાલચમાં ડાયટ સોડા લેવાનું પસંદ કરો છો તો જાણી લો કે આ પણ તમારી કિડનીની કાર્યક્ષમતાને ઓછી કરે છે.

૫. સોડા પીવાની આદત પડવી તો ઘણું જ ખતરનાક છે. દરરોજ ડ્રિંકિંગ સોડાનું સેવન તમારી માટે ડાયાબિટીસના ખતરાને ૨૫ ટકા વધારી દે છે.

૬. ૨0 અંશ સોડા એટલે કે ૨૪૦ કેલરી બર્ન કરવા માટે તમારે દર વખતે સોડા પીધા પછી લગભગ એક કલાક સુધી ચાલવાની જરૂર પડે છે.

૭. સોડામાં રહેલ ફોસ્ફરિક એસિડ તમારા હાડકામાં રહેલી કેલ્શિયમનો નાશ કરે છે. એટલું જ નહીં પરંતુ હાડકામાં રહેલ ઘનત્વને પણ ઓછું કરી દે છે.

૮. દરરોજ સોડા પીવાની આદત તમારા મેટાબોલિઝમને પરિવર્તિત કરવામાં ઘણી હદ સુધી પ્રભાવિત થઇ જાય છે અને વજન ઓછું કરવું ખૂબ જ અઘરું થઈ જાય છે.

૯. સોડાની અત્યાંધિક માત્રા કે અધિક સેવન અસ્થમાં તેમજ શ્વસનતંત્રને પ્રભાવિત કરે છે. જેનાથી શ્વસન સંબંધી રોગોની સંભાવના વધી જાય છે.

૧૦. સોડા પીવાથી હૃદય સંબંધી સમસ્યાઓની સંભાવના વધી જાય છે. જે લોકો પહેલાથી હૃદય સંબંધી સમસ્યાથી પીડિત છે તેઓ માટે સોડા પીવું વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.

૧૧. ડ્રિંકિંગ સોડા લગાદાર તમારા લીવરને પ્રભાવિત કરે છે અને એ લીવર માટે એટલું જ નુકસાનકારક છે જેટલું આલ્કોહોલ. તેમાં રહેલા ફેટી લિવર એસિડ ખૂબ જ ઘાતક હોય છે.

૧૨. ડાયટ સોડા વજન ઓછું કરવા કરતાં વજન વધારવામાં વધું મદદગાર સાબિત થાય છે. એનું સેવન કરવાવાળા લોકોમાં , સેવન ન કરવાવાળા લોકો કરતાં વજન વધવાનો ખતરો વધારે હોય છે.

ડ્રિંકમાં સોડા શું કામ નાંખવા ના જોઈએ.

૧. સોડામાં આર્ટિફિશિયલ સ્વીટનર હોય છે. જેની કેલેરી ખૂબ જ વધારે હોય છે. તે ભૂખને વધારે છે અને એક રીતે તે કેન્સરને આમંત્રણ આપતું પદાર્થ પણ સાબિત થયો છે.

૨. તેમાં રહેલ સોડિયમ બ્લડ પ્રેશરને વધારી દે છે. અને બ્લડ પ્રેશર વધવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

૩. સોડા શરીર માટે નુકસાનકારક છે કારણ કે તેમાં ખુબ જ માત્રામાં કેલરી હોય છે. તેને પીવાથી મોટાપો વધી શકે છે તેમજ ડાયાબિટીસનો ખતરો પણ વધી શકે છે.

૪. સોડા એટલે પણ ન પીવું જોઈએ કારણ કે તે હાડકાને નબળા બનાવી દે છે. એવું કહેવાય છે કે સોડામાં એવા તત્વો હોય છે જે હાડકાને મુલાયમ બનાવી દે છે અને કેલ્શિયમ ઓછું કરી દે છે.

૫. સોડા ડિહાઇડ્રેશન પેદા કરે છે. તેમાં સોડિયમ હોવાના લીધે ડિહાઈડ્રેશન થઈ જાય છે.

વિડીયો