ખુબ જ ક્યૂટ અંદાજમાં ‘ગાયત્રી મંત્ર’ ગાતા જોવા મળી સોહા અલી ખાનની દીકરી ઈનાયા, વિડિઓ થયો વાયરલ

બાળકોથી વધારે પ્રિય અને ક્યૂટ વસ્તુ આ દુનિયામાં બીજું કોઈ નથી. તે જે પણ કરે છે, જેવું પણ કરે છે તે જોવામાં ખુબ મજા આવે છે. ખાસ કરીને તેમનો બોલવાનો અંદાજ ખુબ જ પ્રેમાળ અને નિર્દોષતા ભર્યો હોય છે. પછી ભલે તે કોઈ ગીત ગાય કે પછી કવિતા સંભળાવવા લાગે, તેમના મોં માંથી નીકળતો દરેક શબ્દ મધ જેવો મીઠો હોય છે. એવું મન કરે છે કે, આ બાળકોની વાતો આખો દિવસ સાંભળતા જ રહીએ.

એમને જોઈને આપણે પોતાની દરેક સમસ્યાઓ ભૂલી જઈએ છીએ. આ વાતથી સંબંધિત એક વિડીયો આજે અમે તમને દેખાડવા જઈ રહ્યા છીએ. આ વિડીયોમાં કુણાલ ખેમુ અને સોહા અલી ખાનની દીકરી ઈનાયા ગાયત્રી મંત્ર બોલતા દેખાઈ રહી છે.

જેવું કે તમને ખબર છે કે, થોડા દિવસો પહેલા આખા દેશમાં ભાઈબીજનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ દરમિયાન બહેનોએ પોતાના ભાઈઓની આરતી ઉતારી અને તેમને તિલક પણ લગાવ્યું. એવું જ કુણાલ ખેમુની બહેન પણ કરી રહી હતી. ભાઈબીજના તહેવાર પર કુણાલ ખેમુની બહેન તેમની આરતી ઉતારી રહી હતી અને તિલક કરી રહી હતી. આ દરમિયાન તે ગાયત્રી મંત્ર બોલી રહી હતી. ત્યારે કુણાલની ક્યૂટ દીકરી ઈનાયા પણ ત્યાં હાજર હતી. એવામાં તે પણ પોતાની ફોઈની નકલ કરતા ખુબ ક્યૂટ અંદાજમાં ગાયત્રી મંત્ર બોલતા દેખાઈ રહી છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ઈનાયાની ઉંમર હમણાં ફક્ત 2 વર્ષ છે. તે સોશિયલ મીડિયામાં ખુબ પ્રખ્યાત છે. એવામાં આટલી ઓછી ઉંમરમાં ગાયત્રી મંત્ર યાદ રહેવું ખુબ મોટી વાત છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર ઈનાયાના ખુબ વખાણ થાય છે.

લોકોને આ વાત પસંદ આવી કે સેલિબ્રિટી હોવા છતાં અને એક મુસ્લિમ મહિલા સાથે લગ્ન કરવા છતાં પણ કુણાલે પોતાની દીકરી ઈનાયાને ગાયત્રી મંત્ર યાદ રખાવ્યું. આ વીડિયોને કૃણાલે પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેયર કર્યો હતો. આને શેયર કરતા તેમણે કૈપશનમાં લખ્યું “ચલીએ ઇસ ભાઈદૂજ રોશની ફૈલાએ.”

હવે ઈન્ટરનેટ પર આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઈનાયાએ જે ક્યૂટ અંદાજમાં આ ગાયત્રી મંત્રને બોલ્યો છે તેણે લોકોનું દિલ જીતી દીધું છે. આ વીડિયોને હજારોની સંખ્યામાં લાઈક મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ સોહા અલી ખાને દીકરી ઈનાયાના દિવાળી સેલિબ્રેશનના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં શેયર કર્યા હતા. આ ફોટોમાં ઈનાયાએ ગુલાબી અને સફેદ રંગનો લહેંગો પહેર્યો હતો.

ઈનાયા તૈમુરની પિતરાઈ બહેન છે. જેવી રીતે તૈમુર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલો રહે છે, હવે તે જ દિશામાં તેની બહેન ઈનાયા આગળ વધી રહી છે. ઈનાયાની ક્યુટનેસ પણ તૈમુરથી ઓછી નથી. થોડા સમય પહેલા આ બંને દિવાળીના તહેવાર પર સાથે પણ દેખાયા હતા. આ બંને એકબીજા સાથે જયારે પણ મળે છે ખુબ મસ્તી કરે છે. તો ચાલો તમને પણ દેખાડી દઈએ આ ક્યૂટ વાયરલ વિડીયો.

જુઓ વિડીયો :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.