વિડીયો : ઘરની બહાર જ સોહેલને મારવા લાગ્યા છોકરાઓ, બચાવવા આવેલા સલમાન ખાનની પણ થઇ ગઈ ધોલાઈ

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના એક શો દરમિયાન પોતાના અંગત જીવન સાથે જોડાયેલા થોડા કિસ્સા તાજા થયા. તે દરમિયાન સલમાન ખાને એક એવી વાતનો ખુલાસો કર્યો જો કે ઘણો ચોંકાવનારો છે. આ શો દરમિયાન સલમાન ખાન સાથે તેમના મોટા ભાઈ અરબાજ ખાન અને સોહેલ પણ હાજર હતા. જેમ કે તમે બધા જાણો છો કે સલમાન અરબાઝ અને સોહેલ વચ્ચે ઘણો પ્રેમ છે, અને ત્રણે ભાઈઓએ મળીને અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો બનાવી છે અને તેમાં સાથે કામ પણ કર્યુ છે.

શો માં વાતચીત દરમિયાન સલમાન, સોહેલ અને અરબાઝના બાળપણના ઘણા બધા કિસ્સા સાંભળવા મળ્યા. બાળપણની એવી જ એક ઘટનાનું વર્ણન કરતા સોહેલ ખાને જણાવ્યું, કે એક વખત તેના ઘરની નીચે જ તેને થોડા છોકરાઓ એ માર્યો અને ત્યારે સલમાન ખાન તેને બચાવવા આવ્યો.

તેમણે આગળ જણાવ્યું કે તે સમયે સલમાન ખાનની પણ ધોલાઈ થઇ ગઈ હતી. સોહેલએ જણાવ્યું હું બેંડસ્ટેંડ તરફ તરફથી પાછો ફરી રહ્યો હતો, તે સમયે ઘરની નીચે થોડા છોકરાઓની ટોળકી ઉભી હતી તેમાંથી એક છોકરો અટેંશન માટે ગાળો દેવા લાગ્યો. મેં વિચાર્યુ કે જઈને વાત કરું, કારણ કે એક જ વ્યક્તિ તો છે.

ત્યાર પછી મેં તેને જઈને પૂછ્યું ગાળો કેમ આપી રહ્યો છે, તો ત્યાં ૫-૬ લોકો બીજા પણ આવી ગયા. ત્યાર પછી તેમણે મારી સાથે મારપીટ શરુ કરી દીધી. ત્યાર પછી સલમાન આવ્યા અને તેની પણ ધોલાઈ થઇ. સલમાનએ જણાવ્યું કે પછી તે અમારાથી ઘણી માર ખાઈને ગયા.

સલમાનએ જણાવ્યું કે મને એક વ્યક્તિએ પાછળથી લાકડી મારી હતી, તે સમયે મારું જે રીએક્શન હતું તે આજે પણ યાદ છે. સલમાન અરબાજ અને સોહેલ કપિલ શર્મા ના નવા શો ‘ધ કપિલ શર્મા શો’ માં આવ્યા હતા. જ્યાં ત્રણે ભાઈઓએ કપિલ શર્મા સાથે મળીને ઘણી મસ્તી કરી. આ શો માં એમની સાથે એમના પિતા સલીમ ખાન પણ આવ્યા હતા. તેમણે પણ એવા રમુજી કિસ્સા લોકોને જણાવ્યા જે લોકો જાણતા જ ન હતા. એમની વાતો સાંભળીને લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા હતા.

વીડિઓ : (વિડીયો લોડ થવામાં સમય લાગી શકે છે, રાહ જોવા વિનંતી.)

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.