ગામડા ની ૧૧ માં ની વિદ્યાર્થીની એ બનાવ્યું વીજળી વિના સોલર શક્તિ થી ચાલતું AC

આધુનિક સમયમાં નવી નવી શોધ કરવામાં આવે છે, જેના કારણે આપણને બધા પ્રકારની સુવિધાઓ સરળતાથી અને ઝડપી મળી રહી છે, તેમાંથી એક છે એસી. એસી હવે બધી જગ્યાએ ઉપયોગ થાય છે, ઓફીસ, ઘર થી લઈને ગરમી અને ઠંડીમાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. આ સુવિધાઓ આપણને સરળતાથી તો મળી રહે છે પણ તેની માટે નાણા પણ વધુ ચુકવવા પડે છે.

કહે છે કુશળતા ગામડાયો જ વસે છે યુપીના ઝાંસી માં રહેવાવાળા ૧૧ માની વિદ્યાર્થીની કલ્યાણી એ મીની એસી બનાવીને બધાને અચરજમાં મૂકી દીધા છે. ૧૦૦ રૂપિયા ના રોકાણ થી બનેલું આ એસી ગામના લોકોની જરૂર મુજબ બનાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ એસી સોલર શક્તિ થી ચાલે છે. કલ્યાણીની શોધે દેશ જ નહી દુનિયામાં પ્રસંશા મેળવી છે. મીની એસી ની ટેકનીક જાણવા માટે કલ્યાણી ને જાપાન સરકારે મળવા માટે બોલાવેલ છે.

કેવી રીતે કામ કરે છે એસી :

કલ્યાણી એ આ મીની એયર કન્ડીશનર ને ગામના લોકોની જરૂરત ને ધ્યાનમાં રાખીને બનાવેલ છે. સોલર શક્તિ થી ચલવા વાળું આ એસી સમ્પૂર્ણ રીતે પલ્યુશન ફ્રી છે. કલ્યાણી ના જણાવ્યા મુજબ થર્મોકોલ થી બનેલ આઈસ બોક્ષ માં ૧૨ વોલ્ટ ના ડીસી પંખા થી હવા આપવામાં આવે છે. એલ્બો થી ઠંડી હવા નીકળે છે. તેને એક કલાક ચલાવવાથી ટેમ્પરેચર માં ચાર થી પાચ ડીગ્રી નો ફરક પડે છે.

શિક્ષણ :

કલ્યાણી શ્રી વાસ્તવ લોકમાન્ય તિલક ઇન્ટર કોલેજ માં ૧૧ માં ની વિદ્યાર્થીની છે. કલ્યાણી થોડા દિવસ પહેલા આ પ્રોજેક્ટને કોલેજ કક્ષાએ થયેલી સ્પર્ધામાં રજુ કર્યું હતું. ત્યાંથી સીલેકટ થયા પછી યુપીમાં અને પછી નેશનલ કક્ષાએ દિલ્હીમાં તેને રજુ કરી. દિલ્હી આઈઆઈટી તેના દેશી એસી ની ખુબ જ પ્રસંશા મળી. હવે જાપાન સરકારે ૧૮ એપ્રિલે ક્લ્યાણીને થનાર એક સેમિનાર માટે ત્યાં બોલાવેલ છે.

નામ કર્યું રોશન :

કલ્યાણીની આ શોધથી પરિવાર સાથે સાથે આખી સ્કુલ ખુબ જ ખુશ છે. લોકો નું કહેવું છે કે જો તેના આ પ્રોજેક્ટ ને કોમર્સીયલ રીતે મારકેટ માં ઉતારવામાં આવે તો ઓછા ખર્ચમાં સામાન્ય માણસ માટે આ એસી મોટી રાહત થઇ શકે છે.

વિડીયો

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.