નવા વર્ષને શરુ થયાને હજુ ગણતરીના દિવસો જ પસાર થયા છે, અને હવે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ પણ આવી રહ્યો છે. વર્ષનો પહેલો સૂર્ય ગ્રહણ 5 થી 6 જાન્યુઆરીએ થવાનું છે. અને આ ગ્રહણના સિવાય વર્ષ 2019 માં ત્રણ સૂર્ય ગ્રહણ થશે. પણ આ ગ્રહણ ભારતમાં દેખાવાના નથી અને આનો પ્રભાવ પણ રહેવાનો નથી. આ ગ્રહણનો પ્રભાવ ચીન, જાપાન, કોરિયા અને મંગોલિયામાં દેખાઈ શકે છે.
આ દિવસે બની રહ્યો છે અમાસ, સૂર્ય ગ્રહણ અને શનિવારનો દુર્લભ મહાયોગ. અને એટલું તો તમે જાણો છો કે જયારે તારાઓનું મિલન થાય છે ત્યારે કેટલાક લોકોનું નશીબ ચમકી જાય છે, તો કેટલાક લોકોના નશીબમાં દુઃખ આવે છે. પરંતુ હકીકતમાં ગ્રહોની ચાલ આ વખતે આ રાશિઓ માટે સારા સમાચાર લઈને આવી છે.
આ દિવસે બની રહ્યો છે અમાસ, સૂર્ય ગ્રહણ અને શનિવારનો દુર્લભ મહાયોગ :
વર્ષનું પહેલું ગ્રહણ શનિવારના દિવસે થવાને કારણે આનું મહત્વ ખુબ વધી ગયું છે. આ સૂર્યગ્રહણ ભલે ભારતમાં દેખાવાનું નથી પરંતુ આ દિવસે શનૈશ્ચરી અમાસ હોવાના કારણે આ ગ્રહણ વર્ષનું સૌથી ખાસ ગ્રહણ બને છે. શનૈશ્ચરી અમાસના દિવસે ગ્રહણ થવાને કારણે, આ દિવસે દાન, જપ-પાઠ, મંત્ર અને સ્ત્રોતની સાથે સ્નાન પણ કરવું જોઈએ. આનાથી ગ્રહણનું મહત્વ વધી જાય છે. વર્ષ 2019 ની શરૂઆતનું ગ્રહણ આ વખતે કન્યા લગ્ન, તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં લાગી રહ્યું છે, જે ઘણી બાબતોમાં લાભદાયક સાબિત થઇ શકે છે.
અને જો જોવામાં આવે તો લગ્નેશ બુધ બ્રહસ્પતિ (ગુરુ) ની સાથે પરાક્રમ ભાવમાં વિરાજમાન થઈને ભાગ્ય ભાવને જોય છે. બીજી તરફ આ ગ્રહણ ધન લાભ પર શુક્ર-ચંદ્રની યુતિથી એક આર્થિક સંપન્નતાનો યોગ બની રહ્યો છે. તમારે આ સૂર્યગ્રહણ માટે ઘભરાવવાની જરૂરત નથી. પણ આ રાશિઓ પર ગ્રહણની અસર સારી દેખાઈ રહી છે.
વૃષભ રાશિ : આ રાશિઓના લોકો માટે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ ખુબ લાભદાયક રહેશે, આમાં તેમને ધન લાભની સાથે-સાથે વિદેશ યાત્રાનો યોગ પણ બનતો દેખાઈ રહ્યો છે.
કન્યા રાશિ : આ રાશિ વાળા લોકો માટે નવા વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ સારૂ સાબિત થવાનું છે. જો તમે કંઈક મેળવવા માંગો છો તો આ દિવસે સૂર્યદેવની પ્રાર્થના જરૂર કરો જેનાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય.
કુંભ અને તુલા રાશિ : આ રાશિઓના લોકો પર પણ સૂર્યગ્રહણનો સકારાત્મક પ્રભાવ પાડવાનો છે. જો આ લોકો સૂર્યદેવની આરાધના કરે છે તો તેમને ઘણો સારો લાભ મળી શકે છે.
વર્ષ 2019 માં થશે આ 5 ગ્રહણ :
વર્ષ 2019 માં કુલ 5 ગ્રહણ થશે, જેમાં 3 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ છે. 16 અને 17 જુલાઈએ ખગ્રાસમાં ચંદ્રગ્રહણ લાગશે. ત્યાં 26 ડિસેમ્બરે સૂર્યગ્રહણ થશે, જે ભારતમાં પણ દેખાશે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 5 જાન્યારીએ થશે. તેના પછી ચંદ્રગ્રહણ થશે તે પણ 21 જાન્યુઆરીના દિવસે પરંતુ આ ભારતમાં દેખાશે નહિ.
તેના પછી ત્રીજું ખગ્રાસ સૂર્યગ્રહણ 2 જુલાઈના રોજ થશે અને આ પણ ભારતમાં દેખાશે નહિ. ચોથું ખંગ્રાસ ચંદ્રગ્રહણ 16 જુલાઈના રોજ થશે. આ ભારતમાં દેખાશે. વર્ષ 2019 માં પાંચમું અને છેલ્લું સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરના રોજ થશે પરંતુ આ ગ્રહણ ફક્ત દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં જ દેખાશે.