હિમવર્ષાના કારણે પોતાના જ લગ્નમાં ના પહોંચી શક્યો કશ્મીરમાં નિયુક્ત જવાન, રાહ જોતી રહી નવવધૂ

દેશના રક્ષણ માટે બોર્ડર પર ગોઠવવામાં આવેલ અને હિમાચલ પ્રદેશના મંડી જીલ્લામાં રહેતા ભારતીય સેનાના એક જવાન પોતાના જ લગ્નમાં ન પહોંચી શક્યા. ખાસ કરીને ભારતીય સેનાના આ જવાન આજકાલ કશ્મીરમાં ફરજ બજાવી રહ્યા છે. જમ્મુ કશ્મીરમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત બરફવર્ષા થઇ રહી છે, જેના કારણે આ જવાન ખીણમાં ફસાઈ ગયા.

તે દરમિયન તે જવાનના ઘરમાં લગ્નની વિધિ કરવામાં આવી રહી હતી. ગયા ગુરુવારના દિવસે જાન ઘરેથી નીકળવા માટે તૈયાર હતી, પરંતુ ભારતીય સેનાનો આ જવાન સમયસર પોતાના ઘરે ન પહોંચી શક્યો, જેના કારણે જ લગ્નની તારીખ આગળ વધારવી પડી.

મીડિયાના અહેવાલ મુજબ, આ ઘટના હિમાચલ પ્રદેશના મંડી જીલ્લાના ધર્મપુર ક્ષેત્રની છે. ધર્મપુરના રહેવાસી આ સેનાના જવાનનું નામ સુનીલ છે. જેની ઉંમર ૨૬ વર્ષ છે. તેના લગ્ન ૧૫ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ દલેડમાં નક્કી કરવામાં આવ્યા હતા.

૧૬ જાન્યુઆરીના રોજ જાન દલેડ ગામમાં જવા માટે ખેર ગામથી પ્રસ્થાન કરવાની હતી. લગ્નના કાર્યક્રમ માટે વર અને કન્યા બંનેના પરિવારો દ્વારા પોત પોતાના ઘરોને સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. તે ઉપરાંત લગ્નમાં જે સંબંધિઓને બોલાવવામાં આવ્યા હતા, તે તમામ સંબંધિઓ વરરાજા સુનીલની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

સુનીલે પોતાના લગ્ન માટે ૧ જાન્યુઆરીથી રજા લીધી હતી. અને તે થોડા દિવસો પહેલા જ બાંદીપરામાં રહેલા ટ્રાંજીટ કેમ્પ ઉપર જતો રહ્યો હતો. પરંતુ તે દરમિયાન હવામાન એટલુ ખરાબ હતું કે, તમામ રસ્તા બંધ થઇ ગયા. જેના કારણે જ સુનીલ બાંદીપરામાં ફસાઈ ગયો અને પોતાના જ લગ્નમાં ન પહોંચી શક્યો. જયારે કન્યા અને તેના પરિવારને તે વાતની ખબર પડી કે, સુનીલ હજુ સુધી પોતાના ઘરે નથી આવી શક્યો તો તે બધા તે વાત સાંભળીને ઘણા ઉદાસ થઇ ગયા.

ખાસ કરીને કન્યાના પરિવાર વાળા તે વાતથી ઘણા દુઃખી હતા. સુનીલે શ્રીનગરથી જ કન્યાના પરિવાર વાળા સાથે ફોન ઉપર વાત કરી અને તેને તે માહિતી આપી દીધી કે, ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ ટેકઓફ નથી કરી શકતી. અમે તમને જણાવી દઈએ કે ભારતીય સેનાના આ જવાન સુનીલ કુમાર હજુ પણ ત્યાં ફસાયેલા છે.

કન્યાના કાકા સંજય કુમારે જણાવ્યું કે, બંને પરિવારે લગ્ન માટે તમામ તૈયારીઓ ઘણી જોરદાર રીતે કરી હતી. તેમણે જણાવ્યું કે, લગ્નમાં અમારા તમામ સંબંધિઓ પણ આવી ગયા હતા. તમામ લોકો ઘણી આતુરતા પૂર્વક સુનીલની રાહ જોઈ રહ્યા હતા. તમામ લોકોને તેની ઘણી ચિંતા હતી. તે દેશની સરહદ ઉપર દેશની સેવા અને રક્ષણમાં લાગેલા છે. તે વાતથી અમને બધા લોકોને તેની ઉપર ગર્વ છે.

હવે તો એક માત્ર વિકલ્પ છે કે, લગ્નની તારીખ આગળ વધારી દેવામાં આવે. સિદ્ધપુર પંચાયતના પ્રધાન દલીપ કુમારે જણાવ્યું કે, સુનીલ શ્રીનગર આવી ગયો છે પરંતુ હવામાન ખરાબ હોવાને કારણે જ ફ્લાઈટ ટેકઓફ નથી કરી શકાતી.

તેમણે જણાવ્યું કે, તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને જેવું હવામાન સામાન્ય થઇ જશે તેવા જ તે પોતાના ઘરે આવી જશે. ત્યારે લગ્નની તારીખ ફરીથી નક્કી કરવામાં આવશે. દેશની સેવા કરતા આ જવાનના પોતાના લગ્નમાં ન પહોંચવાની આ ઘટનાએ એક વખત ફરી સાબિત કરી દીધું છે કે, આપણા જવાન દેશની સેવા માટે કેટલો ભોગ આપે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.