થોડીવાર પહેલા જ કરી હતી પત્ની સાથે વાત અને એક કલાક પછી આવ્યા સૈનિકના મોતના સમાચાર

સરકાઘાટ સબ-ડિવિઝનના સુલપુર બહી પંચાયતના સુલપુર ગામના રહેવાસી સેનાના જવાનનું ડ્યુટી દરમિયાન મૃત્યુ થઈ ગયું. જવાન અસમ રાજ્યની સીમા પર સેવા આપી રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, જવાનનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું છે. સ્થાનિક પોલીસના માધ્યમથી પરિવારને આ સૂચના પ્રાપ્ત થઈ છે.

જાણકારી અનુસાર સંતોષ કુમાર (વંશીરામના પુત્ર) અસમમાં ભારતીય સેનાના મેડિકલ કોર યુનિટમાં સૈનિક હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા હતા. સંતોષ કુમારના પરિવાર અનુસાર બુધવારે લગભગ ત્રણ વાગ્યે તેમણે પોતાની પત્ની સાથે વાત કરી હતી. ત્યારે તેમણે તબિયત ખરાબ હોવાની વાત પણ કરી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે, એ પછી તેની તબિયત બગડવા લાગી અને તેને સૈનિક હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યો. સાંજે તેમની પત્નીએ ફરીથી ફોન કર્યો તો હોસ્પિટલના ડોક્ટરે ઉપાડ્યો અને તેને જણાવ્યું કે, તેમની સ્થિતિ ગંભીર છે પણ તે પોતાની તરફથી તેમને ઠીક કરવાના સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે. પણ તેના એક કલાક પછી લગભગ 7 વાગ્યે સંતોષની પત્નીને સેના તરફથી ફોન આવ્યો કે, સંતોષ કુમારનું હાર્ટ અટેકના કારણે મૃત્યુ થઈ ગયું છે. અને તે પછી સુલપુરમાં આવેલા તેમના ઘર અને ગામમાં શોક છવાઈ ગયો.

જવાનની પત્ની આ સાંભળીને બેભાન થઈ ગઈ. ગામમાં સમાચાર મળતા જ સંતોષ કુમારના સ્વજન અસમ માટે રવાના થઈ ગયા હતા. 13 તારીખે આ બનાવ બન્યો હતો અને આજે તેમનો પાર્થિવ દેહ ગામમાં પહોંચવાની આશા છે, જ્યાં સેનાની ટુકડી દ્વારા સૈનિક સમ્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. જવાનની પત્ની એક ખાનગી સ્કૂલમાં ટીચર છે.

જવાન સંતોષ કુમારના આકસ્મિક નિધન પર એસડીએમ જફર ઇકબાલ, મામલતદાર દીનાનાથ યાદવ, પંચાયત પ્રધાન રિંકુ ચંદેલ, અમીં ચંદ, પ્રકાશ ચંદ, સોહન લાલ, ફતહ સિંહ, મેહર સિંહ, પૃથી પાલ ચંદેલ અને ભાગ સિંહ ચંદેલ અને માન સિંહ ચંદેલે દુઃખ વ્યક્ત કર્યું. સાથે જ તેમના પરિવાર પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.