આજે પણ રસ્તા પર ભીખ માંગે છે સુભાષ ચંદ્ર બોઝ સાથે દેશની આઝાદી માટે લડવા વાળો આ સિપાઈ

આજે આપણે આઝાદીની મજા લેતા આપણા ઘરમાં મોટા મોટા મુદ્દાની વાતોને ઘણું સરળતાથી ચર્ચામાં ઉડાડી દઈએ છીએ. પરંતુ ક્યારેય વિચાર્યુ છે કે જેમણે પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશને આઝાદ કરાવ્યો, તેમાંથી જે જીવતા છે, તે કેવી હાલતમાં છે?

એ છે ઝાંસીના રહેવાસી શ્રીપતજી. ૯૩ વર્ષથી પણ વધુ ઉંમર પાર કરી ચુકેલા શ્રીપતજી ઝાંસીમાં આપવામાં આવેલા નેતાજી સુભાષચંદ્ર બોઝજીના ભાષણથી પ્રભાવિત થઇને આઝાદ હિન્દ સેનામાં જોડાઈ ગયા હતા. શ્રીપતજી પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશની આઝાદી માટે લડ્યા. દેશ તો આઝાદ થઇ ગયો, પરંતુ તે પોતે પરિસ્થિતિના હાથમાં ગુલામ થઇ ગયા, અને ગુલામ પણ એવા થયા કે આજે તેને પોતાના જીવનનું ભરણપોષણ કરવા માટે ભીખ સુધી માંગવી પડી રહી છે. એવું નથી કે સ્વતંત્રતા સેનાની શ્રીપતજીની સ્થિતિ પહેલાથી જ ખરાબ હતી. જણાવી દઈએ કે તેમની પાસે ઝાંસીમાં ૭ એકર જમીન, અને એક લાયસન્સ વાળી બંધુક પણ હતી,. તેમનું જીવન સારું ચાલી રહ્યું હતું, પરંતુ નસીબ ફરતા અને આઝાદ હિન્દ ફોજના આ સિપાહીને ગલી ગલીમાં ભટકીને જીવન પસાર કરવા માટે મજબુર કરી દીધા. એક સમયે દેશ માટે લડવા વાળા આ સિપાહી આજે જીવનની તમામ પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે.

શ્રીપતના દીકરા તુલસિયાને નશો કરવાની અને જુગારની એવી ટેવ પડી ગઈ, કે જેથી સારું એવું ચાલી રહેલું જીવન બરબાદ કરી નાખ્યું. જુગાર અને નશાની ટેવમાં તુલસિયા ૭ એકર જમીનની સાથે સાથે બધું વેચતો ગયો, અને ધીમે ધીમે તે કુટુંબ ગરીબ થઇ ગયું. શ્રીપતજીએ તુલસિયાને નશાથી દુર રાખવા માટે ઘણા ઉપાય કર્યા, પરંતુ તુલસિયા નશો અને જુગારમાં એવો ડૂબી ગયો, જેનું પરિણામ આખા કુટુંબને ભોગવવું પડી રહ્યું છે. જ્યાં સુધી હાથ પગ કામ કરી રહ્યા હતા, ત્યાં સુધી ખેતરમાં મજુરી કરતા રહ્યા, પરંતુ જયારે શરીર પણ અસમર્થ થઇ ગયું, ત્યારે નિસહાય થઇને આજે આઝાદ હિન્દ ફોજના આ સિપાહી પોતાનું જીવન ગુજારવા માટે ગલી ગલી ભટકતા ભીખ માંગવા મજબુર થઇ ગયા.

શ્રીપતજી કહે છે કે મારી હાલત જે પણ હોય, પરંતુ મરતા સમય સુધી મારી ઈચ્છા એ રહેશે કે હું મારા દેશના કામમાં આવી શકું. મારું સૌભાગ્ય હતું કે હું નેતાજી સાથે તેમની સેનામાં જોડાયને દેશ માટે લડી શક્યો. શ્રીપતજી આજકાલ પોતાની પત્ની સાથે હંસારીમાં એક ઝુપડીમાં રહે છે. એવું નથી કે આઝાદીની લડાઈમાં લડવા વાળા સેનાનીઓમાં માત્ર એ એકલા છે, એવા બીજા ઘણા ઉદાહરણ છે આપણા દેશમાં, જેમણે દેશ માટે પોતાનું બધું જ લુટાવી દીધું, પરંતુ ભાળ લેવા વાળું કોઈ નથી.

શ્રીપતજીની જેમ બહરાઈચના પ્રયાગપુરમાં રહેવા વાળા ઓરીલાલ ૧૯૪૨ માં બ્રિટીશ સેના છોડીને આઝાદ હિન્દ ફોજમાં જોડાઈ ગયા હતા. ઓરીલાલે બીજા વિશ્વયુદ્ધમાં આઝાદ હિન્દ ફોજ તરફથી રેડહિલ ઇમ્ફાલમાં ઓપરેશન યુજીઓની આગેવાની સંભાળી હતી. ૯૯ વર્ષના થઇ ગયેલા ઓરીલાલનું શરીર જવાબ આપવા લાગ્યું છે. સ્વતંત્રતા સેનાની હોવાને કારણે તેમને પેન્શન તો મળે છે, પરંતુ આ પેન્શનથી તેમના ઘરનું ગુજરાન નથી ચાલી શકતું. જેના માટે તેને ખાવા માટે બીજા સામે હાથ ફેલાવવા પડી રહ્યા છે.

ધોરણ પાંચ સુધી જ અભ્યાસ કરવા વાળા ઓરીલાલ ૧૯૩૯ માં બ્રિટીશ સેનામાં સિપાહી તરીકે ભરતી થઇ ગયા હતા. અંગ્રેજો સાથે કોઈપણ દિવસે તેને પોતાના હિંદુઓને મારવા પડતા હતા. જેના કારણે તે અંદરથી તૂટી ચુક્યા હતા, અને ૧૯૪૨ માં બ્રિટીશ સેનાની નોકરી છોડીને તે આઝાદ હિન્દ ફોજમાં જોડાઈ ગયા. ઓરીલાલ કહે છે કે સંઘર્ષ વચ્ચે જયારે દેશ આઝાદ થયો તો લાગ્યું હતું કે દેશની લડાઈ લડવા વાળામાં સન્માન થશે. પરંતુ લાગે છે કે દેશ આજે પણ ગુલામ છે. પહેલા ૧૦૦ રૂપિયા પેન્શન મળતું હતું. હવે ત્રણ વર્ષથી ચાર હજાર રૂપિયા મળવા લાગ્યું છે, તેનાથી આખા કુટુંબનું ભરણ પોષણ પણ થતું નથી. તેથી તેને લોકો સામે હાથ ફેલાવવો પડી રહ્યો છે.

શું આઝાદીના સિપાહીનું આ ઇનામ છે?

હકીકતમાં એવું કેમ બની રહ્યું છે કે સ્વત્રંતતા સેનાનીઓ જેમના માટે લડ્યા તે તો આઝાદીની હવામાં આગળ વધતા જઈ રહ્યા છે. પરંતુ તેમની હાલત અને સ્થિતિની કોઈને ચિંતા નથી. હકીકતમાં તેમણે કેટલી ખુશી મળતી હશે તે દેશ માં, જેના માટે તેમણે પોતાનું જીવન લુંટાવી દીધું કે દેશ આઝાદ થઇ શકે. અને દેશ આઝાદ તો થયો પરંતુ તેમની હાલત એક ગુલામથી પણ ખરાબ થઇ ગઈ.

ઓરીલાલ અને શ્રીપતજી જેવા ન જાણે કેટલા આઝાદીના સિપાહી હશે આ દેશમાં, જે ગલીએ ગલીએ ભીખ માંગીને જીવન જીવી રહ્યા છે. તેમણે દેશ આઝાદ કરાવ્યો હતો, તો શું તેનું આ ફળ મળવું જોઈએ કે તેમને જીવન ભીખ માંગીને ગુજારવું પડે. તે સિપાહી, તે વીર એ લાયક પણ નથી કે તે પોતાનું જીવન સન્માન સાથે ગુજારી શકે. સરકારની સાથે સાથે સમાજની પણ જવાબદારી બને છે, કે જેના કારણે તે આઝાદીમાં જીવી રહ્યા છે, તેને તેનું યોગ્ય સ્થાન મળે. વિચારજો જરૂર.

અમારા સૌ વાચક મિત્રોને ૨૬ મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. જય હિન્દ.