એકવાર ફરી ભારતીય જવાનોએ દાવ પર લગાવ્યો પોતાનો જીવ, બરફમાં દબાયેલા કશ્મીરી યુવકને આ રીતે બચાવ્યો

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે જે જાણીને આપણને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

આપણે આજ સુધી ભારતીય જવાનોના ઘણા કિસ્સા સાંભળ્યા છે. તે દરેક સ્થિતિમાં દેશનું રક્ષણ કરવા માટે આગળ આવે છે. પછી તે આતંકવાદીઓ સામે દેશનું રક્ષણ કરવાનું હોય કે, કુદરતી આફતોમાં નિર્દોષના જીવ બચાવવાના હોય.

હાલના દિવસોમાં કશ્મીરમાં જે બરફવર્ષા થઇ રહી છે તેનાથી દરેક માહિતગાર છે, અને તેનો સામનો કરવા માટે ભારતીય સેના હંમેશા હાજર રહે છે. એવું જ બન્યું એક યુવક સાથે જે બરફવર્ષામાં દબાઈ ગયો અને એક વખત ફરી ભારતીય જવાનોએ પોતાનો જીવ દાવ ઉપર લગાવ્યો અને તે યુવકને ઘણી બહાદુરી પૂર્વક બચાવી લીધો.

એક વખત ફરી ભારતીય જવાનોએ દાવ ઉપર લગાવ્યો પોતાનો જીવ :

ડીસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી જમ્મુ કશ્મીરમાં તાપમાન લગભગ ઝીરો ડીગ્રીથી પણ નીચે રહે છે અને એટલા નીચા તાપમાનમાં સેનાના જવાનોએ ત્યાં ખડા પગે ઉભા રહેવું પડે છે. જે પ્રકારનું વાતાવરણ ઉભું થાય છે તે મુજબ બોર્ડર ઉપર ફાયરીંગ ક્યારે પણ થઇ શકે છે કે પછી ક્યાંકથી હિમસ્ખલન પણ થઇ શકે છે. તેના કારણે કોઈના પણ જીવ જઈ શકે છે, અને તેવામાં સૈનિકોની ફરજ છે કે તે ત્યાં હાજર રહે.

એવી જ એક સ્થિતિ જમ્મુ કશ્મીરના લાચ્છીપુરામાં જોવા મળી. અને સેનાએ ફરીથી એક વખત સૌના દિલ જીતી લીધા. અહેવાલ મુજબ તારીક ઇકબાલ નામના એક યુવકનો જીવ ભારતીય સેનાએ પોતાના જીવના જોખમે બચાવ્યો.

ઇકબાલ ઘણા સમય સુધી લાચ્છીપુરમાં બરફમાં ફસાયેલો હતો અને એટલો દબાઈ ગયો હતો કે શ્વાસ લેવામાં પણ થોડા સમય પછી તકલીફ થવા લાગી. પછી કોઈએ સેનાના જવાનોને તેના વિષે જણાવ્યું અને તે તરત તેને બચાવવા પહોંચી ગયા અને તેમણે તેના માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દીધો. પછી જેવો તેને કાઢવામાં આવ્યો તો તે બેભાન હતો, જેમ તેમ કરીને તેને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યો.

હવે તે સાજો થઇ ગયો અને તેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. ત્યાર પછી સોશિયલ મીડિયા ઉપર ભારતીય સેનાની એક વખત ફરીથી જોરદાર પ્રશંસા થઇ રહી છે. લોકોનો વિશ્વાસ એક વખત ફરી સેનાના જવાનો ઉપર મજબુત થઇ ગયો, અને લોકો તેમના માટે સારી સારી વાતો કમેન્ટ કરી રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.