સોમરસ શું છે? દારૂડિયા અને હીન માનસિકતા ધરાવતા લોકો દ્વારા ફેલાયેલ દુસ્પ્રચાર થી બચો

ઘણી વાતોને લઈને સામાન્ય લોકોમાં ભ્રમ અને જુઠ ફેલાવવાનો પ્રયાસ સતત થતો રહે છે. જેમ કે આ જુઠ ફેલાવવામાં આવે છે કે પ્રાચીન વૈદિક કાળમાં ગૌમાંસ ખાવામાં આવતું હતું, અથવા વૈદિક કાળમાં સનાતન ધર્મી ઋષિ મુનીઓ એ બધું જ્ઞાન પોતાની પાસે છુપાવીને રાખ્યું, ગરીબો જરૂરિયાત વાળાઓને ન આપ્યું વગેરે.
વારંવાર એવા જુઠાણાઓ ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે. આવા પ્રકારનો એક ભ્રમ “સોમરસ” શબ્દને લઈને પણ ફેલાવેલ છે. આપણા વેદ પુરાણ વગેરે ધાર્મિક ગ્રંથોમાં સોમરસનું વર્ણન આવે છે. વધુ પ્રમાણમાં લોકો સોમરસને દારૂ કે મદિરા સમજે છે, આમ તો આ ગણતરી બિલકુલ ખોટી છે, સોમરસ, મદિરા અને સુરાપાન ત્રણે માં ફરક છે.

દ્વેષીઓ નાસ્તિકો દ્વારા ફેલાવેલ આ ખોટા પ્રચાર મુજબ વૈદિક કાળમાં દેવતા, રાજા-મહારાજા કે મોટા મોટા વિદ્વાન લોકો “સોમરસ” નું સેવન કરતા હતા, તેમના અને થોડા વિદ્વાનો ના “સ્લીપર સેલ” ફિલ્મ-ટીવી ક્ષેત્રોમાં પણ ફેલાયેલા છે, માટે જ આપણ ને ઘણી ટીવી સીરીયલમાં બતાવવામાં આવે છે કે દેવતા ઇન્દ્રની સભામાં સુંદર અપ્સરાઓ સોમરસ પીવરાવે છે અને બધા દેવ તેનો આનેન્દ લે છે. સમાચાર પત્રો કે ચર્ચાઓમાં પણ ચાલાકીથી આ વાત મૂકી દેવામાં આવે છે કે દેવતા પણ દારૂ પિતા હતા. હમેશા દારૂ ના સમર્થક તેવું કહેતા સંભાળવામાં આવે છે કે સોમરસ શું છે, દારૂ તો હતો, શું ખરેખર વૈદિક કાળમાં સોમરસ તરીકે દારૂ નો ઉપયોગ હતો કે પછી તે માત્ર ભ્રમ છે ? કેમ કે ખોટો પ્રચાર કરવાવાળા લોકો વેદોની વાત કરીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરે છે,માટે આવો જાણીએ તેના વિષે વેદોના જ આધારો લઈને બધા સત્ય જાણીએ.

ખરેખર સત્ય એ છે કે તે સમયકાળમાં આચાર વિચારની પવિત્રતા નું એટલું ધ્યાન રાખવામાં આવતું હતું કે, થોડી પણ કોઈ આ પવિત્રતાને તોડે તો તેનો બહિષ્કાર કરવામાં આવતો હતો. કે પછી તેને આકરો પશ્ચયાતાપ કરવો પડતો હતો. સામાન્ય જેવી જવાત છે કે સનાતન ધર્મ દારૂ પીવો અને માંસ ખાવાની પરવાનગી આપી શકતું ન હતું. તે પણ સત્ય છે કે ધર્મ-આધ્યાત્મના પુસ્તકોમાં આપણે ઠેક ઠેકાણે નશાની નિંદા કે બુરાઈ સાંભળીએ છીએ, ત્યારે ધર્મ ની રચના કરનાર દેવતા કેવી રીતે દારૂ પી શકતા હશે? ઋગ્વેદમાં દારૂની ખુબ નિંદા કરતા જણાવેલ છે. “હ્રત્સુ પીતાસો યુધ્યન્તે દુર્મદાસો ન સુરાયામ” એટલે કે સુરાપાન કરવું કે નશીલા પદાર્થોને પીવા વાળા હમેશા યુદ્ધ, મારા મારી કે ઉત્પાત મચાવ્યા કરે છે.

 

ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે : “આ નીચોવેલ સુદ્ધ દધિમિશ્રિત સોમરસ, સોમપાન ની પ્રબળ ઈચ્છા રાખવાવાળા ઇન્દ્ર એવને પ્રાપ્ત હોય. (રુગ્દેવ-1/5/5)” “હે વાસુદેવ તે નીચોવેલ સોમરસ તીખો હોવાને કારણે દુગ્ધ માં મિશ્રિત કરીને તૈયાર કરવામાં આવેલ છે. આવો અને તેનું પાન કરો. (ઋગ્વેદ-1/23/1) અહિયાં બધી જ રુચાઓમાં સોમરસમાં દૂધ અને દહીં ભેળવવાની વાત થઇ રહી છે. સ્વભાવિક છે કે દારૂ માં દૂધ-દહીં તો ન ભેળવી શકાય. એટલે કે સોમરસ દારૂ કે મદિરા ન હોઈ શકે. અહિયાં આ એક એવા પદાર્થ નું વર્ણન કરવામાં આવ્યું છે જેમાં દહીં પણ ભેળવી શકાય છે. માટે તે વાત સ્પસ્ટ થઇ જાય છે કે સોમરસ જે પણ હોય, પણ તે દારૂ કે ભાંગ તો ક્યારેય ન હતી અને તેનાથી નશો પણ નથી થતો. મદિરા ના પાન માટે “મ્દ્પાન” શબ્દ નો ઉપયોગ કરવામાં આવેલ છે, જયારે સોમરસ માટે સોમપાનનો ઉપયોગ કરવામાં આવેલ છે. મદ નો અર્થ નશો કે ઉન્માદ છે જ્યારે સોમ નો અર્થ શીતલ-અમૃત થાય છે.

હવે સવાલ ઉઠે છે કે સોમરસનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? હકીકતમાં દેવતાઓ માટે આ મુખ્ય પદાર્થ હતો, અને અનેક યજ્ઞોમાં તેનો ઉપયોગ થતો હતો. વરાહપુરાણ મુજબ બ્રહ્મા અશ્વિની કુમાર જે સૂર્યના પુત્ર હતા, તેને તેની તપસ્યા ના ફળના સ્વરૂપે સોમરસ પાન નો અધિકાર માત્ર દેવતાઓ ને હતો. જે કોઈ દેવત્યને પ્રાપ્ત થતા હતા તેને પણ તપસ્યા પછી હવન દ્વારા જ સોમરસ પાન નો અધિકાર મળતો હતો. એટલી પવિત્ર વસ્તુ દારૂ કેવી રીતે હોઈ શકે છે?

એક માન્યતા એ પણ છે કે, સોમ નામની લતાઓ પહાડોમાં મળી આવતી હતી. રાજસ્થાનના અર્બુદ, ઓરિસા ના હિમાચલના પહાડો, વિંધ્યાચલ, મલય વગેરે અનેક પહાડી વિસ્તારોમાં તેની લતાઓ નું મળી આવવાનો ઉલ્લેખ મળે છે. અમુક વિદ્વાન માને છે કે અફગાનિસ્તાન ના ફળો ઉપર સોમ નો છોડ મળી આવે છે. તે વગર પાંદડાનો ઘાટા બદામી રંગનો છોડ છે. બીજા અધ્યયનોથી જાણવા મળે છે કે વૈદિક કાળ પછી, એટલે ઈ.સ. થી ખુબ પહેલા જ આ છોડ ની ઓળખ મુશ્કેલ થતી ગઈ. તે પણ કહેવામાં આવે છે કે સોમ (હોમ) અનુષ્ઠાન કરવા વાળા લોકોએ તેની જાણકારી સામાન્ય લોકોને ન આપી, તેને પોતાના સુધી જ રાખી અને સમયાન્તરે આવા અનુષ્ઠાન કરવાવાળા નાશ થતા ગયા. આ કારણ હતું કે સોમ ની ઓળખ મુશ્કેલ થતી ગઈ.
ઋગ્દેવમાં સોમરસ નિર્માણ ની વિધિ જણાવેલ છે.

!!ઉચ્છિષ્ટ ચ્મ્વોર્ભર સોમ પવિત્ર આ સુજ ! ની ધેહી ગોરધી ત્વ્ચી !!(ઋગ્વેદ સુત્ત 28 શ્લોક 9)
એટલે કે મુસલ થી કચરેલી સોમને વાસણમાંથી કાઢીને પવિત્ર કુશાના આસન ઉપર રાખો અને ગાળવા માટે પવિત્ર ચરમ ઉપર રાખો.

!! ઔષધી: સોમ સુનોતે” પદેનમભીશુન્વન્તી ! – નીરુત્ક શાસ્ત્ર (11-2-2)

એટલે કે સોમ એક ઔષધી છે જેને વાટી-ઘુંટીને તેનો રસ કાઢે છે, સોમ ને ગાયના દુધમાં ભેળવીને ‘ગવશિરમ’ દહીં માં ‘દ્ધ્યશિરમ’ બને છે. મધ કે ઘી સાથે પણ મિશ્ર કરી શકાય છે. સોમ રસ બનાવવાની પ્રક્રિયા વૈદિક યજ્ઞોમાં ખુબ મહત્વનું છે.

તેની ત્રણ અવસ્થાઓ છે : પેરના, ગાળવું અને મીલાવવું. કહેવામાં આવે છે ઋષિ-મુની તેને અનુષ્ઠાનમાં દેવતાઓને અર્પણ કરતા હતા અને પછી પ્રસાદના રૂપમાં પોતે જ તેનું સેવન કરતા હતા. સોમરસ એક એવું પીણું છે, જે સંજીવની જેવું કામ કરે છે. તે શરીરને હમેશા યુવાન અને શક્તિશાળી બનાવી રાખે છે (સમજવા જેવું છે કે આ પદાર્થ દારૂ કે નશાની કોઈ વસ્તુ તો હોઈ જ ન શકે)

!!સ્વાદુશ્કિલાય મધુમા ઉતાયમ, તીવ્ર: કિલય રસવા ઉતાયમ ! ઉતોનવ્સ્ય પપીવાસમીન્દ્રમ, ન કશ્ચન શહત આહવેષુ !! ઋગ્વેદ (6-47-1)

એટલે કે સોમરસ ખુબ સ્વાદિષ્ઠ અને મીઠું પીણું છે, તેનું પાન કરવાવાળા શક્તિશાળી થઇ જાય છે, તે અપરાજિત બની જાય છે. શાસ્ત્રોમાં સોમરસ લૌકિક અર્થ માં એક બલવર્ધક પીણું માનવામાં આવે છે. શું દારૂ પીવાથી ક્યારેય માણસમાં બળ આવી શકે છે? કે તે શરીરને યુવાન બનાવી રાખી શકે છે ? પણ આ તો હિંદુ ધર્મને બદનામ કરવાનો હોય છે, માટે જ નાસ્તિકો દારૂડિયા સોમરસ ને “દારૂ” ના સ્વરૂપમાં પ્રચલિત કરે છે.

થોડા વર્ષો પહેલા ઈરાનના પહાડોમાં ઇફ્રેડા નામનો છોડ શોધવામાં આવ્યો. જેને સોમલતા માનવામાં આવ્યો છે.
જો સોમરસ નો આધ્યાત્મિક બાજુ જોવામાં આવે તો તેમ માનવામાં આવે છે, મનુષ્ય જયારે સાધનાની ઉચ્ચ અવસ્થા માં પહોચે છે ત્યારે માણસ ના શરીરમાં ઉત્પન થતો રસ જ સોમ છે. માટે કહેવામાં આવે છે, સોમ મન્યતે પપીવન યત સવિશન્ત્યોશ્ધીમ! સોમ ય બ્રહ્માનો વિદુર્ણ તસ્યશ્નાતી કશ્ચન !! (ઋગ્વેદ-10-85-3)

એટલે કે એક સોમરસ આપણા અંદર પણ છે, જે અમૃત સ્વરૂપમાં પરમ તત્વ છે જેને ખાઈ પી નથી શકતા માત્ર જ્ઞાનીયો દ્વારા જ મેળવી શકાય છે.

ટુકમાં કહેવાનો અર્થ તે છે કે સનાતન ધર્મ ને બદનામ કરવા, તેની મજાક ઉડાવવા અથવા સનાતન ધર્મને બદનામ કરવા દારૂડિયા નાસ્તિક વેચાઈ ગયલા લોકો આપણા વૈદિક ગ્રંથો ના જુદા જુદા શબ્દોમાં ગમે તેવા અર્થ કાઢે છે અને તેનો ખોટો પ્રચાર કરે છે, પણ આપણે પણ બધા લોકોને સાચી સ્થિતિ પહોચાડવાનો સતત પ્રયત્ન કરતો રહેવો પડશે.