સોમનાથ શર્મા : ભારતીય સેનાના તે શૂરવીર, જેને હાથમાં ફ્રેક્ચર થવા છતાં દુશ્મનો સામે લડ્યા હતા

જાણો કોણ હતા મેજર સોમનાથ શર્મા, જે હાથમાં ફેક્ચર હોવા છતાં 6 કલાક સુધી દુશ્મનો સામે લડ્યા

‘દુશ્મન અમારાથી આશરે 50 ગજના અંતર ઉપર છે,

અમારી સંખ્યા ઘણી ઓછી છે અને અમે આસપાસના તોપમારાથી ઘેરાયેલા છીએ,

તેમ છતાં, હું એક ઇંચ પણ પીછેહઠ કરીશ નહીં,

જ્યાં સુધી અમારી પાસે છેલ્લી ગોળી અને છેલ્લો સૈનિક છે.

દેશભક્તિથી ભરેલા આ શબ્દો 24 વર્ષીય મેજર સોમનાથ શર્માના હતા. સોમનાથ શર્મા એ બહાદુર હતા. જેમને પ્રથમ વખત તેમની વીરગતિ બદલ દેશનો સર્વોચ્ચ લશ્કરી એવોર્ડ ‘પરમવીર ચક્ર’ મળ્યો હતો. તેમને આ સન્માન મરણોત્તર આપવામાં આવ્યું હતું.

26 જાન્યુઆરી 1950 ના રોજ ‘પ્રજાસત્તાક દિવસ’ નિમિત્તે, મેજર સોમનાથ શર્માના પિતા, મેજર જનરલ અમરનાથ શર્માએ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદના હસ્તે પુત્ર માટે ‘પરમ વીર ચક્ર’ મેળવ્યો હતો. જોકે તેમના માટે પરમવીર ચક્રની ઘોષણા 1947 માં કરવામાં આવી હતી, પરંતુ તે સમય વિક્ટોરિયા ક્રોસનો હતો.

મેજર જનરલ અમરનાથ શર્મા

મેજર સોમનાથ શર્મા કોણ હતા?

દેશના પ્રથમ પરમવીર ચક્ર વિજેતા મેજર સોમનાથ શર્માનો જન્મ 1923 માં હિમાચલ પ્રદેશના નાના એવા ગામ ડાઢના સૈનિક પરિવારમાં થયો હતો. મેજર શર્માએ પ્રારંભિક શિક્ષણ નૈનિતાલની શેરવુડ કોલેજમાં મેળવ્યું હતું. કોલેજ પછી તેમણે દેહરાદૂનની ‘પ્રિન્સ ઓફ વેલ્સ રોયલ મિલિટરી કોલેજ’ માં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ત્યાર પછી, 22 ફેબ્રુઆરી 1942 ના રોજ તેમને ‘કુમાઉ રેજિમેન્ટ’ માં કમિશન મળ્યું.

મેજર શર્માનો આખો પરિવાર સેનામાં હતો

પરમવીર મેજર સોમનાથ શર્માના પિતા મેજર જનરલ અમરનાથ શર્મા પણ ભારતીય સેનાના આર્મી મેડિકલ કોરમાં હતા. મોટા ભાઇ લેફ્ટીનેન્ટ જનરલ સુરેન્દ્ર શર્મા એન્જિનિયરિંગ કોર, નાના ભાઈ જનરલ વી.એન. શર્મા આર્મ્ડ કોર, બહેનો કમલ શર્મા અને મનોરમા શર્માએ તોપખાના અને સિગ્નલમાં સેવા આપી ચુકી છે.

મેજર સોમનાથ શર્મા તેમની બહેનોને ખૂબ ચાહતા હતા. લડત ઉપર જતા પહેલા તેણે પોતાની નાની બહેન મનોરમા શર્માના નામે પોતાની વસીયત કરી દીધી હતી. મેજર શર્માને ચિંતા હતી કે તેની બહેનો હજી નાની છે, તેથી ભવિષ્યમાં તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

હાથ તૂટી ગયો, હિંમત નથી તૂટી

26 ઓક્ટોબર, 1947 ના રોજ જયારે મેજર સોમનાથ શર્માની રેજિમેન્ટનો કાશ્મીર જવાનો આદેશ મળ્યો. આ સમય દરમિયાન તેના ડાબા હાથનું હાડકું તૂટી ગયું હતું, તેનો હાથ ઉપર પ્લાસ્ટર ચડાવેલુ હતું. મેજર શર્મા તે સમયે ‘કુમાઉ રેજિમેન્ટ’ ની ચોથી બટાલિયનની ડેલ્ટા કંપનીના કમાન્ડર હતા. જો કે, આ સમય દરમિયાન તેના સાથીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, તો જવાબ મળ્યો, ‘લશ્કરી પરંપરા અનુસાર, જ્યારે સૈનિક યુદ્ધમાં જાય છે, ત્યારે અધિકારીઓ પણ પાછળ નથી રહેતા.’

3 નવેમ્બર, 1947 ના રોજ, મેજર શર્મા કાશ્મીરના બડગાંવના કબજાના ઈરાદેથી આવેલા પાકિસ્તાની સૈન્યના જવાનો અને કબાયલીયોથી હાથ ફ્રેક્ચર હોવા છતાં દેશ માટે લડ્યા હતા. આ દરમિયાન મેજર શર્મા સતત 6 કલાક સુધી પોતે પણ લડ્યા અને તેના સૈનિકોને લડવા માટે ઉત્સાહિત કર્યા. આ સમય દરમિયાન, દુશ્મન સેના દ્વારા ફેંકાયેલા એક ગ્રેનેડ મેજર શર્મા પાસે રાખેલા દારૂગોળાના ઢગલા ઉપર આવીને પડ્યો અને મેજર શર્મા દુશ્મનોનો સામનો કરતા કરતા શહીદ થઈ ગયા.

મેજર સોમનાથ શર્મા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ‘અરાકાન અભિયાન’ નો પણ ભાગ હતા.

દેશની રક્ષા માટે મેજર સોમનાથ શર્મા શહીદ તો થયા, પરંતુ આજે પણ તેમના વતનના ગામમાં તેમની યાદમાં ‘સેવાભાવી ટ્રસ્ટ’ ચાલે છે. અહીંયા અઠવાડિયાના ચાર દિવસ ડોકટરો નિ:શુલ્ક સેવાઓ પ્રદાન કરે છે, જેનો લાભ નજીકના ગ્રામીણ લોકોને મળે છે.

સૈન્યની પૃષ્ઠભૂમિ અને વારસામાં મળેલા ગુણો જ હતા કે મેજર શર્માની હિંમત આગળ પાકિસ્તાની સેનાને પણ નમવું પડ્યું હતું. વાત માત્ર એટલી જ છે કે સરકારો આજ સુધી તેમના વતનના ગામમાં મેજર શર્માના નામનું સ્મારક પણ બનાવી શકી નથી.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.