સોમવારના આ કારગર ઉપાય, તમને અપાવશે સફળતા, શિવજીની કૃપાથી બદલાઇ જશે નસીબ

સોમવારનો દિવસ ભગવાન શિવજીને સમર્પિત છે. આ દિવસે દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે. જે ભક્ત પોતાના સાચા મનથી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરે છે, તેમની તમામ મનોકામનાઓ ભગવાન શિવજી પૂરી કરે છે. દેવોના દેવ મહાદેવને સૌથી જલ્દી પ્રસન્ન થવા વાળા દેવતા માનવામાં આવે છે. શિવજીનો સ્વભાવ ઘણો જ ભોળો છે અને તે પોતાના ભક્તોની ભક્તિથી તરત પ્રસન્ન થઈને તેની ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ જાળવી રાખે છે. ભક્તની જે પણ મનોકામનાઓ હોય છે તે તમામ શિવજી પૂરી કરે છે.

આજે અમે તમને સોમવારના થોડા અસરકારક ઉપાયો વિષે જાણકારી આપવાના છીએ. જો તમે આ ઉપાય સોમવારના દિવસે કરો છો તો તેનાથી તમારા ભાગ્યમાં મોટો ફેરફાર જોવા મળશે, અને તમને તમારી કારકિર્દીમાં સતત સફળતા પ્રાપ્ત થશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ ઉપાય અસરકારક માનવામાં આવ્યા છે.

આવો જાણીએ શિવજીની કૃપા મેળવવા માટે સોમવારે ક્યા ઉપાય કરવા :

જો તમે સોમવારના દિવસે ભગવાન શિવજીનો જળ અને દૂધથી અભિષેક કરો છો, તો તે તમારી ઉપર તરત પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ સોમવારના દિવસે શિવજીનો રુદ્રાભિષેક કરે છે તેમની તમામ મનોકામનાઓ શંકરજી પૂરી કરે છે, અને તેને પોતાની કારકિર્દીમાં સતત સફળતા પ્રાપ્ત થાય છે. આ ઉપાય કરવાથી વ્યક્તિના બગડેલા ભાગ્યમાં સુધારો થાય છે.

જો તમે સોમવારના દિવસે તમારા કુળદેવતા અને કુળદેવીની આરાધના કરો છો, તો તેનાથી કારકિર્દીમાં આવી રહેલી અડચણો દુર થાય છે. માન્યતા મુજબ કુળદેવતા જો નારાજ થઇ ગયા છે, તો તેને કારણે કુટુંબના લોકોએ પ્રગતિ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સોમવારના દિવસે દૂધ, ચાંદી અને ચોખાનું દાન કરવું જોઈએ. તેનાથી ભોલેનાથ તરત પ્રસન્ન થાય છે. તે ઉપરાંત આ વસ્તુ દાન કરવાથી ચંદ્ર પણ કુંડળીમાં મજબુત થાય છે, જેને કારણે પ્રગતિના રસ્તા ખુલે છે. જો તમને ચંદ્ર તરફથી ખરાબ અસર મળી રહી છે, તો એવી સ્થિતિમાં તમે ચાંદીને નદીમાં પધરાવો તેનાથી તમારી તમામ મુશ્કેલીઓ દુર થશે.

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર નીચ સ્થિતિમાં છે, તો તેવામાં સોમવારના દિવસે સફેદ કપડું ધારણ કરો અને સફેદ ચંદનનું તિલક લગાવો, તેનાથી ચંદ્રની સ્થિતિ ઠીક રહે છે.

જો તમે તમારી વિચારેલી ઈચ્છા પૂરી કરવા માગો છો, તો તમે બે મોતી કે ચાંદીના બે સરખા ટુકડા લો, તેમાંથી એક ટુકડો પાણીમાં પધરાવો અને બીજાને તમારી પાસે જીવનભર માટે રાખી લો. તે ઉપરાંત ચાંદીની વીંટી અને સફેદ મોતી ધારણ કરવાથી તમને તમારા જીવનમાં સારો લાભ પ્રાપ્ત થશે.

જો વ્યક્તિને ચંદ્રને કારણે જ દુઃખ મળી રહ્યા છે, તો તેવામાં રાતના સમયે સુતા પહેલા તમારા ઓશીકા પાસે દુધનો ગ્લાસ કે દૂધનું ભરેલું વાસણ મુકીને સુવું જોઈએ, અને સવારે ઉઠીને સૌથી પહેલા તે દૂધ કોઈ પીપળાના ઝાડમાં અર્પણ કરી દેવું જોઈએ. આ ઉપાય કરવાથી ચંદ્રથી મળતા કષ્ટ દુર થાય છે અને તમારા જીવનમાં ખુશીઓ આવે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.