માં કરતી હતી કપડાં-વાસણ ધોવાનું કામ, દીકરાને મળી દેશના ખ્યાતનામ વૈજ્ઞાનિકો કામ કરે છે એ જગ્યાએ નોકરી

મુંબઈની ઝુપડપટ્ટીઓની વ્યસ્ત ગલીઓમાંથી નીકળીને રાહુલ ધોડકે નામના યુવકે પ્રતિષ્ઠિત સ્પેસ એજેન્સી ઈસરો સુધીની પોતાની સફર નક્કી કરી છે. રાહુલ ધોડકેએ પરિવારની આર્થિક તંગીને માત આપીને ઇસરોમાં ટેક્નિશિયનના પદ પર નોકરી મેળવી છે. આજે તેમની આ ઉપલબ્ધી પર તેમની માં ખુબ ખુશ થઇ ગઈ છે.

ચેંબુર વિસ્તારમાં મરોલી ચર્ચ સ્થિત નાલંદા નગરની ઝુપડપટ્ટીમાં 10X10 ના મકાનમાં રહેવાવાળા રાહુલ ધોડકેનું જીવન ખુબ મુશ્કેલીઓ સાથે પસાર થયું છે. તેણે દરેક મુશ્કેલીનો સામનો કરતા હિંમત હારી નહિ, અને પોતાનું ભણતર પણ ચાલુ રાખ્યું. રાહુલ દસમાં ધોરણમાં પહેલા ડીવીઝનથી પાસ થયો. આ દરમિયાન જ તેના પિતાનું મૃત્યુ થઈ ગયું.

પિતાના નિધનથી રાહુલ અંદરથી ખુબ તૂટી ગયો. પરિવારની બધી જવાબદારી રાહુલના ખભા પર આવી ગઈ. પિતા મજૂરી કામ કરતા હતા. જમા પુંજીના નામ પર તેમની પાસે કાંઈ પણ નહોતું. આ દરમિયાન રાહુલ લગ્નમાં કેટર્સનું કામ કરીને ઘર ખર્ચ ચલાવતો હતો, અને તેની માતા બીજાના ઘરે જઈને કપડાં વાસણ ધોઈને ઘર ખર્ચ ચલાવતી હતી. આ વચ્ચે રાહુલે પોતાનું ભણતર ચાલુ રાખ્યું.

એવામાં પૂરું ધ્યાન ભણવામાં ન આપવાના કારણે રાહુલ 12 માં ધોરણની પરીક્ષામાં ફેલ થઇ ગયો. પછી તેણે ચેંબુરની નજીક ગોવંડીમાં આઈટીઆઈ કરી ઇલેક્ટ્રોનિકનો કોર્સ કર્યો. ભણવામાં તેજ રાહુલ આઈટીઆઈમાં પણ ટોપર રહ્યો અને પહેલા ડીવીઝનથી પોતાનો કોર્સ પૂરો કર્યા પછી તેને એલ એન્ડ ટી કંપનીમાં નોકરી મળી ગઈ, જેની સાથે જ તેણે એન્જીનીયરીંગમાં ડિપ્લોમા માટે એડમિશન લઇ લીધું.

રાહુલ ભણવાનું અને કામ બંને એક સાથે કરવા લાગ્યો. એટલું જ નહિ તેમાં પણ સારુ રીઝલ્ટ લાવવામાં સફળ રહ્યો. જયારે ઇસરોમાં ડિપ્લોમા એન્જીનીયરના પદની નોકરીઓ નીકળી, તો રાહુલે એન્ટ્રેન્સની તૈયારી કરી અને દેશભરમાં આરક્ષિત પરીક્ષાર્થીઓની શ્રેણીમાં ત્રીજા અને ઓપનમાં 17 માં સ્થાન પર આવ્યો. અને હવે તે છેલ્લા 2 મહિનાથી ઇસરોમાં ટેક્નિશિયનના પદ પર કામ કરી રહ્યો છે.

રાહુલ ધોડકેની ઇસરોમાં નોકરી લાગવાના સમાચાર આખા વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા. રાહુલના ઘર પર તેમને શુભેચ્છા આપવા માટે લોકોની લાઈન લાગી ગઈ. લોકોએ રાહુલને શુભેચ્છા આપતા ફૂલોનો ગુલદસ્તો પણ આપ્યો. તેને પોતાના હાથથી મીઠાઈ ખવડાવી. આ દરમિયાન રાહુલે પણ ઘરમાં આવેલ લોકોના પગે પડીને તેમના આશીર્વાદી લીધા.

રાહુલ ઘોડકેના ઘર પર હર્ષો ઉલ્લાસનું વાતાવરણ છે. મીઠાઈઓ વેચવામાં આવી રહી છે. રાહુલના સંબંધી અને આસપાસના પાડોસી મહિલાઓ, બાળકો અને પુરુષો રાહુલના ઘરે આવીને તેને અને તેની માતાને દીકરાના ઇસરોમાં નોકરી મળવા પર શુભેચ્છા આપી રહ્યા છે. રાહુલની માતાને પોતાના દીકરા પર ખુબ ગર્વ છે. આજે દીકરાએ તેમના બધા પરિશ્રમને સફળ કરી દીધા.

જણાવી દઈએ કે, ભારતીય અંતરિક્ષ સંગઠન (ઈસરો) આજે દુનિયાની સૌથી ભરોસા પાત્ર સ્પેસ એજેન્સી બની ગઈ છે. દુનિયાભરના લગભગ 32 દેશ ઇસરોના રોકેટથી પોતાના ઉપગ્રહોનું લોન્ચિંગ કરે છે. 16 ફેબ્રુઆરી 1962 ના રોજ ડો. વિક્રમ સારાભાઈ અને ડો. રામનાથને ઇન્ડિયન નેશનલ કમેટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR)નું ગઠન કર્યું. 1969 માં ગઠિત ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનને તત્કાલિન ઈન્કોસ્પારનું અધિક્રમણ કર્યું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.