80 અને 90 ના દશકની હિરોઈનોના દીકરા છે ખુબ જ સ્માર્ટ અને હેન્ડસમ, જાણો શું કરી રહ્યા છે આ તેમના દીકરા

બોલીવુડની એવી ઘણી બધી અભિનેત્રીઓ છે જેમણે ફિલ્મોમાં સફળતા મેળવ્યા પછી લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લીધું છે. ઘણી અભિનેત્રીઓએ તો ઘણી નાની ઉંમરમાં જ લગ્ન કરી લીધા હતા, જેથી તેમના બાળકો એટલા મોટા થઈ ગયા છે કે તેમણે ફિલ્મોમાં કામ કરવાનું શરુ કરી દીધું છે.

આજના સમયમાં એવી ઘણી બધી અભિનેત્રીઓ છે જેના બાળકો બોલીવુડમાં પ્રવેશ કરી ચુક્યા છે. આજે અમે તમને થોડી પ્રસિદ્ધ અભિનેત્રીઓના હેન્ડસમ દીકરા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિષે કદાચ તમે નહિ જાણતા હોય.

પ્રિયાંક શર્મા :

એક સમયની જાણીતી અને ફેમસ હિરોઈન પદ્મિની કોલ્હાપુરીએ પોતાની કારકિર્દીમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી હતી. એક સમયમાં પદ્મિની કોલ્હાપુરીએ એકથી એક ચડીયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. ૮૦ ના દશકના લોકો વચ્ચે પદ્મિની કોલ્હાપુરીનો ઘણો ક્રેઝ હતો. અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરીના દીકરાનું નામ પ્રિયાંક શર્મા છે. જે દેખાવમાં ઘણો જ સ્માર્ટ અને હેન્ડસમ છે. પ્રિયાંક શર્મા અત્યાર સુધીમાં ઘણા ટીવી શો માં આવી ગયો છે. તે ઉપરાંત પ્રિયાંક ઘણા રીયાલીટી શો માં પણ ભાગ લઈ ચુક્યો છે. પ્રિયાંક બીગબોસ ૧૧ નો કંટેસ્ટેન્ટ પણ રહી ચુક્યો છે.

ફતેહ રંધાવા :

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રસિદ્ધ અભિનેત્રી ફરાહ નાઝે વર્ષ ૧૯૮૪ માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. ફરાહે ૧૯૮૪ થી લઈને ૧૯૮૮ સુધી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું. તેને ફિલ્મોમાં વધુ સફળતા ન મળી. છેલ્લી વાર ફરાહ ૨૦૦૫ માં આવેલી ફિલ્મ ‘શિકાર’ માં જોવા મળી હતી. ફરાહના દીકરાનું નામ ફ્તેહ રંધાવા છે, જે ઘણો જ સ્માર્ટ છે.

ઈબ્રાહમ અલી :

અમૃતા સિંહ પોતાના સમયની જાણીતી અભિનેત્રી રહી ચુકી છે. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી બધી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. અમૃતા સિંહે વર્ષ ૧૯૯૧ માં બોલીવુડના અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. સૈફ અલી ખાન અમૃતા સિંહથી ઉંમરમાં ઘણા નાના હતા. ૧૯૯૫ માં અમૃતા સિંહે સારા અલી ખાનને જન્મ આપ્યો, ત્યાર પછી તેમના દીકરા ઈબ્રાહમ અલી ખાનનો જન્મ ૨૦૦૧ માં થયો.

અમૃતા સિંહ પોતાના પતિ સૈફ અલી ખાન સાથે છૂટાછેડા લઈ ચુકી છે અને પોતાના બંને દીકરા સાથે રહે છે. અમૃતા સિંહ અને સૈફની દીકરી સારા અલી ખાન પણ બોલીવુડમાં પ્રવેશ કરી ચુકી છે.

અભિમન્યુ દાસાની :

બોલીવુડની પ્રસિદ્ધ હિરોઈન ભાગ્યશ્રીએ સલમાન ખાન સાથે ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ થી પોતાના ફિલ્મી કારકિર્દીની શરુઆત કરી હતી. પહેલી ફિલ્મ સફળ થયા પછી ભાગ્યશ્રીએ લગ્ન કરી લીધા હતા. ભાગ્યશ્રીએ પોતાની ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ પછી કોઈ પણ ફિલ્મમાં સફળતા ન મળી. ત્યાર પછી તે ફિલ્મોથી દૂર થઈ ગઈ હતી. હવે તે ક્યારે ક્યારે ટીવી શો માં જોવા મળે છે. ભાગ્યશ્રીના દીકરાનું નામ અભિમન્યુ દાસાની છે, જે બોલીવુડમાં પ્રવેશ કરી ચુક્યો છે. અભિમન્યુ દેખાવમાં ઘણો જ વધુ સ્માર્ટ અને હેન્ડસમ છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.