”સોનાનો ગોગો મારી મર્સીડીજ મો” નવું ગીત આયુ બે જ દિવસ માં હીટ થયું

ગોગા મહારાજ ને અનુલક્ષી ને ગોગા પર લગભગ દરેક ગુજરાતી કલાકાર નાં આલ્બમ માં આવે જ છે. ગામોગામ ગોગા મહારાજ ની ખ્યાતી છે. સાગર પટેલ નાં ”સોના નો ગોગો મારી મર્સીડીજ માં” નવું આયુ છે.

ગામો ગામ ગોગા મહારાજ નો કેવો મહિમા છે એ એક દાસજ ગામ માં ગોગા મહારાજ નાં પ્રસંગ પરથી સમજી શકાશે.

કહેવાય છે કે, મહેસાણાના હાલના જમાનપુર ગામના એક પ્રતાપી અને પરમ હિતકારી સંત કાશીનાથ મહારાજ રહેતા અને તેમને ત્યાં વર્ષોવર્ષ સુધી તપસ્યા કરી. જોકે જમાનપુરની એ ભૂમિ પર એ સમયે ગાઢ જંગલ વિદ્યમાન હતું. વર્ષોની તપશ્ચર્યા બાદ કાશીનાથ મહારાજને હવે પોતાના જીવનનો અંતિમ પઢાવ કોઈ પવિત્ર જગ્યાએ જઈને વિતાવવો હતો. જ્યાં તેઓ યોગ્ય સમયે સમાધિ લઇ જીવનનો અંત આણી શકે,એટલે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા અને પાટણ પાસે સિદ્ધપુરમાં જઈને વસવાટ કર્યો.

જોકે સંતના આમ અચાનક ચાલ્યા જવાથી તેમની નિત્ય સેવા કરનાર દેવરાજ રબારી અત્યંત દુઃખી થઇ ગયો. દેવરાજ રબારીને તેમના ગુરુ વગર ચાલે એમ નહતું ,એટલે તેમને પાછા લાવવા તેને સિદ્ધપુરની વાટ પકડી. દેવરાજ રબારીએ સિદ્ધપુર જઈને સંતને પાછા આવવા વિનંતી કરી.

કાશીનાથ મહારાજ રબારીની સેવાથી પહેલેથી જ પ્રસન્ન હતા, તે રબારીની સાથે પાછા ના આવ્યા ,પણ તેને એક કરંડિયો આપ્યો અને કહ્યું કે ,આને તું તારા ગામ લઇ જઈને પાંચ ઈંટોનું મંદિર બનાવીને પૂજા કરજે. અને ખાસ એ પણ કહ્યું કે, આ કરંડિયાને તું રસ્તામાં ક્યાંય નીચે ના મુકતો. દેવરાજ રબારી આ કરંડિયા સાથે પોતાના ગામ પાછો વળતો હતો ત્યારે રસ્તામાં તેને એક ગામમાં લોકોએ તેને વિસામો લેવા રોકી લીધો અને ચા ચલમ થી એની મહેમાનગીરી કરી.

આ રબારી પણ વાતો કરતા કરતા કરંડિયાને નીચે જમીન પર મૂકી દીધું. એમાંથી નાગદેવતા બહાર નીકળીને ઝાડના બાજુમાં રાફડામાં જાણે અહીં જ વસવાટ કરવાનો હોય એમ અંદર ઘુસી ગયા. એ જગ્યા એટલે હાલનું “દાસજ” ગામ.

રબારીએ ઘરે જઈને કરંડિયો જોયો તો કરંડિયો ખાલી હતો. રબારી જે ગામમાં રોકાઈને ચા ચલમ પીધા, એ ગામ એટલે જ “દાસજ ગામ”. કરંડિયામાંથી બહાર નીકળીને કંથેર વૃક્ષની નીચે આવેલા રાફડામાં નાગદેવતા ચાલ્યા ગયા. તેમની ઈચ્છા હતી કે તેઓ આજ સ્થાન પર કાયમી નિવાસ કરે, ભક્તો તેમની આસ્થા સાથે સેવા કરે અને પોતે ભક્તોના તમામ કષ્ટ દૂર કરે.

આથી તેમને એક ગામના રબારીના સ્વપ્નમાં આવીને કહ્યું કે, હું નાગદેવતા તારાથી પ્રસન્ન છું, અને હું તને જે જગ્યાએ કહું તે જગ્યાએ આવીને મને ગાયનું દૂધ ધરાવ. હું રાફડામાંથી બહાર આવીશ અને દૂધ પીશ અને તમે બધા સુખી થશો. આમ બીજા દિવસે રબારીએ એ પ્રમાણે કર્યું. નાગદેવતાના કહેવા મુજબ ગોગા મહારાજનું સ્થાપન પણ કર્યું. અને કહેવાય છે કે, કોઈ ઝેરી જાનવર કરડયું હોય તો એનું ઝેર પણ અહીં ઉતારાય છે.

આમ મંદિરના પ્રાગટ્ય પરથી “ગોગા મહારાજ”નો મહિમા જાણી શકાય છે અને અનેક પરચા પૂરનાર “ગોગા મહારાજની” મંદિરની આરતીનો પણ વિશેષ મહિમા છે

નીચે જુયો સાગર પટેલ નો વિડીયો ”સોના નો ગોગો મારી મર્સીડીજ માં ”…..

વિડીયો 


Posted

in

by