સોનાલી બેન્દ્રે ના પ્રેમમાં પાગલ હતો આ ક્રિકેટર, કિડનેપિંગ નો પણ કર્યો હતો પ્લાન

 

ક્રિકેટ અને ફિલ્મ જગત બન્ને વચ્ચે હંમેશા થી જ કોઈ કનેક્શન રહેલ છે. ખાસ કરીને ક્રિકેટર અને હિરોઈનો વચ્ચેના પ્રેમના કિસ્સા હંમેશા પ્રકાશમાં આવેલ છે. ભલે તે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ના લગ્ન હોય કે પછી તેના પહેલા જહીર ખાન સાગરિકા ઘાટકે અને યુવરાજ સિંહ – હેજલ કીચ સાથે લગ્ન. બધાએ એવા ટ્રેડને દોહરાવ્યો. આમ જોવા જઈએ તો ક્રિકેટર અને બોલીવુડ હિરોઈન વચ્ચે અફેયર ની કહાની ઘણી લાંબી છે. તેના પહેલા પણ ઘણા અફેયર થયા છે જેમાં અમુક તો સફળ રીલેશનશીપ માં ફેરવાઈ ગયા અને થોડા અફેયર માત્ર પ્રેમ કહાની બનીને રહી ગયા. આજે અમે તમને એક એવી જ પ્રેમ કહાની વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

આજના સમયમાં ફિલ્મી કલાકારો પછી જો કોઈની જોરદાર ફેન ફોલોઈંગ થાય છે તો તે છે ક્રિકેટર્સની. સફળ ક્રિકેટર્સ બની ગયા પછી એક ખેલાડીને બધુજ મળી જાય છે જે કોઈ સેલીબ્રિટીનું નસીબ હોય છે તેમની ખ્યાતી એટલી હોય છે કે રમત ઉપરાંત ગ્લેમર જગત પણ તેમની પાછળ સારું એવું પડી જાય છે. તેવામાં તેમનું પણ ગ્લેમર વર્ડ તરફ વળતા જોવા મળે છે અને આવી રીતે ક્રિકેટરની કોઈને કોઈ હિરોઈન કે મોડલ સાથે અફેયર સાંભળવા મળી જાય છે. આ પરંપરા ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી અને હિરોઈન નગ્મા થી લઈને મહેન્દ્ર સિંહ ધોની અને દીપિકા પાદુકોણ વચ્ચે પણ જોવા મળેલ હતું.

 

હમેશા ક્રિકેટરનું દિલ બોલીવુડ હસીનાઓ ઉપર આવી જ જાય છે અને એવા જ એક ક્રિકેટર નું દિલ બોલીવુડ ની ઘણી સુંદર હિરોઈન સોનાલી બીન્દ્રે કઈક એવી રીતે આવેલ હતું કે તેમણે તો સોનાલીને અપહરણ કરવાની તૈયારી કરી લીધી હતી. તમને જણાવી આપીએ આ કોઈ બીજા નહિ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર હતો.

 

ખાસ કરીને આ વાતનો ખુલાસો શોએબ અખ્તરે પોતે જ એક ઈન્ટરવ્યુ દરમિયાન કરેલ હતો કે કેવી રીતે ભારતના પ્રવાસ દરમિયાન એક વખત તેની મુલાકાત ક્યુટ જેવી દેખાતી સોનાલી બેન્દ્રે સાથે થઇ હતી અને તે સમયે સોનાલી ને જોતા જ ક્રિકેટના મેદાન ઉપર બેટ્સમેનોને પોતાની ઝડપથી ડરાવનારા શોએબ અખ્તર પોતાનું દિલ હારી ગયો હતો.

હકીકતમાં આ મુલાકાત પછી શોએબ સોનાલીનો દીવાનો થઇ ગયો હતો અને તેમણે એ સમયે જ વિચારી લીધુ હતું કે જો સોનાલી તેની માંગણી મંજુર નહી રાખે તો અપહરણ કરાવી લઈશું. આમ તો આ માત્ર શોએબ ની કલ્પના હતી જે તેમણે મજાકના અંદાજમાં જણાવેલ હતું. હવે તો તેના ઘણા વર્ષો વીતી ગયા છે અને આ બન્ને સ્ટારો પોત પોતાના આનંદિત લગ્ન જીવનમાં વ્યસ્ત છે. તમને જણાવી આપીએ કે જ્યાં સોનાલી નિર્દેશક ગોલ્ડી બહલ સાથે લગ્ન કરેલ છે, અને શોએબ ૨૦૧૪ માં એક પાકિસ્તાની છોકરી સાથે નિકાહ કરી ચૂકેલ છે.