કેન્સરનો ઈલાજ કરાવીને પાછી આવી સોનાલી, ભાવુક થઈને પતિએ કહ્યું ‘હવે બીજીવાર જવાની જરૂર નથી.’

બોલીવુડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે કેન્સરના ઈલાજ માટે છેલ્લા ૪ મહિનાથી ન્યુયોર્કમાં હતી. તે ઈલાજ કરાવ્યા પછી હવે ભારત પાછી આવી ગઈ છે. સોનાલી સતત સોશિયલ મીડિયા પર પોતાના આરોગ્ય સાથે જોડાયેલી જાણકારી શેયર કરતી હતી.

રવિવારે રાત્રે સોનાલી બેન્દ્રે અને એમના પતિ ગોલ્ડી બહલને મુંબઈ એયરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. ભારત પાછા આવવાની ખુશી સોનાલીને તો હતી જ, અને એમના પતિના ચહેરા પર પણ એ ખુશી સાફ જોઈ શકાતી હતી. જો કે સોનાલી એમના જીવનની એક મોટી જંગ જીતીને પોતાના દેશમાં પાછી આવી હતી, જેની ખુશી એમના ચહેરા પર સાફ જોઈ શકાતી હતી.

એયરપોર્ટની બહાર નીકળતા જ સોનાલી અને ગોલ્ડીએ પોતાના ફેન્સને ધન્યવાદ કહ્યું. ડીએનએ રીપોર્ટ અનુસાર સોનાલીએ હવે ઈલાજ માટે પાછા ન્યુયોર્ક નહિ જવું પડે, એની જાણકારી એમના પતિ ગોલ્ડી બહલે આપી. ગોલ્ડીએ જાહેર કર્યુ કે હવે એમણે ફરીવાર ત્યાં જવાની જરૂર નથી. હવે સોનાલીનું ફક્ત રેગ્યુલર ચેકઅપ થશે અને તે ડોક્ટરની દેખરેખમાં રહેશે.

આ પહેલા ન્યુયોર્ક માંથી જ સોનાલીએ પોતાના ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી હતી, કે તે ભારત પાછી આવી રહી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એમણે લખ્યું હતું, ‘લોકો કહે છે કે અંતર દિલોને નજીક લાવે છે. સાચે એવું થાય છે. પરંતુ એ અંતરે મને ઘણું બધું શીખવ્યું. પોતાના શહેર અને ઘરથી દુર ન્યુયોર્કમાં રહેવા દરમ્યાન મારા જીવનમાં ઘણું બધું થયું.’ જાણકારી અનુસાર જણાવી દઈએ કે સોનાલી દિવાળી પર પણ ઘરે પાછી આવી ન હતી. એમણે દીકરા સાથે દિવાળી પર એક પોસ્ટ શેયર કરીને ઘરથી દુર હોવાનું દુઃખ જણાવ્યું હતું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.