તમે ‘સોનપરી’ (Tanvi Hegde) ની સીરીયલ તો યાદ જ હશે. અરે એ સીરીયલ જે આપણા નાનપણની સૌથી વધુ મનપસંદ સીરીયલ હતી. આ સીરીયલ પણ આપણને શાકાલાકા બુમ બુમ, શરારત, શક્તિમાન, જુનિયર જી, કરિશ્મા કા કરિશ્મા જેવી સીરીયલો જેવી જ પસંદ હતી. પણ હવે આ સિરીયલને બંધ થયે 17 વર્ષ થઇ ગયા છે અને તે બધા હવે મોટા પણ થઇ ગયા છે, પણ શું તમે જાણો છો કે આ સીરીયલના કલાકાર હવે કેવા દેખાય છે.
તન્વી હેગડે એટલે ‘સોનપરી’ ની ફ્રૂટી :
જ્યારે ‘સોનપરી’ આવતી હતી ત્યારે તન્વી હેગડે એટલે ફ્રૂટી લગભગ ૩ વર્ષની હતી અને તેમણે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. પણ ફ્રૂટી એટલે તન્વી હવે ૨૫ વર્ષની થઇ ગયેલ છે અને તે ઘણી બોલ્ડ અને સુંદર દેખાય છે.
તે સાથે જ તમને જણાવી આપીએ કે સોનપરીની તન્વી હેગડે હવે ૨૬ વર્ષની થઇ ગઈ છે અને હોટ મોડલ બની ગયેલ છે.
આ ટીવી સીરીયલમાં ફ્રૂટી ની ભૂમિકા તન્વી હેગડે એ ભજવી હતી. ‘સોનપરી’ આપણા બાળપણની ફેવરીટ શો નો ભાગ હતી બાળપણની ક્યુટ ફ્રૂટી હવે ઘણી બધી હોટ થઇ ગઈ છે.
તે સાથે જ તન્વી હેગડે આજકાલ તે મરાઠી ફિલ્મો પણ કરવા લાગી છે તો મિત્રો કેવી લાગી તમને સોનપરી ફ્રૂટી.
મૃણાલ કુલકર્ણી એટલે ‘સોનપરી’ ની સોના આંટી :
મૃણાલ કુલકર્ણી મરાઠી કુટુંબ સાથે સબંધ ધરાવે છે. તેમણે પોતાની કેરિયર ૧૬ વર્ષની ઉંમર થી શરુ કરેલ હતી. સોનપરીમાં તે ૧૭ વર્ષ પહેલા જેટલી હોટ અને બોલ્ડ દેખાતી હતી આજે પણ એવી જ દેખાય છે. આમ તો મૃણાલ કુલકર્ણી ની ઉંમર હવે ૪૯ થઇ ગઈ છે. મૃણાલે મરાઠી ફિલ્મોમાં કામ કરેલ છે.
અશોક લોખંડે એટલે ‘સોનપરી’ ના અલ્દુ :
અશોક લોખંડીને સોનપરી સીરીયલમાં અલ્દુ અંકલ ના નામથી ઓળખવામાં આવતા હતા. તે હમેશા સોનપરીની સાથે જોવા મળતા હતા. તેની ભૂમિકા બાળકોને ખુબ પસંદ આવતી હતી. તે હમેશા “ઈટુ બીટુ ઝીમ પટુટા” કહ્યા કરતા હતા. તેમણે ત્યાર પછી ‘દિયા ઓર બાતી હમ’ સીરીયલમાં કામ કર્યું હતું.
વિવેક મુશરાન એટલે ‘સોનપરી’ ના રોહિત :
વર્ષ ૧૯૯૯ માં આવેલ ફિલ્મ “સોદાગર’ ના ‘ઇલુ ઇલુ’ ગીતમાં જોવા મળેલ વ્યક્તિ ખરેખર માં વિવેક મુશરાન હતા જે સીરીયલ માં ફ્રૂટીના પાત્ર લાઈફ પાપા બનતા હતા. વિવેક મુશરાને પોતાની કેરિયરની શરૂઆત આ ફિલ્મથી કરેલ હતી.
ઉપાસના સિંહ એટલે ‘સોનપરી’ ની કાળી પરી :
સોનપરીની કાળી પરી એટલે ઉપાસના સિંહ પહેલા જેટલી ફેમસ હતી તે આજે પણ એટલી જ ફેમસ છે. તમને ખબર હશે કે કાળી પરી થી બધા બાળકો ડરતા હતા. કાળી પરીની ભૂમિકા નિભાવનાર ઉપાસના સિંહ આજકાલ કપિલ શર્માના દ કપિલ શર્મા શો, માં બુઆની ભૂમિકા નિભાવી રહેલ છે.
શશીકલા એટલે ‘સોનપરી’ ની દાદી :
શશીકલાએ સોનપરીમાં ફ્રૂટીની દાદીની ભૂમિકા ભજવી હતી. શશીકલા જુના સમયની પ્રખ્યાત કલાકાર રહેલ છે. શશીકલા હવે ૮૫ વર્ષની થઇ ગયેલ છે. દાદીનો લુક તો યાદ જ હશે, તેથી આ ફોટામાં તેનો યુવાનીનો લુક જોઈ લો.
આદિત્ય સુરતે એટલે ‘સોનપરી’ ના અપ્પી :
સોનપરીમાં આદિત્ય સુરતેએ ફ્રૂટીના ભાઈની ભૂમિકા ભજવી હતી. જે લોકોને ઘણી ગમી હતી. આદિત્ય આ સીરીયલ પછી થી જ ગાયબ થઇ ગયેલ છે. સાંભળવામાં આવેલ છે કે તેમણે ચાર્ટર્ડ એકાઉટન્ટ નો અભ્યાસ કરેલ અને હાલમાં મુંબઈ માં જોબ કરે છે.