ભારતની એવી નદી જે હાથ નાખતા જ આપી દે છે સોનું, લોકો પણ આશ્ચર્યચકિત જાણો કેમ

ભારત પહેલા સોનાની ચીડિયા એટલે કે સોનાની ચકલી તરીકે ઓળખાતું હતું કારણ કે પહેલાના સમયના ભારતના રાજાઓ પાસે એટલું સોનું હતું જે બીજા દેશના કોઈ રાજા કે દેશ પાસે હતું નહિ એટલે માટે ભારતને સોનેકી ચીડિયા તરીકે ઓળખવામાં આવતું હતું.

ભલે દેશમાં સોનું 28 થી 35 હજાર રૂપિયા પ્રતિ દશ ગ્રામે વેચાઈ રહેલ હોય પણ એક સ્થળ એવું પણ છે જ્યાં આદિવાસી સોનાના કણ એકઠા કરે છે અને તેને ત્યાંના સ્થાનિક વેપારી ધૂળના ભાવે ખરીદી લે છે. અમે મજાક નથી કરી રહ્યા આ હકીકત છે. ખાસ કરીને ઝારખંડ ના નાના નાગપુર વિસ્તારમાં આદિવાસી લોકોનું એક સ્થળ છે રતનગર્ભા. આ વિસ્તારમાં સોનાની રાખ નદીમાં વહે છે જેનું વિશેષ મહત્વ છે. અહીયાના આદિવાસી તેને નંદા પણ કહે છે.

આજે રેતીમાં સોનાના કણ મળવાનું સાચું કારણ જાણી શકાય એમ નથી. કોઈ નદી વિષે આ વાત સાંભળવામાં થોડી વિચિત્ર જરૂર લાગે છે. પણ આ નદીની રેતીમાંથી સદીઓથી સોનું કાઢવામાં આવી રહેલ છે. ભૂવેજ્ઞાનિકનું માનવું છે કે નદી ઘણા પથ્થરોમાંથી થઈને પસાર થાય છે. તે દરમિયાન ઘર્ષણને કારણે જ સોનાના કણ તેમાં ભળી જાય છે.

ઝારખંડની સ્વર્ણરેખા નદીમાં મળી આવે છે સોનાના કણ.

એક બાજુ આખા ભારતમાં દિવાળી ના સમયમાં સોનાની ખરીદી માં ભીડ વધતી જાય છે તો અહિયાં દેશમાં એક એવી નદી પણ છે જે સોનું આપે છે. જી હા આ સત્ય છે ઝારખંડ ના રતનગર્ભા વિસ્તારમાં થી પસાર થતી સ્વર્ણરેખા નદીમાં સોનું ભર્યું પડ્યું છે.

અહિયાં આદિવાસી આ નદીના તળને શોધી શોધીને સોનાનાં કણો એકઠા કરે છે અને સોનાનો વેપાર કરવાવાળાને વેચે છે. તેનાથી તેમનો જીવન નિર્વાહ થાય છે.

ક્યાંથી આવે છે નદીમાં સોનાના કણ.

અહિયાંના લોકોનું કહેવું છે કે આ નદી ઉપર ઘણી વખત સંશોધન કરવામાં આવેલ છે. તેમાં સોનાના કણ કેવી રીતે આવે છે તે પણ હાલમાં રહસ્ય બની ગયેલ છે. આ નદી સાથે જોડાયેલ એક બીજી ચોંકાવનારી વાત જોડાયેલ છે. આ નદી પોતાના ઉદ્દ્મ સ્થળમાંથી નીકળ્યા પછી તે વિસ્તારની કોઈપણ નદીમાં જઈને નથી ભળતી, પણ સીધી બંગાળની ખાડીમાં મળે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.