ભારતીય પરંપરામાં ઘરેણાનું વિશેષ મહત્વ છે, ખાસ કરીને સોનામાંથી બનેલા ઘરેણાનું. લગ્નની સીઝન હોય કે કોઈ તહેવાર ઉત્સવ, સોનાની માંગ હમેશા જળવાઈ રહે છે. સોનું આજે પણ લોકોની પહેલી પસંદ છે, પણ તેની સાથે જ તેની શુદ્ધતા ને લઈને લોકોમાં હમેશા દ્વિધા રહેતી હોય છે.
જયારે લોકો પોતાની મોટી કમાણી લઈને સીનું ખરીદવા પહોચે છે તો તેની શુદ્ધતા ને લઈને ઘણી દ્વીધા રહેતી હોય છે. પણ આવી બાબતમાં ડરથી નહિ પણ સતર્ક થઈને કામ લેવું જોઈએ. ખાસ કરીને અસલી છે કે નકલી તેને ઓળખવાની ઘણી સરળ ટ્રીકો છે. જે તમે પોતે પણ અજમાવી શકો છો અને તમારી મહેનતની કમાણી નકલી સોનામાં નાખવાથી બચી શકો છો. તો આવો જાણીએ સોનાની શુદ્ધતા ચકાસવાની થોડી રીતો વિષે.
આમ તો સરકારે હોલમાર્ક ની જાહેરાતો દ્વારા ગ્રાહકોને ઘણે અંશે જાગૃત કરવાનો પ્રયત્ન કરેલ છે, પણ તેમ છતાંપણ લોકો પૈસા બચાવવાની રામાયણમાં છેતરપીંડી કરનારા સોનીઓની વાતોમાં આવી જાય છે અને નકલી સોનું લઇને બેસી જાય છે, જો તમે પણ કોઈ શોપમાંથી ઘરેણા ખરીદેલા છે અને તેની શુદ્ધતાને લઈને મૂંઝવણ માં છો, તો આ ઉપાયો દ્વારા તેની શુદ્ધતાની ચકાસણી કરી શકો છો.
મેગ્નેટ ટેસ્ટ
સોનાની શુદ્ધતાની ચકાસણી કરવા માટે તમે મેગ્નેટ ટેસ્ટ કરી શકો છો, ખાસ કરીને સોનું ચુંબકીય ધાતુ નથી. તેવામાં જો તમને તમારી કોઈ સોનાના ઘરેણા ને લઈને દ્વિધા છે તો તેના માટે એક સ્ટ્રોંગ ચુંબક લો અને તેને તે સોનાના ઘરેણા સાથે ચોંટાડો. જો તમારું સોનું ચુંબકીય તરફ થોડું પણ આકર્ષાય છે તો તેનો અર્થ છે કે સોનામાં થોડી ભેળસેળ છે. તેથી હવે પછી તમે મેગ્નેટ ટેસ્ટ કરાવીને જ સોનું ખરીદો.
એસીડ ટેસ્ટ
એસિડથી પણ તમે નકલી સોનાની ઓળખ કરી શકો છો. તેના માટે તમે સોના ઉપર એક પિનથી હળવો એવો ઘસારો કરો અને તે ઘસારા વાળી જગ્યા ઉપર નાઈટ્રીક એસીડનું એક ટીપું નાખો. જો સોનું તરત જ લીલું થઇ જાય છે તો તેનો અર્થ છે કે તમારું સોનું નકલી છે, જો સોના ઉપર કોઈ અસર થતી નથી તો તમે નિશ્ચિત થઇ જાવ કેમ કે અસલી સોના ઉપર તેની કોઈ અસર થતી નથી.
સિરામિક ની થાળી
સિરામિકની થાળી થી પણ તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો, તેના માટે તમે એક સિરામિક થાળી લઇ આવો અને તમારા સોનાના ઘરેણાને તેની ઉપર ઘસો. જો તે થાળી ઉપર કાળા નિશાન પડી જાય તો તમારું સોનું નકલી છે, પણ જો હળવા સોનેરી રંગના નિશાન પડે છે તો તમારું સોનું અસલી છે.
પાણી ટેસ્ટ
સોનાની શુદ્ધતા ચકાસવાનો સૌથી સહેલી રીત છે પાણી ટેસ્ટ, તેના માટે કોઈ વાસણમાં લગભગ બે ગ્લાસ પાણી નાખો અને પછી તેમાં તમારા સોનાના ઘરેણા નાખી દો. થોડી વારમાં જો તમારું સોનું તરતું જોવા મળે છે તો તેનો અર્થ છે તે અસલી નથી નકલી છે, પણ તમારા ઘરેણા ડૂબીને તળીયે બેસી જાય તો તે અસલી છે. ખાસ કરીને સોનું ક્યારેય તરતું નથી પણ તે ડૂબી જાય છે. સાથે જ તમને એ પણ જણાવી આપીએ કે આ અસલી સોનામાં ક્યારેય કાટ નથી લાગતો.
દાંતથી કરો ચકાસણી
અને સોનાની શુદ્ધતા ચકાસવા ની એક રીત એ પણ છે કે સોનાની તમારા દાંતની વચ્ચે થોડી વાર દબાવીને રાખો, તેનાથી જો તેની ઉપર તમારા દાંતના નિશાન દેખાય તો તેનો અર્થ છે કે તે અસલી છે. ખાસ કરીને સોનું ઘણી નાજુક ધાતુ હોય છે, તેથી ઘરેણા ક્યારેય શુદ્ધ સોનામાંથી નથી બનતા પણ તેમાં થોડા પ્રમાણમાં બીજી ધાતુ ભેળવવામાં આવે છે. અને ધ્યાન રાખશો આ ટેસ્ટ ને આરામથી કરો, કેમ કે વધુ પડતા દબાણ થી સોનું તૂટી પણ શકે છે.