પ્રવાસી મજૂરો માટે દેવદૂત બન્યા સોનુ સુદ, કહ્યું ‘જ્યાં સુધી છેલ્લો મજુર પોતાના ઘરે નહીં પહોંચે, ત્યાં સુધી મંડ્યો રહીશ’

રીલ લાઈફમાં વિલન પણ રિયલ લાઈફમાં હીરો, સોનુ સુદે પ્રવાસી મજૂરોની મદદ માટે લંબાવ્યો હાથ, કહ્યું – અંત સુધી મંડ્યો રહીશ.

કોરોના વાયરસ યોદ્ધાઓની વાર્તા જયારે પણ લખવામાં આવશે, ત્યારે એક નામ સોનુ સૂદનું પણ હશે. લોકડાઉન દરમિયાન, સોનુ સૂદે તબીબી કર્મચારીઓને રહેવા માટે મુંબઇમાં રહેલી તેમની હોટલ આપવાથી લઈને હજારો પરિવારોને ભોજન માટે, પંજાબમાં ડોકટરોને 1,500 થી વધુ પીપીઈ કીટ દાન આપવાની અને હવે સ્થળાંતર કામદારોને તેમના ઘર સુધી પહોચાડવાની જવાબદારી તેમણે પોતે સંભાળી છે. તાજેતરમાં ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યુમાં સોનુએ તેના ધ્યેય વિશે વાત કરી છે.

જરૂરિયાતમંદોને મદદ કરવા માટેનો મારા મનમાં જે વિચાર હતો તે માત્ર એક વિચાર જ નહોતો, પરંતુ તે એક મોટી જરૂરિયાત હતી. મજૂર ભાઈઓને જોયા કે તે કેટલી તકલીફોમાં હાઇવે ઉપર પગપાળા જઈ રહ્યા હતા. કેટલા અકસ્માતો થઈ રહ્યા હતા, કેટલા જીવ જઈ રહ્યા હતા. તેના માટે આગળ આવવું ખૂબ જ જરૂરી હતું.

કોઈ વિશ્વાસનો હાથ, જે તેમને કહી શકે કે તમે જરાય ચિંતા ન કરશો, અમે તમારી અને તમારા પરિવારના સભ્યો સાથે ઉભા છીએ. તેના માટે તમામ પરવાનગી લેવાનું શરૂ કરી દીધું. પછી મજૂર ભાઈઓને ખાતરી આપી કે તમે થોડી શાંતિ રાખો, તમને બધાને સહી સલામત તમારા ઘરે મોકલી આપવામાં આવશે.

અનુભવ કેવો રહ્યો?

ગ્રાઉન્ડ લેવલ ઉપર આવવું ખૂબ જ જરૂરી હતું, કારણ કે જ્યારે તમે બહાર આવો છો, ત્યારે તમને ખબર પડે છે કે લોકો કેટલા મુશ્કેલીમાં છે. તે લોકોને મળીને તેમની મદદ કરીને તેમના બાળકોના ચહેરા ઉપર જે ખુશી જોઇ, તેનું શબ્દોમાં વર્ણન કરી શકતા નથી. પરંતુ અમને બધાને ખબર છે કે આ તે લોકો છે, જેમણે તમારા મકાનો બનાવ્યા અને જ્યારે તેઓ આજે તેમના ઘરે જવા માટે રવાના થયા છે, ત્યારે આપણે તેમની મદદ કોઈ પણ સંજોગોમાં કરવી પડશે. તેથી હું ગ્રાઉન્ડ લેવલ ઉપર આવ્યો.

દેશમાં કામદારોની પરિસ્થિતિ વિશે તમે શું કહેવા માંગો છો?

તેમને જોઈને ઘણું દુઃખ થાય છે. આટલી મહેનત કરનારા લોકો આજે હજારો કિલોમીટર પગપાળા ઘરે જવા ચાલી નીકળ્યા છે. તે દુઃખી છે. મજૂરો અને તેમના પરિવાર વાળા ઉપર શું વીતી રહ્યું છે, તે ઇતિહાસના પાનામાં લખવામાં આવશે કે આપણા દેશના જે કામદારો હતા, તેની સ્થિતિ કોરોના વાયરસને કારણે ખૂબ જ આઘાત જનક રહી. અમે લોકો ક્યારે પણ ભૂલી નહિ શકીએ.

શું સરકાર કામદારોને મદદ કરવામાં નિષ્ફળ ગઈ છે?

મને લાગે છે કે સરકારે આગળ આવીને મજૂરો અને જરૂરીયાતમંદોને મદદ કરવી જોઈએ. મુસાફરી કરવા માટે જે પરવાનગી લેવાની જરૂર પડી રહી છે. તેને થોડું વધુ સરળ કરી દેવું જોઈએ. ફોર્મ ભરવાની પદ્ધતિઓ, તબીબી તપાસને વધુ સરળ બનાવવી જોઈએ, કારણ કે તેમા તેમનો ઘણો સમય જાય છે. ઘણા લોકો આ પ્રક્રિયા કરવા માંગતા નથી, તેથી તેઓ પગપાળા નીકળી પડ્યા છે. વધુ ટ્રેનો અને બસો શરૂ કરી દેવી જોઈએ, જેથી તે લોકો પગપાળા ન જાય અને સલામત રીતે તેમના ઘરે પહોંચે.

જોકે સરકારે પણ ઘણી સગવડ આપવાનું શરૂ કરી દીધું છે, પરંતુ તે થોડું વહેલું થઇ ગયું હોત, તો આ જે દોડધામ મચી છે. તેનાથી બચી શકાત. પરંતુ જાગ્યા ત્યાંથી સવાર. મને લાગે છે કે સરકાર પણ આ લોકોને મદદ કરી રહી છે અને બધી બાબતોમાં આગળ વધી રહી છે.

સારું, તમે કયા વિચારો સાથે મદદ કરવા આગળ આવ્યા. આ પ્રેરણા ક્યારે અને કોની પાસેથી મળી?

આ પ્રેરણા માતાપિતા તરફથી મળી છે. મારી માતા ઇંગ્લિશની પ્રોફેસર હતી. તેમણે વૃદ્ધો લોકોને મફતમાં ભણાવ્યા. મારા પિતા હંમેશાં પોતાની દુકાનની સામે જ એન્કર કરતા. માતાપિતા દ્વારા પ્રેરણા મળી કે કોઈની મદદ કરવા માગો છો, તો તેઓએ આગળ આવવું જોઈએ. તે પ્રેરણાથી આજે હું લોકોની મદદ કરી શકું છું. હું દરેક જરૂરતમંદોને મદદ કરવા માંગું છું. જ્યાં સુધી છેલ્લો મજૂર તેના ઘરે પહોંચી નથી જતો, ત્યાં સુધી હું મારું કાર્ય ચાલુ રાખીશ.

આગળ શું શું કરવા જઇ રહ્યા છો?

હું આગળની યોજના ઘડી રહ્યો છું કે જે લોકો ઘાયલ થયા છે, જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેમના પરિવારોને હું કેવી રીતે મદદ કરી શકું. હું મદદ કરવાનો પુરતો પ્રયત્ન કરી રહ્યો છું.

અત્યારે કંઇપણ આયોજન કરવામાં આવ્યું નથી, પરંતુ એવું વિચાર્યું છે કે જ્યાં સુધી બધાને સહી સલામત તેમના ઘરે ન પહોચાડી દઉં. અને દરેકને મદદ ન કરી દઉં. ત્યાં સુધી મહેનત કરવી પડશે. નહીં તો લોકોને ખૂબ તકલીફ પડશે. એ જવાબદારી મેં મારા ખભા ઉપર લીધી છે. પ્રયાસ છે, દરેક સુધી મદદ પહોચે. દરેક પોતાના ઘરોમાં ખુશ રહે. આ જે પરિસ્થિતિ છે, તે ફરી સામાન્ય બની જાય.

વિડીયો :

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.