‘સૂર્યવંશમ’ માં ઠાકુર ભાનુપ્રતાપને ઝેરી ખીર ખવડાવવાવાળો આ બાળક હવે ક્યાં છે? શું તમને ખબર છે તેના વિષે?

હવે આવો દેખાય છે ‘સૂર્યવંશમ’ ના ઠાકુર ભાનુપ્રતાપનો પૌત્ર, ઓળખવો પણ છે મુશ્કેલ, જાણો એ ફિલ્મ પછી ક્યાં જતો રહ્યો.

તમે બધાએ ‘સૂર્યવંશમ’ ફિલ્મ તો જરૂર જોઈ હશે. જો ન જોઈ હોય તો સમજો કે તમે નેશનલ ટીવી ઉપર ફિલ્મો દેખાડનારી એક ચેનલની આટલા વર્ષોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે. તે પીળા લોગો વાળી ચેનલ, જેની ઉપર ‘સૂર્યવંશમ’ એવી રીતે દેખાડવામાં આવે છે કે, સમજો કે ચેનલવાળાઓએ ગયા જન્મમાં અમિતાભ બચ્ચન પાસેથી કોઈ ઉધાર લીધું હોય અને ચૂકવી નહિ શક્યા હોય.

આમ તો ‘સૂર્યવંશમ’ માં એકથી એક ચડિયાતા કલાકારો છે. આ ફિલ્મનું એક પાત્ર મુખ્ય છે ભાનુપ્રસાપ, જે આખા ગામનો ન્યાય કરે છે, પણ પોતાના જ દીકરા ઉપર ગુસ્સે રહે છે. બીજું પાત્ર હીરા ઠાકુર છે, જે કલિયુગમાં શ્રવણ કુમારનો સાક્ષાત અવતાર છે. વિલનમાં કેવડા ઠાકુર છે, જેને ઠાકુરગીરી માંથી જ નવરાશ નથી. અને એક બાળક, જેના દાંત ઉંદર લઇ ગયા છે, જેના મોઢા માંથી દાદાજી સાંભળવા માટે ભાનુપ્રતાપ વ્યાકુળ રહે છે અને જેના હાથે ભાનુપ્રતાપે ઝેરવાળી ખીર પણ ખાધી.

મિત્રો જો ફિલ્મમાં ખીર વાળો એ કિસ્સો ન હોત, તો બાપ-દીકરાની ક્યારે પણ મિત્રતા ન થઇ હોત. પણ શું તમે જાણો છો? કે ઠાકુર ભાનુપ્રતાપને તે ઝેરવાળી ખીર ખવરાવવા વાળો છોકરો હાલમાં ક્યાં છે અને શું કરી રહ્યો છે? જો નથી જાણતા તો આવો તેના વિષે જાણીએ.

‘સૂર્યવંશમ’ માં તે બાળકનું પાત્ર ભજવ્યું હતું આનંદ વર્ધને. તેમનું આખું નામ પીબીએસ આનંદ વર્ધન છે. આંધ્રપ્રદેશ માંથી આવતા આનંદે આશરે 3 વર્ષની ઉંમરમાં જ સિલ્વર સ્ક્રીન ઉપર પોતાનું નામ નોંધાવી દીધું હતું. હકીકતમાં આનંદના દાદા પીબી શ્રીનિવાસ સિંગર હતા. તેમનું નામ મોટા સિંગર્સની યાદીમાં શામેલ છે. પોતાની કારકિર્દીમાં તેમણે 3000 થી વધુ ગીતો ગાયા.

2013 માં 82 વર્ષની ઉંમરમાં ચેન્નાઈમાં તેમનું અવ સાન થઇ ગયું હતું. શ્રીનિવાસ પોતે ઇચ્છતા હતા કે તેમનો પૌત્ર અભિનેતા બને. તો દાદાને કારણે જ આનંદના ઘરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનું આવવા જવાનું ચાલુ રહેતું હતું.

એક વખત ડાયરેક્ટર ગુણશેખર આનંદના ઘરે આવ્યા. ગુણશેખરે આનંદને જોયો અને તેમને લાગ્યું કે, આનંદને કેમેરા સામે લાવી શકાય છે. તો ગુણશેખરે આનંદને ‘રામાયણમ’ નામની ફિલ્મમાં કાસ્ટ કરી લીધો. શરુઆત ‘રામાયણમ’ થી થઇ ગઈ. પણ આનંદ ચર્ચામાં ફિલ્મ ‘પ્રિયારાગલુ’ થી આવ્યા. તે ડાયરેક્ટર એ. કોડનદરમીની ફિલ્મ હતી, જેમાં જગતપતિ બાબુ અને સોંદર્યાએ કામ કર્યું હતું.

આ ફિલ્મમાં કામ કરતા સમયે આનંદની ઉંમર આશરે 3 વર્ષ હતી અને તે પોતાના પરફોર્મેંસથી નંદી એવોર્ડ ફોર ધ બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ જીતવામાં સફળ રહ્યા. ત્યાર પછી તેમને તેલુગુ ભાષાની બીજી ફિલ્મો અને ‘સૂર્યવંશમ’ માં કામ કરવા મળ્યું. બાળ કલાકાર તરીકે આનંદ લગભગ 25 ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તેમાં સૌથી વધુ ‘પિયારાગલુ’ અને ‘સૂર્યવંશમ’ ને જ યાદ રાખવામાં આવે છે. પછી 13-14 વર્ષની ઉંમર સુધી પહોંચતા પહોંચતા તે સિલ્વર સ્ક્રીન ઉપરથી ગુમ જ થઇ ગયા.

આનંદના પિતા પીબી પાનીંદર ધંધાથી સીએ છે અને તેમની માં નું નામ રોહિણી છે. બાળપણમાં ફિલ્મોથી દુર થઇ ગયા પછી આનંદ 13 વર્ષ સુધી ફિલ્મોથી દુર જ રહ્યા. પછી તેમના વિષે 2016 માં સમાચાર આવવાના શરુ થઇ ગયા કે, તે પાછા આવી રહ્યા છે. જુલાઈ 2016 માં સાઉથ ઇન્ડિયાની એક ટીવી ચેનલે આનંદનો ઈન્ટરવ્યું લીધો હતો. જેમાં આનંદે જણાવ્યું હતું કે, ફિલ્મમેકર કાસી વિશ્વનાથ ગારુ ઇન્ડસ્ટ્રીમાં તેમના ગોડફાધર છે.

તે ઈન્ટરવ્યુંમાં આનંદે જણાવ્યું હતું કે, તે શ્રુતિ હાસન સાથે એક ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે અને તેની તૈયારી માટે માર્શલ આર્ટ, ડાંસ અને એક્ટિંગ શીખી રહ્યા છે. જોકે પછીથી તે ફિલ્મ વિષે કોઈ માહિતી મળી નહિ. સાથે જ આનંદના સાઉથ ઇન્ડીયન ડાયરેક્ટર પ્રસન્ના સાથે કામ કરવાના સમાચારો પણ આવ્યા, પણ તેમની ફિલ્મના પણ કોઈ સમાચાર મળ્યા નહિ.

આ માહિતી ધ લલ્લનટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.