સોરાયસીસ કે ભયાનક ચામડીનાં રોગોનો કુદરતી પદાર્થોથી સફળ ઘરેલું ઈલાજ.

સોરાયસીસ (અપરસ) કે છાલરોગ ગંભીર ચામડીના રોગની કુદરતી પદાર્થોથી સફળ સારવાર !!

સોરાયસીસની કુદરતી પદાર્થોથી સફળ સારવાર :

સોરીયાસીસ એક પ્રકારનો ચામડીનો રોગ છે જેમાં ચામડીમાં સેલ્સની સંખ્યા વધવા લાગે છે. ચામડી જાડી થવા લાગે છે અને તેની ઉપર ખંજવાળ અને પોપડીઓ ઉત્પન થાય છે. આ પોપડીઓ સફેદ ચમકતી હોઈ શકે છે, આ રોગને ગંભીર સ્વરૂપે આખા શરીરને મોટા લાલ રંગની પોપડીવાળી ચામડીથી ઢંકાઈ જાય છે.

આ રોગ ખાસ કરીને કોણી ગોઠણ અને માથા ઉપર થાય છે. સારી વાત એ છે કે આ રોગ ચેપી કે અડવાથી થાય તેવો નથી. રોગના સંપર્કથી બીજા લોકોને તે થવાનો ડર નથી રહેતો. મોર્ડન સારવારમાં હમણાં સુધી એવા પરીક્ષણ યંત્ર નથી જેમાં સોરીયાસીસ રોગની જાણ થઇ શકે. લોહીની તપાસથી પણ આ રોગની જાણ થતી નથી.

આ રોગ આમ તો કોઈપણ ઉંમરમાં થઇ શકે છે, પણ જોવામાં એવું આવેલ છે કે ૧૦ વર્ષથી ઓછી ઉંમરમાં આ રોગ ઘણો ઓછો થાય થાય છે. ૧૫ થી ૪૦ ની ઉંમર વાળામાં આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. લગભગ ૧ થી ૩ ટકા લોકો આ બીમારીનો ભોગ બને છે. તે કાયમી માટે રહેતી બીમારી માનવામાં આવે છે.

સારવાર વિજ્ઞાનીઓ અત્યાર સુધી આ રોગનું સાચું કારણ જાણી શક્યા નથી. છતાંપણ અનુમાન લગાવવામાં આવે છે કે શરીરની ઈમ્યુન સીસ્ટમમાં તકલીફ આવવાથી આ રોગ ઉત્પન થાય છે. ઈમ્યુન સિસ્ટમનો અર્થ શરીરને રોગો સામે લડવાની પ્રતિરક્ષા પ્રણાલી સાથે છે.

આ રોગ વારસાગત પણ હોય છે જે પેઢીઓથી ચાલતો હોય છે. આ રોગનો ફેલાવો આખા વિશ્વમાં છે. શિયાળાની ઋતુમાં આ રોગ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઘણા રોગીઓ જણાવે છે કે ઉનાળાની ઋતુમાં અને તાપથી તેમને રાહત મળે છે.

એલોપેથી સારવારમાં આ રોગનો ઈલાજ થઇ શકતો નથી તેમ માનવામાં આવેલ છે. તેમના મુજબ આ રોગ આખા જીવન દરમિયાન સહન કરવાનું રહે છે. પણ થોડી કુદરતી વસ્તુ છે જે આ રોગને કાબુમાં રાખી શકે છે અને રોગીને રાહત મળે છે. અમે તમને એવાજ ઉપચારો વીશે જાણકારી આપીશું.

૧. બદામ ૧૦ નંગનો પાવડર બનાવી લો. તેને પાણીમાં ઉકાળો. આ દવા સોરીયાસીસ રોગની જગ્યા ઉપર લગાવો. આખી રાત લગાવી રાખ્યા પછી સવારે પાણીથી ધોઈ લો. આ ઉપચાર સારા પરિણામ આપે છે.

૨. એક ચમચી ચંદનનો પાવડર લો. તેને અડધા લીટર પાણીમાં ઉકાળો. ત્રીજો ભાગનું રહે એટલે ઉતારી લો. હવે તેમાં થોડું ગુલાબજળ અને સાકર ઉમેરો. આ દવા દિવસમાં ૩ વખત પીવો. ખુબ અસરકારક ઉપચાર છે.

૩. કોબી સોરીયાસીસમાં સારી અસર કરે છે. ઉપરના પાંદડા લો. હથેળીથી દબાવી સપાટ કરી લો. તેને થોડું ગરમ કરીને અસરવાળા ભાગ ઉપર મુકીને સુતરાઉ કપડું લપેટી દો. આ ઉપચાર લાબા સમય સુધી દિવસમાં બે વખત કરવાથી સારો ફાયદો થાય છે.

૪. કોબીનું સૂપ સવાર સાંજ પીવાથી સોરીયાસીસમાં ફાયદો જોવા મળેલ છે. પ્રયોગ કરવા યોગ્ય છે.

૫. લીંબુના રસમાં થોડું પાણી ઉમેરીને રોગની જગ્યા ઉપર લગાવવાથી રાહત મળે છે. લીંબુનો રસ ત્રણ કલાકના અંતરે દિવસમાં ૫ વખત પિતા રહેવાથી છાલ રોગ ઠીક થવા લાગે છે.

૬. શિકાકાઈ પાણીમાં ઉકાળીને રોગના ધબ્બા ઉપર લગાવવાથી નિયંત્રણ રહે છે.

૭. કેળાના પાંદડા અસરવાળી જગ્યા ઉપર મુકો. ઉપર કપડું લપેટો. ફાયદો થશે.

૮. થોડી સારવાર જડીબુટ્ટીની દવામાં steroids ઉમેરીને ઈલાજ કરવામાં આવે છે, જેથી રોગ ઝડપથી ઠીક થતો જોવા મળે છે. પણ ઈલાજ બંધ કરવાથી રોગ ફરી વખત ગંભીર રીતે ઉત્પન થઇ જાય છે. ટ્રાયમ્સીનોલોન સ્ટરાઇડનો સૌથી વધુ ઉપયોગ થઇ રહેલ છે.

આ દવા રોજ ૧૨ થી ૧૬ એમ.જી. એક અઠવાડિયા સુધી આપવાથી આશ્ચર્યજનક ફાયદા જોવા મળે  છે પણ દવા બંધ કરવાથી રોગ ફરી વખત જોવા મળે છે. તે વખતે ગંભીર થઇ જાય તો યોગ્ય ડોકટરના માર્ગદર્શનમાં દવા લેવાથી નિયંત્રણ કરવું યોગ્ય માનવામાં આવે છે.

૯. આ રોગને સારો કરવા માટે જીવનધોરણમાં ફેરફાર કરવો જરૂરી છે. શિયાળાના દિવસોમાં ૩ લીટર અને ઉનાળાની ઋતુમાં ૫ થી ૬ લીટર પાણી પીવાની ટેવ પાડો. તેનાથી વિજાતીય પદાર્થ શરીરમાંથી બહાર નીકળશે.

૧૦. સોરીયાસીસ સારવારનો એક નિયમ છે કે રોગીને ૧૦ થી ૧૫ દિવસ સુધી માત્ર ફળાહાર ઉપર રાખવા જોઈએ. ત્યાર પછી દૂધ અને ફળોનો રસ ચાલુ કરવો જોઈએ.

૧૧. રોગીને કબજિયાતથી છુટકારા માટે હુફાળા પાણીમાં એનીમા આપવી જોઈએ. તેનાથી રોગની તીવ્રતા ઘટી જાય છે.

૧૨. અપરસ વાળા ભાગને મીઠાવાળા પાણીથી ધોવું જોઈએ પછી આ ભાગ ઉપર જેતુનનું તેલ લગાવવું જોઈએ.

૧૪. ખાવામાં મીઠું ન લેવું.

૧૫. અસરવાળા ભાગને મીઠાવાળા પાણીથી ધોવું જોઈએ.

૧૬. ધુમ્રપાન કરવું અને વધુ દારુ પીવો ખુબ જ નુકશાનકારક છે. વધુ મરચું મસાલાવાળી વસ્તુ ન ખાવી.

મિત્રો તમને વિનંતી આ પોસ્ટને શેર કરો. બની શકે કે તમને આજે જે પોસ્ટની જરૂર ન હોય તે કોઈ બીજાને ખુબ જરૂરી હોય.