સોશિયલ મીડિયા પર છવાયો ધોનીની લાડકીનો વીડિયો, ક્યુટનેસ પર ફિદા થયા ફેન્સ.

ભારતીય ક્રિકેટટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલના દિવસોમાં પોતાની કારકિર્દીને લઈને સમાચારોમાં છવાયેલા છે. મહેન્દ્ર સિંહ ધોનીના ફેંસના દિલમાં એક જ પ્રશ્ન છે કે ખરેખર તે ટીમમાં પાછા ક્યારે ફરશે? અને ક્યારે એક વખત ફરીથી તેને વિકેટ પાછળ હાજર જોઈ શકાય છે? આ પ્રશ્નો ઉપર મહેન્દ્ર સિંહ ધોની સહીત બીસીસીઆઈ અધ્યક્ષે પણ મૌન ધારણ કર્યું છે. પરંતુ વચ્ચે તેની લાડકી દીકરીનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા ઉપર ન માત્ર મહેન્દ્ર સિંહ ધોની હીરો છે. પરંતુ તેની દીકરીને વ્હાલ કરવા વાળા ઓછા નથી. તેની દીકરી જીવાની ઘણી તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા રહે છે. જે જોવા માટે ફેંસ અધીરા રહે છે. આ કડીમાં મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. જે જોતા જ તેના ફેંસ મોહિત થઇ ગયા. ખાસ કરીને વિડીયોમાં જીવા ઘણી ક્યુટ જોવા મળી રહી છે અને તેની હરકતો ઘણી જ વધુ ક્યુટ છે. જેના કારણે જ તે વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ ગયો.

ગીટાર વગાડતા જોવા મળી જીવા :-

મહેન્દ્ર સિંહની લાકડી દીકરી જીવાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ગીટાર વગાડતી જોવા મળી રહી છે. આ ગીટાર સાથે તે ગીત પણ ગાઈ રહી છે, જે તેના ફેંસ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. જીવાને આવા પ્રકારના કામ કરવા ઘણા જ વધુ ગમે છે અને તેના ઘણા વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ પણ થઇ ચુક્યા છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે જીવાને ભણવા ઉપરાંત આ બધી વસ્તુમાં રસ છે, જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

હંમેશા ચર્ચામાં રહે છે જીવા :-

આ પહેલી વખત નથી, જયારે જીવા સોશિયલ મીડિયા ઉપર ટ્રેડ કરી રહી છે, પરંતુ તે પહેલા પણ ઘણી વખત તેની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ચુક્યા છે, જે જોવા માટે તેના ફેંસ આતુર રહે છે. જીવાને ક્રિકેટના મેદાનમાં પોતાના પપ્પા સાથે મસ્તી કરતા જોવા મળે છે, તો ક્યારેક તે તેણે મિસ કરતી જોવા મળે છે. બધું મળીને જીવા પોતાની ક્યુટનેસથી સૌના દિલ જીતી લે છે.

#zivadhoni

Posted by Bollywood Ka Khabari on Tuesday, January 7, 2020

ક્રિકેટથી દુર થઇ ચુક્યા છે મહેન્દ્ર સિંહ ધોની?

વર્લ્ડ કપ પછીથી જ ધોની એક પછી એક સીરીઝ માંથી પોતાનું નામ કઢાવી નાખતા રહે છે. જેનું કારણ માનવામાં આવી રહ્યું છે કે તેમણે નિવૃત્તિ લેવાનું વિચારી લીધું છે. પરંતુ ટી-૨૦ વર્લ્ડ કપ માટે ટીમ ઇંડિયાને તેની જરૂર છે, એટલા માટે તે જાહેરાત નથી કરી થયા. આ બધાથી વિપરીત ધોનીના ફેંસ તો એવું વિચારે છે કે તે વહેલી તકે ટીમમાં પાછા ફરે. જેથી એક વખત ફરીથી દર્શકોનું મનોરંજન થઇ શકે. મહેન્દ્ર સિંહ ધોનીનું ટીમમાં પાછા ફરવું હવે તેના આઈપીએલ પ્રદર્શન ઉપર આધાર રાખે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.