3 ઇડિયટથી લઈને દિલ્હી બેલી સુધી, આ 10 સુપરહિટ બોલીવુડ ફિલ્મોની સાઉથ રીમેક પણ રહી છે સુપરહિટ.

જાણો તે 10 સાઉથની ફિલ્મો જે બોલીવુડની રીમેક હતી અને સુપર હિટ રહી.

80 થી 90 ના દાયકા સુધી, દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણીવાર બોલીવુડ ફિલ્મોની રિમેક બનાવી ચુકી છે. આ દરમિયાન બોલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મોની તમિલ, તેલુગુ અને કન્નડમાં રિમેક બનાવવામાં આવી હતી. પણ વર્ષ 2000 પછી પાસા એવા બદલાયા કે છેલ્લા કેટલાક વર્ષોથી બોલીવુડમાં સાઉથની સેંકડો ફિલ્મો રિમેક થઈ છે. જોકે, આ દરમિયાન સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ ચૂપ ન બેઠી, તેમણે પણ ઘણી સુપરહિટ બોલીવુડ ફિલ્મોની રિમેક બનાવી અને તે ફિલ્મો બોલીવુડની ફિલ્મોની જેમ સુપરહિટ સાબિત થઈ હતી.

ચાલો જાણીએ કે આ લિસ્ટમાં કઈ સાઉથની ફિલ્મો સામેલ છે?

1) નાનબાન – 3 ઇડિયટ્સ : તમિલ ફિલ્મ ‘નાનબાન’ બોલીવુડ ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ ની રિમેક હતી. વર્ષ 2012 માં રિલીઝ થયેલી ‘નાનબન’ માં વિજય, જીવા અને શ્રીકાંત મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. બોલીવુડ ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ ની જેમ તમિલ ફિલ્મ ‘નાનબાન’ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

2) શંકર દાદા MBBS – મુન્નાભાઈ MBBS : સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી તેલુગુ ફિલ્મ ‘શંકર દાદા MBBS’ માં જોવા મળ્યા હતા. આ તેલુગુ ફિલ્મ બોલીવુડ ફિલ્મ ‘મુન્નાભાઈ MBBS’ ની રિમેક હતી. આ ફિલ્મ માટે ચિરંજીવીને ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો.

3) કાનદેન કધલાઈ – જબ વી મેટ : તમિલ ફિલ્મ ‘કાનદેન કધલાઈ’ બોલીવુડ ફિલ્મ ‘જબ વી મેટ’ ની રિમેક હતી. આ ફિલ્મમાં ભરત શ્રીનિવાસન અને તમન્ના ભાટિયાની જોડી જોવા મળી હતી. બોલીવુડ ફિલ્મ ‘જબ વી મેટ’ ની જેમ ‘કાનદેન કધલાઈ’ પણ હિટ રહી હતી.

4) ગોપાલા ગોપાલા – ઓહ માય ગોડ : તેલુગુ ફિલ્મ ‘ગોપાલા ગોપાલા’ બોલીવુડ ફિલ્મ ‘ઓહ માય ગોડ’ ની રિમેક હતી. આ તેલુગુ ફિલ્મમાં દક્ષિણના બે મોટા સ્ટાર વેંકટેશ અને પવન કલ્યાણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

5) સપ્તગીરી એલએલબી – મણિથન – જોલી એલએલબી : તેલુગુ ફિલ્મ ‘સપ્તગીરી એલએલબી’ અને તમિલ ફિલ્મ ‘મણિથન’ પણ બોલીવુડ ફિલ્મ ‘જોલી એલએલબી’ ની રિમેક હતી. અભિનેતા સપ્તગિરીએ તેલુગુ ફિલ્મ ‘સપ્તગિરી એલએલબી’ માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યારે ઉદયનિધિ સ્ટાલિન ‘મણિથન’ માં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

6) ઉન્નાઈપોલ ઓરુવન – ઈનાડુ – એ વેનસડે : તમિલ ફિલ્મ ‘ઉન્નાઈપોલ ઓરુવન’ અને તેલુગુ ફિલ્મ ‘ઈનાડુ’ બોલીવુડ ફિલ્મ ‘અ વેનસડે’ ની રિમેક હતી. તમિલ ફિલ્મ ‘ઉન્નાઈપોલ ઓરુવન’ માં કમલ હાસન અને તેલુગુ ફિલ્મ ‘ઈનાડુ’ માં મોહનલાલ લીડ રોલમાં હતા. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

7) સેટ્ટઈ – દિલ્હી બેલી : તમિલ ફિલ્મ ‘સેટ્ટાઈ’ બોલીવુડ ફિલ્મ ‘દિલ્હી બેલી’ ની રિમેક હતી. આ તમિલ ફિલ્મમાં આર્યા અને હંસિકા મોટવાણી લીડ રોલમાં જોવા મળ્યા હતા. બોલીવુડ ફિલ્મ દિલ્હી બેલીની જેમ ‘સેટ્ટઈ’ પણ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી.

8) શંકર દાદા ઝિંદાબાદ – લગે રહો મુન્ના ભાઈ : તમિલ-તેલુગુ બંને ભાષામાં બનેલી ફિલ્મ ‘શંકર દાદા ઝિંદાબાદ’ બોલીવુડ ફિલ્મ ‘લગે રહો મુન્ના ભાઈ’ ની રિમેક હતી. આ તમિલ ફિલ્મમાં ચિરંજીવી, શ્રીકાંત અને કરિશ્મા કોટક મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઈ હતી.

9) તીન માર – લવ આજ કલ : તેલુગુ ફિલ્મ ‘તીન માર’ બોલીવુડ ફિલ્મ ‘લવ આજ કલ’ ની રિમેક હતી. આ તમિલ ફિલ્મમાં પવન કલ્યાણ, ત્રિશા અને કીર્તિ ખરબંદા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. બોલીવુડ ફિલ્મ ‘લવ આજ કલ’ ની જેમ તમિલ ફિલ્મ ‘તીન માર’ પણ સુપરહિટ રહી હતી.

10) પ્યાર કા પંચનામા – ગ્રીન સિગ્નલ : તેલુગુ ફિલ્મ ‘ગ્રીન સિગ્નલ’ પણ બોલીવુડ ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ ની રીમેક હતી. આ તેલુગુ ફિલ્મમાં રેવંત અને રક્ષિતા લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ તેલુગુ ફિલ્મ પણ હિટ રહી હતી.

આમાંથી તમે કઈ કઈ રીમેક ફિલ્મો જોઈ છે? તે કોમેન્ટ કરીને જણાવજો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.