સાઉથમાંથી આવીને બોલીવુડ હિરોઈનો કરતા વધુ ફેમસ થઈ ગઈ આ એક્ટ્રેસ, નંબર 4 ને કહેતા હતા ‘લેડી અમિતાભ’

ફિલ્મ ‘ગલી બોય’ માં પોતાનો જાદુ પાથર્યા પછી અને બેસ્ટ કલાકારનો એવોર્ડ પોતાના નામે કર્યા પછી રણવીર સિંહ વહેલી તકે ‘જયેશભાઈ જોરદાર’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથની પ્રસિદ્ધ હિરોઈન શાલીની પાંડે જોવા મળશે, આ શાલીનીની બોલીવુડમાં પહેલી ડેબ્યુ ફિલ્મ હશે. શાલીની ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ માં જોવા મળી હતી.

યશરાજ ફિલ્મે શાલીનીનો પરિચય આપતા એક ટ્વીટ કર્યું જેમાં તેમણે જણાવ્યું કે શાલીની તેની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ માં જોવા મળશે અને રણવીર સિંહ અપોજીટમાં જોવા મળશે. અર્જુન રેડ્ડીમાં શાલીની વિજય દેવર કોંડા સાથે જોવા મળી હતી. શાલીની પહેલી એવી અભિનેત્રી નથી જે સાઉથ માંથી બોલીવુડ તરફ આવી છે, તે પહેલા પણ સાઉથની ઘણી અભિનેત્રીઓ બોલીવુડમાં કામ કરી ચુકી છે અને પોતાનું સ્થાન જમાવી ચુકી છે. આવો એક નજર કરીએ એવી જ થોડી અભિનેત્રીઓ ઉપર.

તાપસી પન્નુ

તાપસી પન્નુ બોલીવુડમાં આવતા પહેલા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય હતી. આજે તાપસીને આખી દુનિયામાં લોકો ઓળખે છે. તાપસી પન્નુ સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ છે અને દરેક મુદ્દા ઉપર પોતાના મંતવ્ય રજુ કરે છે. તાપસી પન્નુ આ દિવસોમાં હિન્દી ઉપરાંત કન્નડ, તમિલ, તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. તાપસી પન્નુએ એન્જીનીયરીંગની ડીગ્રી લીધી છે અને મોડલિંગમાં આવતા પહેલા તે એક એન્જીનીયર હતી. તાપસી પન્નુએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરુઆત વર્ષ ૨૦૧૦ની ફિલ્મ ઝૂમંડી ના દમથી કરી હતી. ત્યારપછી સાઉથની ઘણી ફિલ્મોમાં જોવા મળી અને પછી બોલીવુડ તરફ આવી ગઈ. બોલીવુડમાં પિંક, બદલા અને નામ શબાના જેવી સુપરહિટ ફિલ્મોમાં તેણે કામ કર્યું અને ઓળખ ઉભી કરી.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ સાઉથની સૌથી સુંદર હિરોઈનો માંથી એક છે. સાઉથમાં સુપરહિટ થવા સાથે સાથે તે બોલીવુડમાં પણ હીટ છે. કાજલે સાઉથની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જોસફ વિજય, રામચરણ તેજ, પ્રભાસ અને અલ્લુ અર્જુન જેવા સૌથી મોટા મોટા કલાકારો સાથે કાજલ સ્ક્રીન શેર કરી ચુકી છે. સાઉથની ફિલ્મ ‘મગધીરા’ માં તેના પરફોર્મન્સને લોકો આજે પણ યાદ કરે છે. એક સમયમાં કાજલ બ્રેકગ્રાઉન્ડ ડાંસર હતી. ફિલ્મ ‘કયો હો ગયા ના’ માં કાજલ ખાસ કરીને બ્રેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળી હતી. પરંતુ આજે તે સાઉથની સુપરસ્ટાર છે અને એક ફિલ્મના કરોડો રૂપિયા ચાર્જ કરે છે. તે અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ’ માં જોવા મળી હતી. ત્યારપછી તેને લોકો સિંઘમ ગર્લ કહેવા લાગ્યા હતા. કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ છે અને અવાર નવાર પોતાના ફોટા શેર કરતી રહે છે.

ઇલીયાના ડીક્રુજ

સાઉથની હિરોઈન ઇલીયાના ડીક્રુજ આજકાલ બોલીવુડમાં પણ છવાયેલી છે. ઇલીયાના પોતાની સુંદરતા સાથે સાથે આકર્ષક ફિગર માટે પણ ઓળખાય છે. ઇલીયાનાની છેલ્લી હિન્દી ફિલ્મ વર્ષ ૨૦૧૮માં આવેલી ‘રેડ’ હતી. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન મુખ્ય ભૂમિકામાં હતા. ઇલીયાના અત્યાર સુધીમાં ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેની પહેલી ડેબ્યુ ફિલ્મ ‘બર્ફી’ હતી. ‘બર્ફી’માં તેના અભિનયને દર્શકોએ ઘણો પસંદ કર્યો હતો. આમ તો ત્યારપછી તેની કોઈ ફિલ્મ વધુ કમાલ ન દેખાડી શકી. બોલીવુડમાં આવતા પહેલા તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા ૬ વર્ષથી જોડાયેલી હતી. સાઉથમાં ઇલીયાનાએ પોતાની ઓળખ ઉભી કર્યા પછી બોલીવુડ તરફ આવી.

શ્રીદેવી

શ્રીદેવીએ ફિલ્મોમાં કામ ત્યારથી શરૂ કરી દીધું હતું જ્યાર તે લગભગ ૪ વર્ષની હતી. શ્રીદેવીને બોલીવુડમાં લેડી અમિતાભનું ટાઈટલ મળ્યું હતું. અમિતાભ બચ્ચન પછી સૌથી વધુ જો કોઈની ફેન ફોલોઈંગ હતી તો તે શ્રીદેવીની હતી. આજે તે આપણી વચ્ચે નથી પરંતુ તેના ફેંસ આજે પણ એટલા જ છે. શ્રીદેવીએ વર્ષ ૧૯૭૬થી ૧૯૮૨ વચ્ચે ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કર્યું, આ ફિલ્મોમાં તે સાઉથના મોટા એવા કમલ હાસન અને રજનીકાંત સાથે જોવા મળી. ત્યારપછી તેમણે હિન્દી સિનેમા તરફ આવીને હીટ ફિલ્મોની લાઈન લગાવી દીધી. શ્રીદેવીના નામે ચાલબાજ, મિસ્ટર ઇંડિયા, સદમા, ચાંદની, નાગિન, ઈગ્લીશ વિન્ગ્લીશ અને મોમ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો છે.

શ્રુતિ હાસન

શ્રુતિ હાસનનું નામ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રસિદ્ધ અભિનેત્રીઓમાં જોડાયેલું છે. તે દક્ષીણની ઘણી ફિલ્મોમાં કમાલનો અભિનય કરી ચુકી છે. તે ઉપરાંત તેની એક બીજી ઓળખ પણ છે કે તે સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની દીકરી છે. શ્રુતિ એક હિરોઈન હોવાની સાથે સાથે ઉત્તમ સિંગર પણ છે. વર્ષ ૨૦૦૯માં આવેલી ફિલ્મ ‘લક’ થી શ્રુતિએ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન ખાન જોવા મળ્યા હતા, ત્યારપછી તે ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળી પરંતુ ઓળખ ઉભી કરવામાં નિષ્ફળ રહી. આમ તો સાઉથમાં શ્રુતિ હાસન એક ઘણું મોટું નામ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.