જો તમને લાગે છે કે જેવી રીતે બોલીવુડમાં પોપ્યુલર કલાકારના ભાઈ બહેન જાણીતા છે તેવી જ રીતે સાઉથના તો તમે ખોટા છો. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એવા ઘણા કલાકાર છે જેમના ભાઈ બહેન પણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર રાજ કરે છે. આજ અમે વાત કરવા જઈ રહ્યા છીએ એવા સાઉથ કલાકારની જે સાઉથ ના સૌથી પોપુલર કલાકારના ભાઈ બહેન છે.
શ્રુતિ હસન, અક્ષર હસન v: કમલ હસન ની ગણતરી સાઉથ ના જાણીતા કલાકારો માં થાય છે, તેમણે સાઉથ ની સાથે સાથે ઘણી બોલીવુડ ફિલ્મો માં પણ કામ કરેલ છે. કલાકાર કમલ હસન ની બે દીકરીઓ છે જે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. શ્રુતિ હસને સાઉથ ની સાથે સાથે બોલીવુડ માં પણ ઘણી ફિલ્મોમાં કામ કરેલ છે. અને તેની નાની બહેન અક્ષર હસનએ પણ બીગ બિ અમિતાભ બચ્ચન સાથે બોલીવુડમાં પોતાનો ડેબ્યુ કરેલ હતો.
કાજલ અગ્રવાલ, નિશા અગ્રવાલ : કાજલ અગ્રવાલ એ ‘લક્ષ્મી કલ્યાણ’ (૨૦૦૭), ‘મગધીરા’ (૨૦૧૦), ‘મિસ્ટર પરફેકટ’ (૨૦૧૧), ‘થુપ્પાકી’ (૨૦૧૨), ‘નાયક’ (૨૦૧૩), ‘ચંદામામા’ (૨૨૨૦૦૨૭) જેવી હીટ ફિલ્મો આપેલ છે, જેને બોલીવુડના દર્શકોએ પણ ઘણી વખાણેલ છે. આમ તો કાજલ ની નાની બહેન નિશા અગ્રવાલની જેમ પોતાના કેરીયર માં સફળ નથી થઇ શકી. તમને જણાઈ આપીએ કે કાજલએ ‘કયો હો ગયા ના’ (૨૦૧૪) થી બોલીવુડ માં ડેબ્યુ કરેલ હતું.
ચિરંજીવી કલ્યાણ અને પવન કલ્યાણ : ચિરંજીવી દક્ષીણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના મેગાસ્ટાર છે. પ્રશંશકો તેમનો અભિનય અને તેમની ફિલ્મોમાં તેની એક્ટિંગ દ્રશ્ય વધુ ગમે છે. તેમના ભાઈ પવન કલ્યાણ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા જાણીતા છે.
સુર્યા અને કાર્તી : સુર્યા અને કાર્તી બન્ને સગા ભાઈ છે. સુર્યાની ગણતરી સાઉથના સુપરસ્ટાર્સ માં કરવામાં આવે છે. આમ તો તેના ભાઈ કાર્તી વધુ સફળતા મેળવવામાં સફળ નથી થઇ શક્યા. સુર્યા એ ફિલ્મ ‘નેરરૂક્કુ નેર’ (૧૯૯૭) થી ડેબ્યુ કરેલ અને ‘નંદા’ (૨૦૧૧), ‘ઉન્નઈ નીનેથું’ (૨૦૧૨), ‘મોનમ પેસીયધે’ (૨૦૦૨), ‘કાકા કાકા’ (૨૦૦૩), ‘ગજની’ (૨૦૦૪) જેવી ઘણી ફિલ્મો આપેલ. કાર્તી એ ‘પરુંથીવીરણ’ (૨૦૦૭), ‘આયીરાઠઈલ ઓરુવન’ (૨૦૧૦), ‘સીરુથઇ’ (૨૦૧૧), ‘એલેક્સ પાંડીયન’ (૨૦૧૩) જેવી ફિલ્મો માં કામ કરેલ છે.
પૃથ્વીરાજ સુકુમારન અને ઇન્દ્રજીત સુકુમારન : સાઉથના સુપરસ્ટાર્સ પૃથ્વીરાજ ના મોટા ભાઈ ઇન્દ્રજીત સુકુમારન ની ગણતરી પણ સાઉથ ના હીટ સ્ટાર્સ માં કરવામાં આવે છે. પૃથ્વીરાજ એ ‘કાણા કન્દેન’ (૨૦૦૫), ‘મોજહી’ (૨૦૦૭, ‘વેલ્લીથેરાઈ’ (૨૦૦૮), ‘નીનેથાલે ઇન્નીક્કમ’ (૨૦૦૯) જેવી ફિલ્મોમાં કામ કરેલ છે. અને પૃથ્વી એ બોલીવુડ ફિલ્મ ‘અઈય્યા’ (૨૦૧૨), ‘ઔરંગજેબ’ (૨૦૧૩), ‘નામ શબાના’ (૨૦૧૭) માં કામ કરેલ છે.
નાગ ચેતન્ય અને અખિલ અક્કીનેની : નાગા અને અખિલ સોતેલા ભાઈ છે અને બન્ને દક્ષીણ સુપર સ્ટાર્સ નાગાર્જુન ના દીકરા છે.