સાઉથની આ સુપરસ્ટાર એક્ટ્રેસને લાગે છે બોલીવુડથી ડર, જણાવ્યું આ કારણ.

આ કારણે સાઉથની ટોપ એક્ટ્રેસને બોલીવુડમાં કામ કરવાથી લાગે છે ડર, જાણો કોણ છે તે એક્ટ્રેસ.

સાઉથ ઇન્ડિયન ફિલ્મોની દિગ્ગજ અભિનેત્રી સમન્તા અકિનાની (Samantha Akkineni) દરેક બ્લોકબસ્ટર ફિલ્મોનો ભાગ છે. તેમણે ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. સાઉથમાં આટલી બધી હીટ હોવા છતાં સમન્તા હજુ સુધી કોઈ પણ હિન્દી ફિલ્મોમાં દેખાઈ નથી. થોડા સમય પહેલા સમન્તા અકિનાનીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેમના બોલીવુડ ફિલ્મોમાં કામ ન કરવા પાછળ શું કારણ છે. સમન્તાએ જણાવ્યું કે, તેમને બોલીવુડમાં એન્ટ્રી કરવાથી ડર લાગે છે.

મનોજ બાજપેયીની વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન 2’ દ્વારા પોતાનું ડિજિટલ ડેબ્યૂ કરવા જઈ રહેલી સમન્તાને જ્યારે હિન્દી સિનેમામાં કામ ન કરવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, ‘મને ડર લાગે છે.’ વાતચીત દરમિયાન સમન્તાએ આગળ જણાવ્યું કે, બોલીવુડના લોકોમાં ગજબનું ટેલેન્ટ છે એટલા માટે તેમને બોલીવુડ ફિલ્મોમાં કામ કરવાથી ડર લાગે છે. સમન્તા અકિનાનીને જ્યારે પૂછવામાં આવ્યું કે, તે કયા બોલીવુડ સ્ટાર સાથે કામ કરવાનું પસંદ કરશે તો તેમણે રણબીર કપૂરનું નામ લીધું.

જણાવી દઈએ કે, સમન્તાએ 2010 માં સિલ્વર સ્ક્રીન પર ડેબ્યૂ કર્યું હતું. ‘યે માયા ચેસાવ’ (Ye Maaya Chesave) તેમની પહેલી ફિલ્મ હતી જે એટલી સફળ રહી કે તેને હિન્દીમાં પણ બનાવવામાં આવી. તેના હિન્દી રિમેકનું નામ મેકર્સે ‘એક દિવાના થા’ રાખ્યું. Dookudu, Eega, Attarintiki Daredi, Kaththi, Theri અને Rangasthalam સમન્તાની સૌથી સફળ ફિલ્મો ગણવામાં આવે છે.

ધ ફેમિલી મેન 2 ના ટ્રેલરમાં સમન્તાનું કામ ઘણું કમાલનું દેખાઈ રહ્યું છે, અને હવે ફેન્સ આ સિરીઝની શરૂઆતની રાહ જોઈ રહ્યા છે. આ સિરીઝ એક સિક્રેટ એજેન્સીમાં કામ કરવા વાળા વ્યક્તિની સ્ટોરી છે જે પોતાના પ્રોફેશનલ અને પારિવારિક જીવન વચ્ચે અટવાયેલો છે.

સમન્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાના હોટ અને સુંદર ફોટાઓ શેયર કરતી રહે છે. તે પોતાના પતિ નાગા ચૈતન્ય સાથે પણ ઘણા ફોટાઓ શેયર કરતી રહે છે. સમન્તા પરિવાર સાથેના ફોટા પણ પોતાના ફેન્સને શેયર કરતી રહે છે. તે ઘણી વખત પોતાના સસરા નાગા અર્જુન સાથે પણ જોવા મળે છે અને તેમની સાથે ઘણી બધી એક્ટિવિટી પણ કરતી દેખાય છે. સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો ઇન્સ્ટાગ્રામ પર તેમના 16.9 મિલિયન ફોલોવર છે અને ફેસબુકની વાત કરવામાં આવે તો 19 મિલિયન ફોલોવર છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.