સોયાબીન ખાવાના આ ફાયદા જે જાણીને તમે ચકિત થઇ જશો જાણો કેમ સોયાબીન છે મહત્વનું

સોયાબીનમાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોવાના કારણે તે પોષણયુક્ત વધુ હોય છે. પ્રોટીનની સાથે સાથે તેમાં વિટામીન અને ખનીજ અને વિટામીન ‘બિ’ કોમ્પ્લેક્ષ અને વિટામીન ‘ઈ’ વધુ પ્રમાણમાં હોય છે, જે શરીર નિર્માણ માટે જરૂરી એમીનો એસીડ પૂરું પાડે છે. ગુજ્જુ ફેન ક્લબનાં આ આર્ટીકલમાં તેના વિષે વિગતવાર જણાવીશું.

સોયા પ્રોટીન અને આઈસોફ્લેબોસથી ભરપુર આહારનું સેવન રજોનિવૃત મહિલાઓમાં હાડકાને નબળા હોવા અને હાડકાના ક્ષારણ સાથે જોડાયેલ બીમારી ઓસ્ટીયોપોરોસીસના ભયથી બચાવી શકે છે. એક અધ્યયનમાં તે દાવો કરવામાં આવેલ છે.

ઇંગ્લેન્ડના હલ વિશ્વ વિદ્યાલયના શોધકો દ્વારા કેવા આવેલ અધ્યયન મુજબ સોયાબીન ખાદ્ય ઉત્પાદનોમાં આઈસોફ્લેવોસ નામનું રસાયણ હોય છે, જે સંરચનામાં ઈસ્ટ્રોજન હાર્મોન જેવા હોય છે અને મહિલાઓના ઓસ્ટીયોપોરોસીસના ભયથી બચાવી શકે છે.

અધ્યયન દરમિયાન શરુઆતની રજોનિવૃત્તિની અવસ્થા વાળી ૨૦૦ મહિલાઓના, છ મહિના સુધી આઈસોફ્લેવોસ સહીત સોયા પ્રોટીન યુક્ત અનુપુરક આહાર કે માત્ર સીધા સોયા પ્રોટીન આપવામાં આવ્યો હતો. ત્યાર પછી શોધકોએ મહિલાઓના લોહીમાં થોડા પ્રોટીનની તપાસ કરીને હાડકામાં થયેલ પરિવર્તનનું અધ્યયન કરેલ.

શોધકોએ જાણ્યું કે માત્ર સોયા પ્રોટીન લેતી મહિલાઓની સરખામણીમાં આઈસોફ્લેવોસ યુક્ત સોયા આહારમાં એવા વાળી મહિલાઓમાં હાડકાના ક્ષારણની ઝડપ ધીમી પડી ગઈ હતી, અને ઓસ્ટીયોપોરોસીસનો ભય ઓછો થઇ ગયો હતો.

માત્ર સોયા લેતી મહિલાઓની સરખામણીમાં આઈસોફ્લેવોસ સાથે સોયા લેતી મહિલાઓમાં હ્રદય રોગનો ભય પણ ઓછો જોવા મળેલો.

અધ્યયનના મુખ્ય શોધક થોઝૂકટ સત્યાપાલન મુજબ. “અમને સમજાયું કે રજોનીવુતીની શરુઆતની અવસ્થા દરમિયાન મહિલાઓના હાડકાનાં સ્વાસ્થ્ય સુધારવા માટે સોયા પ્રોટીન અને આઈસોફ્લેવોસ સુરક્ષિત અને અસરકારક વિકલ્પ છે.”

મહિલાઓમાં રજોનિવૃત્તિ તરત પછીના વર્ષોમાં હાડકાનું ક્ષરણ સૌથી વધુ ઝડપથી થાય છે, કેમ કે તે સમયમાં હાડકાને સુરક્ષિત રાખનારા ઇસ્ટ્રોજન હાર્મોનનું તેમના શરીરમાં બનવાનું ઓછું થઇ જાય છે.

અધ્યયન ઇડનબર્ગની સોસાયટી ફોર ઇન્ડોક્રોનોલોજીના વાર્ષિક સંમેલનમાં રજુ કરવામાં આવેલ.

સોયાબીન દ્વારા જુદા જુદા રોગોમાં ઉપચાર :

માનસિક રોગોમાં :

સોયાબીનમાં ફોસ્ફરસ એટલુ હોય છે કે તે મસ્તિક અને જ્ઞાન તંતુઓની બીમારી, જેવી કે મીર્ગી, હિસ્ટીરિયા, યાદશક્તિની નબળાઈ, સુકા રોગ, અને ફેફસા સબંધી બીમારીઓમાં ઉત્તમ પથ્યનું કામ કરે છે. સોયાબીનના લોટમાં લેસીથીન નામનો એક પદાર્થ તપેકિન અને જ્ઞાન તંતુની બીમારીમાં ઘણો ફાયદો પહોચાડે છે. ભારતમાં જે લોકો ગરીબ છે. કે જે લોકો મચ્છી વગેરે નથી ખાઈ શકતા, તેમના માટે આ મુખ્ય ફાસ્ફોરસ આપતો ખાદ્યપદાર્થ છે. તે ખાવું ગરીબ માટે સંતુલિત ભોજન હોય છે.

હ્રદયના રોગોમાં :

આમાં ૨૦ થી ૨૨ ટકા ચરબી જોવા મેળે છે. સોયાબીનની ચરબીમાં લગભગ ૮૫ ટકા અસન્તૃપ્ત ચરબી અમ્લ હોય છે, જે હ્રદયના રોગીઓ માટે ફાયદાકારક છે. તેમાં ‘લેસીથીન’ નામનું પદાર્થ હોય છે, જે હ્રદયની નળીઓ માટે જરૂરી છે. તે કોલેસ્ટ્રોલને હ્રદયની નળીઓમાં જમવાથી અટકાવે છે.

તે લોહીમાં કોલેસ્ટ્રોલના પ્રમાણને ઓછું કરવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી તે હ્રદયના રોગીઓ માટે ફાયદાકારક છે. ખાસ કરીને હ્રદયના રોગોમાં લોહીમાં અમુક પ્રકારની ચરબી વધી જાય છે, જેને ટ્રાયગ્લીસરોઇડસ, કોલેસ્ટ્રોલ અને એલડીએલ, જો કે ફાયદાકારક ચરબી એટલે એચડીએલ ઓછી થઇ જાય છે.

સોયાબીનમાં ચરબીની બનાવટ એવી છે કે તેમાં ૧૫ ટકા સન્તૃપ્ત ચરબી, ૨૫ ટકા મોનો (mono) સન્તૃપ્ત ચરબી અને ૬૦ ટકા પોલી અસંતૃપ્ત ચરબી છે. ખાસ કરીઓને બે ચરબી અમ્લ, જે સોયાબીનમાં મળી આવે છે. તે હ્રદય માટે ઘણું ઉપયોગી હોય છે. સોયાબીનનું પ્રોટીન કોલેસ્ટ્રોલ અને એલડીએલ ઓછું રાખવામાં મદદગાર છે. સાથે જ શરીરમાં લાભદાયક કોલેસ્ટ્રોલ એચડીએલ પણ વધારે છે.

ઊંચું લોહીનું દબાણ :

રોજ ઓછા મીઠામાં શેકેલ અડધો કપ તેનું ૮ અઠવાડિયા સુધી સેવન કરવાથી બ્લડપ્રેશર કાબુમાં રહે છે. તેનો સ્વાદ વધારવા માટે તેમાં કાળા મરી પણ નાખી શકાય છે. માત્ર અડધો કપ રોસ્ટેડ સોયાબીન ખાવાથી મહિલાઓનું ૧૦ ટકા સીસ્ટોલિક પ્રેશર, ૭ ટકા ડાયસ્ટોલિક અને સામાન્ય મહિલાઓના ૩ ટકા બ્લડપ્રેશર ઓછું થઇ જાય છે. તો તમે પણ સોયાબીનને ૮ થી ૧૨ કલાક પાણીમાં પલાળીને રાખી દો અને સવારે જ ગરમ કરીને ખાવ.

પ્રોટીન માટે :

પ્રોટીન શરીરના વિકાસ માટે જરૂરી છે. ત્વચા, માંસપેશીઓ, નખ, વાળ વગેરેની રચના પ્રોટીનથી થાય છે. તે ઉપરાંત મસ્તિક, હ્રદય, ફેફસા વગેરે મનુષ્યના શરીરના આંતરિક અંગોની રચનામાં પ્રોટીનનો સ્ત્રોત સોયાબીન, અંકુરિત ઘઉં, બીનોલનો લોટ, ચણા, મસુર, વટાણા, સેમ અને જુદા જુદા પ્રકારની દાળ, મગફળી વગેરેમાં છે.(તમે આ ગુજ્જુ ફેન ક્લબનો આર્ટીકલ વાંચી રહ્યા છો.)

હાડકા નબળા થવા ઉપર :

સોયાબીન હાડકા સાથે જોડાયેલ રોગ જેવા કે નબળાઈને દુર કરે છે. તે અપનાવીને આપણે વ્યસ્ત જીવન પસાર કરી શકીએ છીએ. હાડકા ક્ષારતા એક એવો રોગ છે જેમાં હાડકા નબળા થઇ જાય છે અને તેમાં ફેકચર થઇ જાય છે. હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું થઇ જાય છે.(તમે આ ગુજ્જુ ફેન ક્લબનો આર્ટીકલ વાંચી રહ્યા છો.)

પેટમાં જીવાત :

તેની છાશ પીવાથી પેટની જીવાત મરી જાય છે.

મધુમેહ (ડાયાબીટીસ) :

સોયાબીન મોટા ભારે ભરખમ શરીર વાળાના મધુમેહ (ડાયાબીટીસ) વાળા લોકો માટે ઉત્તમ પથ્ય છે. સોયા લોટની રોટલી ઉત્તમ આહાર છે.

આમવાત કે ગઠીયા :

સોયાની રોટલી ખાવા તથા દૂધ પીવાથી ગઠીયા (સાંધાનો દુ:ખાવો) રોગ દુર થાય છે.

દુધને વધારવા માટે :

દૂધ પીવરાવતી સ્ત્રીઓ જો સોયા દૂધ (સોયાબીનનું દૂધ) પીવી તો બાળકને પીવરાવવા માટે તેમના સ્તનમાં દૂધનું પ્રમાણ વધી જાય છે.

મૂત્ર રોગ :

તેનું રોજ સેવન કરવાથી મધુમેહ (ડાયાબીટીસ) ના રોગીનો મૂત્રરોગ (વારંવાર પેશાબ આવવાનો રોગ) ઠીક થઇ જાય છે. (તમે આ ગુજ્જુ ફેન ક્લબ નો આર્ટીકલ વાંચી રહ્યા છો)

પ્રોસ્ટેટ કેન્સર અટકાવવામાં મદદગાર :

સોયાબીન અથવા સોયાબીનથી બનેલા ખાદ્ય પદાર્થોમાં આઈસોફ્લેવોન નામનું ફાઈટોરસાયણ ઉપસ્થિત થાય છે. આ રસાયણ જુદા જુદા મહત્વ જોવા મળે છે. તે શરીરમાં કેન્સરનું પ્રતિકારકનું કાર્ય પણ કરે છે. ખાસ કરીને સ્તન અને પ્રોસ્ટેટ કેન્સરમાં.

મહિલાઓમાં ૪૫ થી ૫૦ વર્ષની ઉંમર પછી રજોનિવૃત્તિ (મોનીપોજ) ની તકલીફ શરુ થઇ જાય છે. જેના લક્ષણ છે એકદમથી રાત્રે પરસેવો આવવો, ચીડિયાપણું બની જવું, મોઢાનું લાલ કે ગરમ થઇ જવું વગેરે. પચાસ ગ્રામ સોયાબીન રોજની ગણતરીએ ઉપયોગમાં લેવાથી મહિલાઓ આ તકલીફમાં ઘણે અંશે ઓછી કરી શકે છે.

એનીમિયામાં ફાયદાકારક :

સોયાબીનમાં કેલ્શિયમ અને લોહ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જેને લીધે આ મહિલાઓ માટે ખુબ ઉપયોગી છે. ગાય અને ભેંશના દુધમાં લોહ ન બરોબર મળી આવે છે. સોયાબીનનું સેવન તે મહિલાઓ માટે ઘણું સારું છે, જેઓ એનીમિયા (હોમોગ્લોબીન ની ઉણપ) કે ઓસ્ટીયોપોરોસીસ (હાડકા નબળા થવા) નામની બીમારીઓથી પીડિત હોય છે.(તમે આ ગુજ્જુ ફેન ક્લબનો આર્ટીકલ વાંચી રહ્યા છો.)