ઘણા પ્રકારના વાસ્તુ દોષ દૂર કરે છે ચકલી, જો ઘરમાં હોય તેનો માળો તો વધે છે સૌભાગ્ય.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જાણો ઘરમાં ચકલીનો માળો હોવો તમારા માટે કેવી રીતે છે લાભદાયક?

તમે પણ ઘણી વખત પોતાના ઘરમાં ચકલીને માળો બનાવતા જોઈ હશે. શહેરોમાં તો મોટાભાગે બાલકનીમાં કબૂતર માળો બનાવી લે છે. પણ એ વાતને લઈને ઘણી વખત મૂંઝવણની સ્થિતિ રહે છે કે, શું ઘરમાં ચકલી, કબૂતર કે અન્ય કોઈ પક્ષીનો માળો હોવો જોઈએ કે નહિ? જો તમને પણ આ પ્રશ્ન છે, તો અહીં જાણો કે તેના વિષે વાસ્તુ શાસ્ત્ર શું કહે છે?

સમૃદ્ધિ અને સૌભાગ્ય આપે છે ચકલીનો માળો : વાસ્તુ શાસ્ત્ર અનુસાર જયારે ચકલી ઘરમાં માળો બનાવે છે, તો તેને ઘણું શુભ માનવામાં આવે છે. આથી ચકલીના માળાને હટાવવાની ભૂલ ન કરવી જોઈએ. કારણ કે તેનાથી ઘરમાં સુખ-શાંતિ અને સૌભાગ્ય આવે છે. જ્યોતિષ શાસ્ત્રનું માનો તો ચકલી જો તમારા ઘરમાં માળો બનાવે તો તેનાથી દસ પ્રકારના વાસ્તુ દોષ દૂર થઇ શકે છે.

આ દિશામાં માળો હોય છે શુભ : ચકલી જો ઘરની પૂર્વ દિશામાં માળો બનાવે છે, તો તેનાથી માન-સમ્માનમાં વધારો થાય છે. જો દક્ષિણ-પૂર્વ દિશા એટલે આગ્નેય કોણમાં ચકલીનો માળો હોય, તો તેનાથી ઘરમાં લગ્ન-માંગલિક કાર્યોની સંભાવના રહે છે. દક્ષિણ દિશામાં બનેલા માળાથી ધનની પ્રાપ્તિ થાય છે, તો દક્ષિણ પશ્ચિમ દિશામાં બનેલો માળો પરિવારના સભ્યોની ઉંમર વધારે છે.

કબૂતરનો માળો શુભ છે કે નહિ : કબૂતરને માં લક્ષ્મીના ભક્ત માનવામાં આવે છે અને તેનું ઘરમાં આવવું સુખ અને શાંતિના સંકેત છે. આથી પ્રયત્ન કરો કે કબૂતરને દરરોજ દાણા-પાણી આપો. તેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ અને સૌભાગ્ય જળવાઈ રહેશે. ઘરમાં કબુતરના માળાને લઈને વાસ્તુ એક્સપર્ટ્સનો એક અભિપ્રાય નથી. કેટલાક લોકો ઘરમાં કબૂતરના માળાને સુખ-શાંતિનું પ્રતિક કહે છે. તો કેટલાક લોકોનું માનવું છે કે, કબૂતરનું ઘરમાં આવવું શુભ છે પરંતુ માળો બનાવવો નહિ.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.