તુલસીની સામે 3 વખત બોલો આ ગુપ્ત મંત્ર, થશે એવો ચમત્કાર કે તમારા સુતેલા નસીબ જાગી જશે

હિંદુ ધર્મમાં તુલસીનો છોડ ઘણો જ પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. તુલસીના પાંદડા વિષે એવું કહેવામાં આવે છે કે આ માત્ર પાંદડા નથી પરંતુ એક વરદાન છે. ભલે તુલસીના છોડને આયુર્વેદની દ્રષ્ટિથી લેવામાં આવે કે પછી જ્યોતિષમાં લઇ લેવામાં આવે, કે પછી પૂજામાં લેવામાં આવે. તેનું તમામ જગ્યાએ ઘણું જ મહત્વ હોય છે. તુલસીના છોડ વિષે ઘણા ગ્રંથોમાં ઘણી બધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને એ કારણ છે કે તુલસીના છોડને ઔષધીની સંજ્ઞા પણ આપવામાં આવે છે. અને મોટાભાગે લોકો રોજ તુલસીના છોડના દર્શન જરૂર કરે છે, અને તેના પાંદડાનું સેવન પણ કરે છે.

તે ઉપરાંત તુલસીના પાંદડાનો ઉપયોગ પૂજામાં પણ કરવામાં આવે છે. તેને મોક્ષ દાયક પણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તુલસીની પૂજા કરવાથી વ્યક્તિના મનને શાંતિ પ્રાપ્ત થાય છે. તમે તુલસીના પાંદડાને કોઈ પણ વસ્તુમાં તેમજ દેવી દેવતાઓને લાડુ વગેરેમાં મુકી ભોગ ચડાવી શકો છો. જે દેવી દેવતાઓની પૂજા કરે છે તેમની પૂજાની થાળીમાં તુલસીના પાંદડા નાખવા ઘણું જ જરૂરી માનવામાં આવે છે.

આમ તો જોવામાં આવે તો તુલસીને ઘણા ઉપયોગમાં લેવામાં આવે છે. તુલસીના પાંદડા આપણા આરોગ્ય માટે ઘણા જ લાભદાયક હોય છે. તેનાથી આપણા શરીરની ઘણી બીમારીઓ દુર રહે છે. આયુર્વેદમાં તુલસીના પાંદડાના વિષયમાં ઘણી બધી વાતો કહેવામાં આવી છે, જેનો ઉપયોગ કરીને આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ. તે ઉપરાંત જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા મુજબ તુલસીનો પ્રયોગ આપણે આપણી તકલીફોને દુર કરવા માટે પણ કરી શકીએ છીએ.

આજે અમે તમને આ લેખ દ્વારા તુલસી સાથે જોડાયેલો એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ઉપાય અપનાવીને તમે તમારા જીવન માંથી તમામ પ્રકારની સમસ્યાઓ અને દુ:ખો માંથી છુટકારો પ્રાપ્ત કરી શકો છો. જો તમે આ ઉપાયને અપનાવો તો તેનાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધીનું આગમન થાય છે, અને તમામ દુ:ખ માંથી છુટકારો મળે છે.

તુલસીના છોડને રોજ પાણી જરૂર ચડાવવું જોઈએ અને તેની પૂજા પણ કરવી જોઈએ. પરંતુ જયારે તમે રોજ તુલસીના છોડને જળ અર્પણ કરો છો તો તે દરમિયાન બે અક્ષરના આ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે, તો તેને ઘણું જ શુભ લાભ પ્રાપ્ત થાય છે. જયારે તમે તુલસીના પાંદડા તોડો છો તો આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. તુલસીના પાંદડાને એમ જ ન તોડવા જોઈએ. પહેલા તમારે બે વખત ચપટી વગાડવાની છે ત્યાર પછી તમારે નીચે આપવામાં આવેલા મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે.

ॐ सुभद्राय नमः l ॐ सुप्रभाय नमः , हृदयानंद कारीनीफ नारायणा नारायणास्त्र l

જો તમે આ મંત્રનું ઉચ્ચારણ કરો છો અને ત્યાર પછી પાંદડાને તોડો છો તો એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિની તમામ ઇચ્છાઓ પૂરી થાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.