ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) એ ‘જીવન શાંતિ’ પ્લાનની શરુઆત કરી છે. આ પોલીસીની વિશેષતા તેમાં મળતું પેન્શન છે. જાણો આ પોલીસીની ખાસિયતો વિષે.
ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) એ ‘જીવન શાંતિ’ પ્લાનની શરુઆત કરી છે. આ પોલીસીની વિશેષતા તેમાં મળતું પેન્શન છે. માની લો ૫૦ વર્ષની કોઈ વ્યક્તિ ૧૦,૧૮,૦૦૦ રૂપિયા પોલીસીમાં લગાવે છે, તો તેને તરત ૬૫૬૦૦ વાર્ષિક પેન્શન મળવા લાગશે. પરંતુ તેની સાથે થોડી શરતો પણ છે. આ પ્લાનને લોન્ચ કરતી વખતે LIC ના અધ્યક્ષ વી કે શર્માએ જણાવ્યું, કે આ જીવન શાંતિ યોજના એક નોન લીંકડ પ્લાન છે. સાથે જ તે એક વ્યક્તિગત પ્રીમીયમ વાર્ષિક યોજના છે, જેમાં વીમા ધારક માટે તરત વાર્ષિક કે સ્થગિત વાર્ષિક પધ્ધતિ પસંદ કરવાના વિકલ્પ છે.
શું છે સ્કીમ – એલઆઈસીની આ એક સિંગલ પ્રીમીયમ યોજના છે, જ્યાં એક તરફી રકમ જમા કર્યા પછી તમને પેન્શન મળવાનું શરુ થઇ જાય છે. અહિયાં તમારી પાસે બે પ્રકારના વિકલ્પ હશે. તમે ધારો તો તરત તમારું પેન્શન શરુ કરાવી શકો છો, અને ધારો તો પાછળથી પણ તે શરુ કરાવી શકો છો. માની લો તમારી ઉંમર ૪૦ વર્ષ છે, તમે આ યોજનામાં એક સાથે ૧૦ લાખનું રોકાણ કરો, તો તમારી પાસે તરત કે ૫, ૧૦, ૧૫ કે પછી ૨૦ વર્ષ પછી પેન્શન શરુ કરવાના વિકલ્પ હશે.
કેટલું મળશે પેન્શન – આ યોજના હેઠળ પેન્શનની રકમ નક્કી છે. આ તમારા રોકાણ, ઉંમર, અને ડીફરમેંટ સમયગાળા ઉપર આધાર કરે છે. અહિયાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ડીફરમેંટ સમયગાળો (રોકાણ અને પેન્શન શરુ થવાની વચ્ચેનો સમયગાળો) જેટલી વધુ હશે કે ઉંમર જેટલી વધુ હશે, તમને પેન્શન એટલું જ મળશે. એલઆઈસી તેના માટે તમારા રોકાણ ઉપર ૫૨ ટકાના હિસાબે પેન્શન આપે છે. ધારો કે જો તમે ૧૦ લાખના રોકાણ ઉપર પાંચ વર્ષ પછી પેન્શન શરુ કરાવો છો તો તેની ઉપર ૯.૧૮ ટકા રીટર્નના હિસાબે વર્ષના ૯૧૮૦૦ રૂપિયા પેન્શન મળે છે.
જો તમે રોકાણના ૨૦ વર્ષ પછી પેન્શન શરુ કરાવો છો, તો તમને ૧૯.૨૩ ટકા રીટર્નના હિસાબે ૧,૯૨,૩૦૦ રૂપિયા વર્ષનું પેન્શન મળશે. જે પેન્શન કે રીટર્ન તમને જીવનભર મળતું રહેશે. તે આવી રીતે ૫ લાખનું એક સાથે રોકાણ ઉપર જો તમે ૨૦ વર્ષ પછી પેન્શન શરુ કરાવો છો, તો તમને લગભગ ૯૬,૧૫૦ રૂપિયા મળશે. આ રીટર્ન તમે માસિક, ત્રણ માસિક, છ માસિક અને વર્ષના આધારે પણ મેળવી શકાય છે.
આ ઉંમરના લોકો લઇ શકે છે આ યોજના નો લાભ – LIC ની આ યોજનાને ઓછામાં ઓછા ૩૦ વર્ષ અને વધુમાં વધુ ૮૫ વર્ષ સુધીના વ્યક્તિઓ લઇ શકે છે. જીવન શાંતિ પ્લાનમાં લોન, પેન્શન શરુ થયાના એક વર્ષ પછી અને તેને સરેંડર, પેન્શન શરુ થયાના ૩ મહિના પછી કરી શકાય છે.
તત્કાલ અને સ્થગિત વાર્ષિક બન્ને વિકલ્પો માટે પોલીસી લેતી વખતે સમય અને વર્ષના દરની ગેરંટી આપવામાં આવશે. યોજના હેઠળ જુદા જુદા વાર્ષિક વિકલ્પ અને વાર્ષિક ચુકવણીની સ્થિતિ ઉપલબ્ધ છે. એક વખત પસંદ કરવામાં આવેલા વિકલ્પને બદલી નથી શકાતો. આ યોજનાને ઓફલાઈન અને સાથે જ ઓનલાઈન પણ ખરીદી શકાય છે. આ યોજના LIC ના જુના પ્લાન જીવન અક્ષય જેવો જ છે.
આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.