ચાંદીના વાસણમાં આ ખાસ વસ્તુ મિક્ષ કરી સૂર્યદેવને જળ અર્પણ કરો, પૈસા આવવાનું બંધ નહિ થાય

સૂર્યદેવને જળ ચઢાવતા સમયે કરો ચાંદીના વાસણનો આ નાનકડો ઉપાય, પૈસાની અછત થશે દૂર

હિંદુ ધર્મમાં રવિવારના દિવસને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, આ દિવસે સૂર્યદેવને પાણી અર્પણ કરવાથી સૌથી વધારે લાભ મળે છે. તમે બધાએ પણ ક્યારેકને ક્યારેક સૂર્યદેવને પાણી અર્પણ કર્યું જ હશે. સામાન્ય રીતે આપણે બધા સૂર્યદેવને સામાન્ય પાણી(સાદું પાણી) જ અર્પણ કરીએ છીએ. જોકે ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે, જો તમે પાણીમાં ખાસ વસ્તુ મિક્સ કરીને સૂર્યદેવને અર્પણ કરો, તો તમારા જીવનની ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.

માણસના જીવનમાં દુર્ભાગ્ય સૌથી મોટી સમસ્યા હોય છે. જયારે ભાગ્ય જ તમારો સાથ આપવાનું બંધ કરી દે તો તમારી સાથે એક પછી એક ઘણી ખરાબ ઘટનાઓ થવા લાગે છે. પણ આજે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, તે મોટામાં મોટા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાની શક્તિ રાખે છે. એટલું જ નહિ આ ઉપાયથી ઘણા મનગમતા ફળની પણ પ્રાપ્તિ થાય છે.

સામાન્ય રીતે લોકોના જીવનમાં દુર્ભાગ્ય તેમની કુંડળીમાં અમુક ગ્રહ દોષ ઉત્પન્ન થવાને કારણે આવે છે. એવામાં 9 ગ્રહોના અધિપતિ આદિ દેવ ભગવાન શ્રી સૂર્ય નારાયણના પૂજા પાઠ કરવાથી તમારા દરેક પ્રકારના ગ્રહ દોષ સમાપ્ત થઈ શકે છે. તંત્ર શાસ્ત્રનું માનીએ તો રવિવારના દિવસે ગાયના દૂધનો એક નાનકડો ઉપાય તમારી ધન સંબંધિત દરેક સમસ્યાનું નિરાકરણ કરી શકે છે.

તેની સાથે જ આ ઉપાયથી તમારા ઘરે ખુશહાલી આવે છે. એટલા માટે જો તમે ધનના સંકટનો સામનો કરી રહ્યા છો, તો પણ આ ઉપાય રામબાણની જેમ કાર્ય કરશે. તેના સિવાય પોતાના ભાગ્યને પ્રબળ બનાવવા માટે પણ તમે આ ઉપાયનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો મોડું કર્યા વગર તમને જણાવી દઈએ કે, આ ઉપાય ક્યારે અને કેવી રીતે કરવાનો છે.

શું છે ઉપાય?

આમ તો આ ઉપાય કોઈ પણ દિવસે કરવામાં આવી શકે છે, પણ રવિવારના દિવસે તેની અસર સૌથી વધારે ઝડપથી જોવા મળે છે. એટલા માટે રવિવારની સવારે સૂર્યોદય થવા પહેલા જ સ્નાન કરીને તૈયાર થઈ જાવ. આ દરમિયાન તમારે પીળા અથવા સફેદ વસ્ત્ર ધારણ કરી લેવા જોઈએ. એ પછી સૂર્યનો ઉદય થવા પહેલા સૂર્ય બીજ મંત્ર “ૐ ધૃણિ: સૂર્યાય નમ:” નો 108 વાર જાપ કરો. આ દરમિયાન તમારે પોતાની સામે એક સ્ટીલ અથવા ચાંદીના પાત્રમાં શુદ્ધ જળ લેવાનું છે અને તેમાં ગાયનું દૂધ મિક્સ કરી દેવાનું છે.

હવે જેવો જ તમારો મંત્ર જાપ સમાપ્ત થઈ જાય છે, તો તમે સૂર્યદેવની સામે જઈને ઉભા રહો. હવે આ સ્ટીલ અથવા ચાંદીના પાત્રથી તમારે સૂર્યદેવને પાણી અર્પણ કરવાનું છે. એટલે કે તમારે તેજ જળ અર્પણ કરવાનું છે, જેમાં તમે મંત્ર દરમિયાન ગાયનું દૂધ મિક્સ કર્યું હતું. આને અર્પણ કરતા સમયે ફરી એકવાર તમારે “ૐ ધૃણિ: સૂર્યાય નમ:” મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. આ વખતે તમારે આ મંત્ર 11 વાર જપવાનો છે.

આ ઉપાયને અમારા દ્વારા જણાવેલી રીતથી કરવા પર તમને ઘણો લાભ થશે. સૂર્યદેવ તમારી દરેક મનોકામના જલ્દી જ પુરી કરશે. તમારા જીવનની દરેક સમસ્યાઓ આ ઉપાયથી ઉકેલાય શકે છે. આ દિવસે તમે સ્વેચ્છાએ સૂર્યદેવના નામનું વ્રત પણ રાખી શકો છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.