સ્પાઈસી ખાવાવાળા જરૂર ટ્રાઈ કરો મરચાની આ ત્રણ રેસિપી, વધી જશે તમારા ભોજનનો સ્વાદ.

લીલા મરચા ખાવાના શોખીન માટે ખુબ ટેસ્ટી અને સ્પાઈસી સાબિત થશે આ ત્રણ રેસિપીઓ. ખાવામાં તીખાશ લાવવા માટે લીલા મરચાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તમે ઈચ્છો તો તેમાંથી ઘણી વસ્તુ પણ બનાવી શકો છો. ઘણા લોકો ખાવાની સાથે લીલા મરચા કાચા ખાવાનું પસંદ કરે છે, તેનાથી ખાવાનો સ્વાદ વધી જાય છે. શાક, અથાણું અને ભરેલા મરચા જેવી ઘણી વસ્તુ બનાવી શકાય છે, પરંતુ આ લેખમાં અમે તમને જણાવીશું થોડી એવી રેસીપીઝ જે ઝડપથી અને સરળતાથી બની શકે છે. તમે ધારો તો આ રેસીપીને નાસ્તા સાથે પણ ખાઈ શકો છો.

મસાલાદાર અને અલગ રીતે લીલા મરચા બનાવવાની આ રેસીપીઝ માત્ર રોટલી કે પછી પરોઠા સાથે પણ ખાઈ શકાય છે. અને લીલા મરચાને સામાન્ય ભોજન જેવા કે દાળ ભાત, પૂરી શાક માટે સાઈડ ડીશ તરીકે પીરસી શકાય છે. તેથી તમે અત્યાર સુધી આ રેસીપીઝને ટ્રાઈ નથી કરી તો જરૂર કરો.

ફ્રાઈડ લીલા મરચા :

સામગ્રી :

લીલા મરચા – 10

અજમો – 1 ચમચી

લીંબુનો રસ – 2 ચમચી

તેલ – 3 ચમચી

મીઠું – સ્વાદ મુજબ

રીત :

સૌથી પહેલા લીલા મરચાને ધોઈને તેને બે ભાગમાં કાપી લો. હવે ગેસ ઉપર વાસણ મુકો અને તેમાં બે થી ત્રણ ચમચી તેલ નાખી દો. થોડું ગરમ થાય એટલે બધા મરચા તેમાં નાખી દો અને લગભગ 3 થી 4 મિનીટ સુધી તેને શેકો. જ્યારે તે શેકાઈ જાય તો તેમાં અજમો નાખીને એક કે બે મિનીટ માટે શેકો. ત્યાર પછી સ્વાદ મુજબ મીઠું ભેળવીને ગેસને બંધ કરી દો. તે દરમિયાન મરચાને સારી રીતે હલાવો અને તેમાં લીંબુનો રસ ભેળવી દો. આ રીતે ઘણી જ ટેસ્ટી અને હેલ્દી ફ્રાઈડ ગ્રીન ચીલી બનીને તૈયાર થઇ જશે.

લીલા મરચાના ઠેચા :

સામગ્રી :

લીલા મરચા – 20

લસણની કળીઓ – 4

લીંબુનો રસ – 1 ચમચી

તેલ – 2 ચમચી

રાઈ – 1 નાની ચમચી

જીરું – 1 નાની ચમચી

લીલી કોથમીર – ઝીણી કાપેલી

મીઠું – સ્વાદ મુજબ

રીત :

લીલા મરચાના ઠેચા બનાવવા માટે લીલા મરચાને ધોઈને તેને નાના નાના પીસ કરી લો અને લસણને પણ છોલી લો. ગેસ ઉપર વાસણ મુકો અને તેલ નાખી દો. થોડું ગરમ થઈ જાય એટલે મરચા અને લસણને ચાર મિનીટ માટે શેકી લો. શેકાઈ ગયા પછી એક પ્લેટમાં કાઢી લો અને જયારે તે ઠંડું થઇ જાય તો મીક્ષરમાં નાખીને અધકચરું પીસી લો. હવે ત્તેને વાસણમાં તેલ અને રાઈનો વઘાર કરી લો અને તેને થોડી વાર માટે શેકી લો. મરચા શેકાઈ ગયા પછી લીંબુનો રસ અને લીલી કોથમીર ઝીણી કાપીને ભેળવી દો. આ રીતે લીલા મરચાના ઠેચા બનીને તૈયાર છે.

લીલા મરચાનો સોસ :

સામગ્રી :

લીલા મરચા – 1 કિલો

સોડીયમ બેંજોએટ – 1 ચમચી

ઉકળેલુ પાણી – જરૂર મુજબ

મીઠું – સ્વાદ મુજબ

સફેદ સિરકા – 2 કપ

રીત :

લીલા મરચા માંથી સોસ બનાવવા માટે સૌથી પહેલા તૈયારી કરી લો. તેના માટે એક વાટકીમાં સ્વાદમુજબ મીઠું અને સિરકા બંને મિક્ષ કરી દો. હવે આ મિશ્રણમાં ધોયેલા લીલા મરચા નાખી દો અને એક કલાક માટે તેને મેરીનેટ થવા માટે રાખી દો.

મરચા નાખ્યા પછી ગેસ ઉપર તેને રહેવા દો અને વધુ તાપ ઉપર ઉકાળી લો જ્યાં સુધી કે તે આછા બફાઈ ન જાય. બફાયા પછી તેને ગેસ ઉપરથી ઉતારી દો અને હવે બેંજોએટને બાફી લો અને પછી તેને મિશ્રણમાં નાખી દો. ગ્રીન ચીલી બનીને તૈયાર છે, હવે તેને એયર ટાઈટ વાસણમાં નાખીને રાખી દો અને નાસ્તા સાથે કે પછી રોટલી સાથે સર્વ કરી ખાઈ શકાય છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.