એક ડરને કારણે ખાલી થઇ રહ્યું છે તળાવ, શું પાણીથી ફેલાઈ રહ્યો છે AIDS?

આમ તો દુનીયામાં ઘણી બધી બીમારી છે. પણ બધી બીમારીઓમાંથી એચઆઈવી એઇડ્સને સૌથી ગંભીર બીમારી ગણવામાં આવે છે. એઇડ્સ એક એવી અસાધ્ય બીમારી છે, જેનો ઈલાજ આજ સુધી કોઈપણ વૈજ્ઞાનિકો શોધી નથી શક્યા. એ વાત તો નક્કી છે, જે વ્યક્તિને HIV એઇડ્સ થઇ જાય છે તે ક્યારે પણ જીવતા નથી બચી શકતા. આ એકમાત્ર એવી બીમારી છે જે મનુષ્યનો જીવ લઈને જ તેનો પીછો છોડે છે. આજે અમે તમને એક વિચિત્ર ઘટના વિષે જણાવીશું જે એઈડ્સ સાથે સંકળાયેલી છે. વાત નીચે જણાવ્યા અનુસાર છે.

કર્ણાટકના હુબલીમાં એક HIV પોઝેટીવ મહિલાએ તળાવમાં કુદીને આત્મહત્યા કરી લીધી. મોરાબ ગામમાં બનેલી આ ઘટના પછી લોકોએ પાણી પીવાનો બહિષ્કાર કરી દીધો. ગામમાં અફવા ફેલાઈ કે તળાવના પાણીથી લોકોને AIDS થઇ જશે. હવે લોકો તળાવને ખાલી કરી ફરી પાણી ભરવામાં લાગ્યા છે.

ખાસ કરીને આ ઘટના કર્નાટકના નાવલગુંડ તાલુકાના મિરાજ તળાવની છે. આ તળાવ વિસ્તારનું સૌથી મોટું તળાવ છે જેમાંથી આખા તાલુકામાં પાણી પહોંચે છે. પરંતુ લોકો તેને ખાલી કરી રહ્યા છે.

પ્રશાસનએ લોકોને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ સફળ ન થઇ શક્યા. તેના વિષે ધારવાડ જીલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજેન્દ ડોડડામનીએ જણાવ્યું, કે લોકોમાં અફવા છે કે આ પાણી પીવાથી HIV ફેલાઈ જશે. લોકોને સમજાવવામાં આવ્યું કે આ પાણીથી HIV નથી ફેલાતો. તેમછતાં પણ લોકો માન્યા નહિ અને સરકારી વિભાગે તળાવ ખાલી કરવાનું કામ શરુ કરવું પડ્યું.

૨૯ નવેમ્બરના રોજ અહીંથી એક મહિલાનું શબ મળ્યું હતું, લોકો વચ્ચે અફવા ફેલાઈ ગઈ કે એનાથી પાણી ચેપી થઇ ગયું છે. ગામવાળાએ પાણી પીવાનો બહિષ્કાર કરી દીધો અને ગ્રામ પંચાયત અને નાવલગુંડ તાલુકા પ્રશાસનને તળાવ ખાલી કરાવવા માટે કહ્યું. પ્રશાસને લોકોને કહ્યું કે પાણીનો ટેસ્ટ કરવામાં આવે પરંતુ તે ન માન્યા. અંતે થાકીને પ્રશાસને ૨૦ સાઈફન ટ્યુબ્સ અને પાણીની ચાર મોટરોથી તળાવ ખાલી કરવાનું શરુ કર્યું છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે મહિલાનું શબ ઓગળી ગયેલી સ્થિતિમાં મળી આવ્યું હતું, અને ગામના લોકો ચેપી પાણી પીવા માંગતા ન હતા. ગામના જ એક વ્યક્તિ પ્રદીપે કહ્યું, કે જો કોઈ સામાન્ય માણસનું શબ હોત તો પાણી પીવામાં વાંધો ન હતો, પરંતુ મહિલા HIV પોઝેટીવ હતી. એટલા માટે આ પાણી કોઈ નહિ પીવા માંગે. ગ્રામ પંચાયત સભ્ય લક્ષ્મણ પાટીલએ કહ્યું કે હજુ ૬૦ ટકા તળાવ ખાલી કરાવવાનું બાકી છે અને તેમાં ઓછામાં ઓછા ૫ દિવસ લાગશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.