20 મિનીટમાં ઘરે બનાવો હેલ્દી અને ટેસ્ટી સ્પ્રાઉટસ પૌંઆ, આ છે તેની સરળ રેસિપી.

ઘરે જ સરળતાથી સ્પ્રાઉટસ પૌંઆ બનાવવા માટે આ રેસિપીને ફોલો કરો અને મીનીટોમાં તૈયાર કરો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો.

ઉનાળો શરુ થઇ ગયો છે અને આ ઋતુમાં હંમેશા એવું લાગે છે કે, કાંઈ હળવું ખાવામાં આવે જે સરળતાથી પચી જાય. ઉનાળામાં જ પાચનની સમસ્યા સૌથી વધુ રહે છે અને તેને દુર કરવા માટે તમે હળવું જ ખાવાનું પસંદ કરો છો. તો આ સ્થિતિમાં કોઈ એવી રેસિપી બનાવવી જોઈએ જેમાં તમારે વધુ મહેનત પણ ના કરવી પડે, અને તે વજન ઓછું કરવા માટે પણ સારું હોય, તેમજ એ રેસિપીથી પાચનની સમસ્યા પણ ન થાય. આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને સ્પ્રાઉટસ પૌંઆની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ જે બનાવવામાં ઘણી સરળ પણ છે.

સ્પ્રાઉટસ પૌંઆ : આ રેસિપી બે નાની ચમચી તેલમાં બનાવીને તૈયાર થઇ જાય છે. તમે તેમાં વધુ તેલ ન નાખો.

જરૂરી સામગ્રી :

1.5 કપ પૌંઆ

1 કપ સ્પ્રાઉટસ મગ (ફણગાવેલા મગ)

¼ કપ ઝીણી કાપેલી ડુંગળી

¼ કપ ઝીણા કાપેલા શિમલા મરચા

¼ કપ ઝીણું કાપેલી ગાજર

¼ કપ લીલા વટાણા

¼ કપ ઝીણા કાપેલા ટમેટા

½ નાની ચમચી હળદર પાવડર

½ ચમચી રાઈ

1 લીલું મરચું

10-12 મીઠા લીમડાના પાંદડા

1 નાની ચમચી લીંબુનો રસ

મીઠું સ્વાદમુજબ

બનાવવાની રીત :

સૌથી પહેલા તમે પૌંઆને પાણીથી ધોઈને થોડી વાર માટે બાજુમાં મૂકી દો. તમે તેને 10 મિનીટ માટે મૂકી દો.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ, લીલા મરચા અને મીઠા લીમડાના પાંદડા નાખો. તમે ત્રણેને એક સાથે પણ નાખી શકો છો કે પછી રાઈ પહેલા નાખીને બંને વસ્તુ પાછળથી પણ નાખી શકો છો.

હવે તેમાં ડુંગળી નાખીને 1 મિનીટ માટે શેકો. જેવો જ ડુંગળીનો રંગ બદલાવા લાગે કે તેમાં તમે બીજા શાકભાજી નાખો. તમારે મગ સ્પ્રાઉટસ પણ આ જ સમયે નાખવાના છે.

હવે આ શાકભાજીમાં હળદર અને મીઠું નાખો. તે ઉપરાંત કોઈ પણ મસાલાનો ઉપયોગ ન કરો. કારણ કે આપણે આ રેસિપીને ઘણી હેલ્દી બનાવી રહ્યા છીએ.

હવે કડાઈ પર ઢાંકણ મુકીને તેને 2-3 મિનીટ માટે સોફ્ટ થવા માટે મૂકી દો. જો સ્પ્રોઉટસ તેલ ઓછું થવાના કારણે વધુ ચોંટી રહ્યા છે, તો તમે આ રેસિપીમાં થોડું પાણી પણ નાખી શકો છો.પણ તેલ ન નાખતા.

હવે તેમાં પૌંઆ મિક્સ કરો અને તેને 2-3 મિનીટ સુધી ઢાંકીને પકાવો. તમે ગેસ બંધ કરો અને પછી તેમાં લીંબુ અને કોથમીર નાખો.

ધ્યાન રાખશો કે આપણે આ પૌંઆમાં કોઈ પણ બીજા મસાલા નથી નાખવાના. તેને જેટલા હેલ્દી બની શકે એટલા હેલ્દી બનાવો.

આ માહિતી હર જીંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.