શ્રીદેવીની બીજી પુણ્યતિથિ પર ભાવુક થઈ જાન્હવી, પોતાની માં ને કહ્યું ‘હું તમને રોજ…’

શ્રીદેવી બોલીવુડની પહેલી સુપરસ્ટાર હતી. બોલીવુડની ચાંદની કહેવાતી શ્રીદેવીનું આખું ભારત ફેન હતું. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ શ્રીદેવીનું આકસ્મિક અવસાન થઇ ગયું હતું. તેમણે દુબઈની Jumeirah Emirates Tower હોટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. શ્રીદેવી ત્યારે પોતાના પતિ બોની કપૂર સાથે એક લગ્નમાં ગઈ હતી. ત્યાં તે એક હોટલમાં રોકાઈ હતી. ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે તે હોટલના બાથરૂમમાં શ્રીદેવી મૃત અવસ્થામાં મળી આવી હતી.

શ્રીદેવીના અવસાનના સમાચાર સાંભળી આખું બોલીવુડ દંગ રહી ગયું હતું. કોઈ પણના આ સમાચાર ઉપર વિશ્વાસ આવી રહ્યો ન હતો. શ્રીદેવીના જવાથી સૌથી વધુ દુઃખ તેના કુટુંબને હતું. ખાસ કરીને શ્રીદેવીની દીકરી જાહ્નવી આ સમાચાર સાંભળીને એકદમ આઘાતમાં સરી પડી હતી. આ એ સમય હતો જયારે જાહ્નવીની પહેલી ફિલ્મ ‘ધડક’ રીલીઝ થવાની હતી. તેવામાં શ્રીદેવી પોતાની દીકરી જાહ્નવીને મોટા પડદા ઉપર જોતા પહેલા જ સ્વર્ગ સિધારી ગઈ હતી.

આજે ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ શ્રીદેવીની બીજી પુણ્યતિથિ છે. તે સમયે તેની દીકરી જાહ્નવી ઘણી ભાવુક થઇ ગઈ. જાહ્નવીએ સોશિયલ મીડિયાનો સહારો લેતા પોતાની માં ને યાદ કરી. જાહ્નવીએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર માં અને પોતાનો એક જનો ફોટો શેર કર્યો. આ બ્લેક એંડ વ્હાઈટ ફોટામાં નાની એવી જાહ્નવી પોતાની માં શ્રીદેવીને પ્રેમથી ગળે વળગતી જોવા મળી રહી છે. તે ઘણો જ સુંદર ફોટો છે. જે માં દીકરીનો પ્રેમ અને હેત સ્પષ્ટ દર્શાવી રહ્યો છે. આ તસ્વીરને શેર કરતા જાહ્નવી લખે છે, મિસ યુ એવરી ડે, (હું તમને રોજ યાદ કરું છું.)

જાહ્નવીની આ પોસ્ટ ઉપર બોલીવુડના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહર, નિર્દેશક જોયા અખ્તર અને સંજય કપૂરની પત્ની મહીપ કપૂરની પણ કમેન્ટ આવી. તે લોકોએ ફોટા નીચે હાર્ટ ઈમોજી બનાવી છે. અને જાહ્નવીના ફેંસે પણ શ્રીદેવીને તેની બીજી પુણ્યના ઉપર યાદ કર્યા. સોશિયલ મીડિયા ઉપર માં દીકરીનો આ ફોટો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

જાહ્નવી અને શ્રીદેવી એક બીજાને ઘણો પ્રેમ કરતા હતા. શ્રીદેવી પોતાની દીકરીને બોલીવુડમાં હિરોઈન બનાવવા માટે ઘણી મહેનત કરી હતી. પરંતુ દુર્ભાગ્ય રહ્યુ કે જયારે આજે જાહ્નવી ફિલ્મોનો ભાગ બની ગઈ છે, તો શ્રીદેવી દીકરી પાસે હાજર નથી. જાહ્નવી હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શ્રીદેવી અને કુટુંબના બીજા સભ્યોની તસ્વીર શેર કરતી રહે છે.

ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી જાહ્નવી કપૂર વહેલી તકે જ થોડી સારી એવી ફિલ્મોમાં જોવા મળવાની છે. ‘ગુંજન સક્સેના’ નામની બાયોપિક ફિલ્મમાં તેની સાથે પંકજ ત્રિપાઠી હશે. તે ઉપરાંત તે તખ્ત, રુહી-અફ્જા અને દોસ્તાના-૨ જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે. આમ તો જોવાનું એ રહેશે કે આવનારી ફિલ્મો જાહ્નવીના સ્ટારડમને કઈ ઊંચાઈ ઉપર લઇ જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.